જીવનની ગલીઓમાં  LIFE RELATED ARTICLES


 

 

 

દેશ, રાજ્ય, શહેર,અથવાગામના રસ્તાઓ પર જ્યાં જઈએત્યાં કોઈ નેકોઈ વળાંક ઉપર દિશાઓ બદલાતી રહે છે.એવી જ રીતે જીવનની મુસાફરીએ નીકળ્યા હોઈએ ત્યારે કેટલાય મોડ ઉપર રસ્તાઓફંટાતા જાય છે. જ્યાં જવા નીકળ્યા હતા ત્યાં નહીં, પણ બીજા જ કોઈ મુકામ પર કદીક લઈ જતી લાગે છે આ જિંદગી. 

આપણે અહીં શા માટે આવ્યા છીએ એની ખબર નથી.‘આ ધરતી ઉપરના માનવ સંબંધોનું આપણી સાથે શું લેણું છે?’આ બધા વચ્ચે 'હું કોણ છું?' વગેરે પ્રશ્નોના જવાબની શોધમાં આપણે કેટલાં જન્મોથી ભટકતા રહ્યા છીએ. જ્યાં જઈએ ત્યાં ધાંધલ, ધમાલ, ઘોંઘાટ, અશાંતિ, અરાજકતા અને દુ:ખ મળે છે. સુખઅને શાંતિક્યારે અને ક્યાં મળશેએના કોઈ એંધાણ દેખાતાં નથી. 

જીવનની મુસાફરીનીઅગણિત ગલીઓમાં ચાલતાં, ચાલતાં માનવ હૈયાંમાં ઊઠતી રહેતી મૂંઝવણોનું અને આવા જ પ્રશ્નોનું માર્ગદર્શન સરળ ભાષામાં કરાવી શકે એવા સંદેશાઓ અને લેખોવાંચકોને મૌલિક જીવનના મૂલ્યોથી સુવિદિત રાખી શકશે.


ખોવાયેલી બેનડીની રાખડી

Feb 16, 2024 12:24 PM, હરીશ પંચાલ 'હૃદય'

જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,

અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં

એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.

હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા

માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.

207

Read more

મારું – તારું સહીયારું

તારામાં મારો ભાગ

Sep 25, 2021 12:19 AM, હરીશ પંચાલ – ‘હૃદય’

હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા  અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,

આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,

દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.

ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.

એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.

ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.

ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.

એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.

480

Read more

હવે તેઓ રહ્યા નથી

અમે એમને વળાવ્યા પણ નથી

Feb 16, 2024 01:46 PM, Harish Panchal ('hriday')

હવે તેઓ રહ્યા નથી.

સદેહે અહીં, હાજર નથી.

શહેરથી, અટપટા લોકોના સમાજથી, પહેલેથી જ અમે દૂર હતા .

તેઓ આધ્યાત્મ માર્ગના યાત્રી હતા.

હું એમની પાછળ હતી. તેઓ મારા ગુરુ હતા.

સમાજથી દૂર હોવા છતાં તેઓ સાચા જનસેવક હતા.

નીતિ અને આધ્યાત્મના માર્ગે દુ:ખી જનોની સેવા કરતા.

કોરોનાની આ મહામારીમાં કેટલાં ય ને હોસ્પીટલમાં મૂકી આવતા.

541

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૪

Feb 16, 2024 05:23 PM, Harish Panchal ('hriday')

મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,

કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”

 

જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!

બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .

921

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ 3

Feb 16, 2024 05:26 PM, Harish Panchal ('hriday')

બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,

જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.

 

મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,

કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.

668

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૨

Feb 16, 2024 05:37 PM, Harish Panchal ('hriday')

જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ?

કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.

 

રડ્યા ‘બેફામ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.

હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.

728

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમનગીનીઓ શાને ?

