કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૪

Feb 16, 2024 05:23 PM - Harish Panchal ('hriday')

922


આ સાથે આદરણીય સ્વ. બરકત વિરાણી (‘બેફામ’) ને ‘હૃદય-સ્પર્શ તરફથી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા  લખાયેલી સ્નેહાંજલી વિરામ લેશે. ૨૫ નવેમ્બર ૧૯૨૩ થી ૨ જાનુઆરી ૧૯૯૪ સુધી ના જીવનકાળ દરમ્યાન સાહિત્યની દુનિયામાં ‘ગઝલની ગલીઓમાં મહદ અંશે એમની સફર રહી હતી.  એમણે  પોતે રચેલી  ગઝલોના થોડા સંગ્રહો પણ પ્રકાશિત થયેલા છે. એમના શબ્દો તો અસરકારક હતા જ. પણ એ ઉપરાંત  ‘સ્વ. મુકેશ જેવા એમના અવાજમાં જે રાગ થી તેઓ પોતાની ગઝલો ગાતા, એ એમણે પોતાના જીવનમાં અનુભવેલા દુ:ખો અને ફરિયાદોની છાપ  શ્રોતાઓના હૈયા ઉપર છોડી જતા. આવા કલાકારો સાહિત્ય અથવા સંગીતના જે ક્ષેત્રમાં કાર્યરત રહ્યા હોય તે  ક્ષેત્રમાં  પોતાનું એક કાયમી સ્થાન છોડી જતા હોય છે. આ જ કારણથી “હ્ર્કદય-સ્પર્શ ની web-ભૂમિ ઉપરથી સ્વ. બરકત વિરાણી (‘બેફામ’) ને સ્નેહાંજલી આપવાની પ્રેરણા થઇ. એમની ગઝલની એક પંક્તિ જેણે શ્રોતાઓના અને વાંચકોના હૈયા પર જીવનની સચ્ચાઈની મહોર મારી દીધી તે હતી:

 

“રડ્યા ‘બેફામ સહુ મારા મરણપર એ જ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી .”

 

આમ તો ગઝલોની દુનિયામાં બીજા પણ બહુ સારા ગઝલકારો થઇ ગયા છે, જેમની પોતાની આગવી શૈલી હતી. એ સહુને પણ અંત:કરણથી પ્રણામ.  આવો, હવે બેફામની  ગઝલ-યાત્રાની પૂર્ણાહૂતિ તરફ આગળ વધીને એમને સ્નેહભરી અંજલી આપીએ.

 

અમારી આ તરસ અને ભૂખનું બસ એ જ કારણ છે,

કે આંસુ પી નથી શકતા, કે ગમ ખાઈ નથી શકતા .

 

મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,

કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”

 

જુઓ બેફામ આ મારું મરણ કેવું નિખાલસ છે!

બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .

 

કોઈના દ્વારપર હું જાઉં એ ઔદાર્ય છે મારું ,

ફકીરોને નહીં તો કોણ અહીં આવકારે છે?

 

મળ્યું જેને મરણ એ ભાગ્યશાળી થઇ ગયા ‘બેફામ’

જે વંચિત રહી ગયા એ આંખમાંથી આંસુ સારે છે.

 

બિછાવ્યાં તો નથી એમાં ય કાંટા કોઈએ બેફામ,

મરણ પહેલાં જરા હું જોઈ લઉં મારી કબર ક્યાં છે?

 

જીવનમાં કોણ જાણે કેટલો તરસ્યો હતો બેફામ?

બધાં આવીને રેડી જાય છે તુરબત પર પાણી .

 

વિકટ મારી જીવનસફરમાં તમે જે,

નથી સાથ દીધો એ સારું કર્યું છે

તમે છો સુખી એટલી કલ્પનાથી

મને સહુ મુસીબતમાં રાહત રહેશે.

 

કાંટા  ખૂંચે છે એનું કશું દુ:ખ નથી મને,

સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે.

 

કદી મારા જીગરમાં એ રીતે ના આવશો કોઈ

તમે જ્યાં છાપ પાડી હોય ત્યાં મારા જખમ નીકળે.

 

નમક છાંટ્યું હશે શાયદ કોઈએ દિલના જખ્મો પર,

કદાચિત એટલા માટે જ ખારાં થઇ ગયાં આંસુ .

 

મરણમાં સહુએ મળવા આવશે, સંતોષ છે ‘બેફામ,

જીવનની આખરી પળ તો મજાની મેળવી લઈશું !

