કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમનગીનીઓ શાને ?
ભાગ ૧
એક ઉમદા ગઝલકારને એમની વિદાય પછી “હૃદય-સ્પર્શ” દ્વારા અપાયેલી આ શ્રધ્ધાંજલિ હૃદય-સ્પર્શી હોવા છતાં લાંબી હોઈને આ આખી કૃતિ બધું મળીને ૪ ભાગમાં આપ સહુ સમક્ષ રજુ થઇ રહી છે. આજથી શરુ કરીને બીજા ત્રણ દિવસોમાં આ શ્રુંખલા સમાપ્ત થશે. દરેક યુગમાં મહાન કળાકારો પૃથ્વી ઉપર અવતરતા રહે છે. એમના જીવનકાળ દરમ્યાન કળાની, સાહિત્યની અને માનવતાની સેવા કરીને તેઓ વિદાય લે છે. પણ એમના ઊંચા કર્મો દ્વારા એમણે પ્રસારેલી સેવાની સુગંધ અને પ્રગટાવેલી મશાલના અજવાળાં વર્ષો સુધી માનવ હૈયાંને પ્રકાશિત કરતાં રહે છે.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી ઉભરે છે ગમગીનીઓ શાને ?
કોઈક તો શોધો અને પૂછો કરમાયેલા એ કવિઓને,
અથવા ગુમરાહ થઇ ભૂલાઈ ગયેલા ગઝલકારોને,
"દુ:ખોની સિમેન્ટ વડે બનાવ્યા જીવનના રસ્તાઓ શાને?
ખાલી અને ગુમનામ આલમની ગલીઓમાં માય્યુસી શાને?"
ગઢવીઓના ડાયરાઓમાં ધાડાં ને ધાડાં, કવિ-સંમેલનોમાં અડધી ખુરશીઓ ખાલી
મદિરાથી છલકાતી મહેફિલોમાં શ્વાસ લેવાય ના, મુશાયરાઓમાં શાયરી રડે છાની
ચાલો જોઈએ જિંદગી આજે કોઈ કવિ કે શાયરની, સાંભળીએ શેરો કે પંક્તિઓ ગઝલની
પાન ખાઈને કે જિંદગીનો માર ખાઈને હસતો ચહેરો, પણ શેરો-શાયરીમાં વહેતી ગમગીન કહાની.
એમના શેરોમાં હતી ‘બરકત’ અને નામ ‘વિરાણી’; એમના મસલામાં હતું તોફાન અને ઉપનામ ‘બેફામ’.
હતી આગવી એક છટા ગાવાની અને ગઝલના દરેક શેરમાં હૈયું વીંધી નીકળે આરપાર, હતાં એવા બાણ.
આવો, એમણે સાહિત્યની દુનિયાને આપેલી કૃતિઓ માટે એવાજ પ્રેમથી આપણે કરીએ એમને યાદ.
એમની ગઝલ છે બહુ લાંબી તેથી મારી આ પહેલી રજુઆત સાથે રજુ કરીશું બીજા ત્રણ ભાગ.
“હૃદય-સ્પર્શ” (૪ ભાગમાં નો ૧ લો ભાગ સમાપ્ત)
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ 3
બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.
મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,
કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૪
મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,
કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”
જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!
બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .
આશીર્વાદો અને નિસાસાઓની વનરાઈઓ માં
‘આશીર્વાદ’, ‘શ્રાપ’ અને ‘નિસાસા’ જેવા શબ્દો કદાચ માનવ જાતનો જન્મ થયો હશે ત્યારથી જ પ્રસ્થાપિત થયા હશે એમ માનવાને મન પ્રેરાય છે. આપણે કોઈને પણ માટે એવું કામ કરીએ જેના ફળ સ્વરૂપે એ વ્યક્તિને લાભ થાય અથવા એ કોઈ પણ જાતની તકલીફમાં હોય તો એમાંથી રાહત મળે ત્યારે કુદરતી રીતે જ એના હૈયામાં આપણે માટે એક કુણી લાગણી ઉદ્ભવતી હોય છે. “મારે માટે જેણે પણ આ સત્કાર્ય કર્યું હોય ભગવાન એનું ભલું કરજો.” ભલે આ શબ્દો બોલાયા નહીં હોય છતાં આ મૌન શબ્દોમાં ગૂંથાયેલી ભાવનાની નોંધ ઈશ્વર લેતો હોય છે અને આપણા કર્મના ‘જમા-ખાતામાં’ પૂણ્ય ની મૂડી ઉમેરતો હોય છે. આ છે ‘આશીર્વાદ’.
આથી વિરુદ્ધ આપણે કોઈને દુ:ખી કર્યા હોય તો એમના હૈયામાંથી નીકળેલા નિસાસા આપણા જીવનને નકારાત્મક અને હાનીકારક દિશામા ખેંચી જતા હોય છે. આપણે કરેલાં કોઈ વિધાનો, કોઈની સાથે કરેલો ગેર-વર્તાવ, વિચાર, વાણી અથવા વર્તન દ્વારા બીજાઓને પહોંચાડેલાં દુ:ખ, હાની, નુકસાન, આઘાત, જેવી નકારાત્મક લાગણીઓ આહત પામેલા લોકોના હૈયામાંથી નિસાસા વહેતા મુકે છે. જેમની લાગણીઓ દુભાઈ હોય અથવા જેમનું નુકસાન થયું હોય તેઓ ફરિયાદ કરે અથવા ગમ ખાઈને અપમાનનો ઘૂંટ ગળીને બેસી રહે છતાં એમના હૈયામાંથી ઉઠેલા નિસાસા પ્રતિશોધ લેવાનું ચૂકતા નથી હોતા.
મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
ચાલો, ભારત માતા બોલાવે છે...
આપણે ચાલીએ સાથે ચાલો,
હાથોમાં એકમેકના લઈને હાથો.
તોડવા બેડી ગુલામીની એક ‘સાચા’ ગાંધીએ ભેખ લીધેલો,
થયેલો ત્યારે દેશ આઝાદ જયારે મર્યા’તા કેટલાં ય સ્વરાજ-સૈનિકો.
{{commentsModel.comment}}