ભાગ ૧

Feb 16, 2024 05:30 PM, Harish Panchal ('hriday')

એક ઉમદા ગઝલકારને એમની વિદાય પછી “હૃદય-સ્પર્શ” દ્વારા અપાયેલી આ શ્રધ્ધાંજલિ હૃદય-સ્પર્શી હોવા છતાં લાંબી હોઈને આ આખી કૃતિ બધું મળીને ૪ ભાગમાં આપ સહુ સમક્ષ રજુ થઇ રહી છે. આજથી શરુ કરીને બીજા ત્રણ દિવસોમાં આ શ્રુંખલા સમાપ્ત થશે. દરેક યુગમાં મહાન કલાકારો પૃથ્વી ઉપર અવતરતા રહે છે. એમના જીવનકાળ દરમ્યાન કળા ની, સાહિત્યની, માનવતાની સેવા કરીને તેઓ વિદાય લે છે. પણ એમના ઊંચા કર્મો દ્વારા એમણે પ્રસારેલી સેવાની સુગંધ અને પ્રગટાવેલી મશાલના અજવાળાં વર્ષો સુધી માનવ હૈયાંને પ્રકાશિત કરતાં રહે છે.  

933

Read more

આશીર્વાદો અને નિસાસાઓની વનરાઈઓ માં

Feb 16, 2024 06:33 PM, Harish Panchal ('hriday')

‘આશીર્વાદ’, ‘શ્રાપ’ અને ‘નિસાસા’ જેવા શબ્દો કદાચ માનવ જાતનો જન્મ થયો હશે ત્યારથી જ પ્રસ્થાપિત થયા હશે એમ માનવાને મન પ્રેરાય છે.  આપણે કોઈને પણ માટે એવું કામ કરીએ જેના ફળ સ્વરૂપે એ વ્યક્તિને લાભ થાય અથવા એ કોઈ પણ જાતની તકલીફમાં હોય તો એમાંથી રાહત મળે ત્યારે કુદરતી રીતે જ એના હૈયામાં આપણે માટે એક કુણી લાગણી ઉદ્ભવતી હોય છે.  “મારે માટે જેણે પણ આ  સત્કાર્ય  કર્યું હોય ભગવાન એનું ભલું કરજો.” ભલે આ શબ્દો બોલાયા નહીં હોય છતાં આ મૌન શબ્દોમાં ગૂંથાયેલી ભાવનાની નોંધ ઈશ્વર લેતો હોય છે અને આપણા કર્મના ‘જમા-ખાતામાં’ પૂણ્ય ની  મૂડી ઉમેરતો  હોય છે. આ છે ‘આશીર્વાદ’.

આથી વિરુદ્ધ આપણે કોઈને દુ:ખી કર્યા હોય તો એમના  હૈયામાંથી નીકળેલા નિસાસા આપણા જીવનને નકારાત્મક અને હાનીકારક દિશામા ખેંચી  જતા હોય છે.  આપણે કરેલાં  કોઈ વિધાનો, કોઈની સાથે કરેલો ગેર-વર્તાવ, વિચાર, વાણી અથવા વર્તન દ્વારા બીજાઓને પહોંચાડેલાં દુ:ખ, હાની, નુકસાન, આઘાત, જેવી નકારાત્મક લાગણીઓ આહત પામેલા લોકોના હૈયામાંથી નિસાસા વહેતા મુકે છે.  જેમની લાગણીઓ દુભાઈ હોય અથવા જેમનું નુકસાન થયું હોય તેઓ ફરિયાદ કરે અથવા ગમ ખાઈને અપમાનનો ઘૂંટ ગળીને બેસી રહે છતાં એમના હૈયામાંથી ઉઠેલા નિસાસા પ્રતિશોધ લેવાનું ચૂકતા નથી હોતા.

1004

Read more

આંતર વ્યથા – સ્મશાન બહારની શાંતિ  - ત્રાહિમામ, ત્રાહિમામ !

પછી ઉન્નતિના શિખરો સુધીની સફર

Feb 16, 2024 06:59 PM, Harish Panchal ('hriday')

દુકાનો, મોટા મોલ, ઉપહાર ગૃહો, સિનેમા ગૃહો, નાટ્ય ગૃહો, નાની-મોટી દુકાનો ખાલી છે પણ બહાર પોલીસોનો કાફલો છે.

જે રસ્તાઓ અને ધોરી માર્ગો ઉપર પવન વેગે દોડી જતાં વાહનોની વણથંભી વણઝાર હતી તે એકાંતની ચાદર ઓઢીને સૂતા છે.