 

લ્યો, બોલીને તમે પણ મિત્રતા પૂરી કરી નાખી,

લ્યો, મેં પણ ચૂપ રહી પૂરી વફાદારી કરી લીધી.

 

તું આ જગતના અનુભવ ભૂલી ના જા, ‘બેફામ,

મરણની બાદ ખુદાને હિસાબ દેવો છે.

 

મને જ્યારે સુખ મળ્યું ત્યાં સાથ એનો દઈ ગયા મિત્રો,

હસીને હર્ષનો હિસ્સો મળ્યો તે લઇ ગયા મિત્રો,

મગર એક જ દશા પૂરતી હતી નહીં એ વફાદારી,

દુ:ખી હું થઇ ગયો ત્યારે ય હર્ષિત થઇ ગયા મિત્રો .

 

 

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

(૪ ભાગોની આ શ્રેણીનો ભાગ ૪ થો સમાપ્ત )

અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર

Feb 16, 2024 09:00 PM - Harish Panchal

જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.

જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.

માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.

918

Read more

આશીર્વાદો અને નિસાસાઓની વનરાઈઓ માં

Feb 16, 2024 06:33 PM - Harish Panchal ('hriday')

‘આશીર્વાદ’, ‘શ્રાપ’ અને ‘નિસાસા’ જેવા શબ્દો કદાચ માનવ જાતનો જન્મ થયો હશે ત્યારથી જ પ્રસ્થાપિત થયા હશે એમ માનવાને મન પ્રેરાય છે.  આપણે કોઈને પણ માટે એવું કામ કરીએ જેના ફળ સ્વરૂપે એ વ્યક્તિને લાભ થાય અથવા એ કોઈ પણ જાતની તકલીફમાં હોય તો એમાંથી રાહત મળે ત્યારે કુદરતી રીતે જ એના હૈયામાં આપણે માટે એક કુણી લાગણી ઉદ્ભવતી હોય છે.  “મારે માટે જેણે પણ આ  સત્કાર્ય  કર્યું હોય ભગવાન એનું ભલું કરજો.” ભલે આ શબ્દો બોલાયા નહીં હોય છતાં આ મૌન શબ્દોમાં ગૂંથાયેલી ભાવનાની નોંધ ઈશ્વર લેતો હોય છે અને આપણા કર્મના ‘જમા-ખાતામાં’ પૂણ્ય ની  મૂડી ઉમેરતો  હોય છે. આ છે ‘આશીર્વાદ’.

આથી વિરુદ્ધ આપણે કોઈને દુ:ખી કર્યા હોય તો એમના  હૈયામાંથી નીકળેલા નિસાસા આપણા જીવનને નકારાત્મક અને હાનીકારક દિશામા ખેંચી  જતા હોય છે.  આપણે કરેલાં  કોઈ વિધાનો, કોઈની સાથે કરેલો ગેર-વર્તાવ, વિચાર, વાણી અથવા વર્તન દ્વારા બીજાઓને પહોંચાડેલાં દુ:ખ, હાની, નુકસાન, આઘાત, જેવી નકારાત્મક લાગણીઓ આહત પામેલા લોકોના હૈયામાંથી નિસાસા વહેતા મુકે છે.  જેમની લાગણીઓ દુભાઈ હોય અથવા જેમનું નુકસાન થયું હોય તેઓ ફરિયાદ કરે અથવા ગમ ખાઈને અપમાનનો ઘૂંટ ગળીને બેસી રહે છતાં એમના હૈયામાંથી ઉઠેલા નિસાસા પ્રતિશોધ લેવાનું ચૂકતા નથી હોતા.

1006

Read more

साजन के घर जाना है

Feb 17, 2024 05:49 PM - Harish Panchal

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.

983

Read more

જાગો! સાંભળો! કોઈ આપણને પોકારી રહ્યું છે,

Feb 16, 2024 08:51 PM - Harish Panchal

મનમાં ઘવાયેલી લાગણીઓ, સહન કરેલા અત્યાચારો જાણે બળવો પોકારી રહ્યા છે. મૌન ચિત્કારો જોર શોરથી પોકારી રહ્યા હોવાનો અહેસાસ થાય છે: “और नहीं, बस और नहीं, गमके प्याले और नहीं..” અને ત્યારે અંદરથી એક અવાજ ઉભરતો સંભળાય છે:

1020

Read more

જીવનના આ રસ્તાઓ  ....

Feb 16, 2024 08:17 PM - Harish Panchal

જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.

પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?

ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,

તો ક્યારેક થોડું હસી લેવાનું.

1028

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.