દર ૨-૩ મીનીટે માણસોના ટોળાઓ ભરીને  દોડતી ટ્રેનો ખામોશ થઈને રેલવેના યાર્ડ માં શોકાતૂર અને મૌન થઈને ઊભી છે.

ટ્રેન, વાહન-વ્યહારથી  જોડાયેલા દૂરના શહેરો એક-બીજાથી છેડો ફાડીને બેઠા છે; કોઈ એક શહેરથી બીજામાં જઈ શકતું નથી.  

989

Read more

નામાવલી માં થી  નામ-શેષ થઇ રહેલાં  નામો

Feb 16, 2024 07:48 PM, Harish Panchal - Hriday

અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.

1050

Read more

ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ

Feb 16, 2024 07:53 PM, Harish Panchal - 'Hriday'

માના ખોળા માંથી ઘરના ઓરડાઓમાં;  ઘરથી શહેરના,

શહેરથી જીવનના; જીવનથી સ્મશાનના,

સ્મશાનથી પાછા બીજી મા ના ગર્ભમાં

1099

Read more

સુખની પાછળ અમે કેટલું ભમ્યા?

Feb 16, 2024 08:14 PM, Harish Panchal

આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએસંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો?  બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?

1039

Read more

યશોદા આજે પણ જીવે છે

Oct 06, 2019 10:54 PM, Harish Panchal

આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છેઆપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ  છીએ કે કૃષ્ણ આપણી આસપાસ  ક્યાંક છેકેટલાં  જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યાકેટલી  મૂર્તિઓના પગે માથું ટેકવીફળફૂલદૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.

1503

Read more

મળ્યો નિચોડ આપણા જન્મોનો

Feb 16, 2024 09:17 PM, Harish Panchal

રવીઅથવા સોમતો કદીક ગુરુ અથવા શુક્રઆમ જ આપણે અહીં આવતા રહ્યા,

આગળ-પાછળના આવા જ કોઈ ક્રમમાં જીવતા રહ્યા,

શરીરથી વિખુટા, મર્યા પછી થતા રહ્યાઅને ફરી પાછા આવતા રહ્યા.

શરીરોની આ આવન-જાવન, અને એ બે વચ્ચે દેહ વગરના અજ્ઞાતવાસ,

1035

Read more

દિવસો જુદાઈના જાય છે

Feb 16, 2024 08:21 PM, Harish Panchal

જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,

પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં. 

શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને  સમજાવી ન શક્યા,

માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.

925

Read more

જીવનના આ રસ્તાઓ  ....

Feb 16, 2024 08:17 PM, Harish Panchal

જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.

પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?

ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,

તો ક્યારેક થોડું હસી લેવાનું.

1027

Read more

જાગો! સાંભળો! કોઈ આપણને પોકારી રહ્યું છે,

Feb 16, 2024 08:51 PM, Harish Panchal

મનમાં ઘવાયેલી લાગણીઓ, સહન કરેલા અત્યાચારો જાણે બળવો પોકારી રહ્યા છે. મૌન ચિત્કારો જોર શોરથી પોકારી રહ્યા હોવાનો અહેસાસ થાય છે: “और नहीं, बस और नहीं, गमके प्याले और नहीं..” અને ત્યારે અંદરથી એક અવાજ ઉભરતો સંભળાય છે:

1019

Read more

ચાલો, ભારત માતા બોલાવે છે...

Feb 16, 2024 08:54 PM, Harish Panchal

આપણે ચાલીએ સાથે ચાલો,

હાથોમાં એકમેકના લઈને હાથો. 

તોડવા બેડી ગુલામીની એક ‘સાચા’ ગાંધીએ ભેખ લીધેલો,

થયેલો ત્યારે દેશ આઝાદ જયારે મર્યા’તા કેટલાં ય સ્વરાજ-સૈનિકો.

832

Read more

આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?

Feb 17, 2024 06:02 PM, Harish Panchal

સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છેનાના બાળકોને એમની મા ઊઠાડે છેજીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છેજયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા  ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.

954

Read more

અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર

Feb 16, 2024 09:00 PM, Harish Panchal

જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.

જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.

માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.

917

Read more

साजन के घर जाना है

Feb 17, 2024 05:49 PM, Harish Panchal

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.

982

Read more