અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર
જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.
જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.
માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.
પછી ઘર બદલાયું, જીવનના સાથીઓ બદલાયા, પતિ જીવનસાથી બનીને આવ્યા.
જેઓ પોતાની સાથે સાથે આશાભરી ‘અર્ધાંગીનીઓ’ને લાવ્યા.
‘સંસારના રસ્તાઓ’ જ પછી જીવનના રસ્તાઓ બની ગયા.
હતી કેટલી ય અપેક્ષાઓ, પણ ક્યારેક પ્રેમ મળ્યો, ક્યારેક ઉપેક્ષા તો ક્યારે અનાદર અને નિરાશા.
સાસરિયા અને જીવનસાથી ઉપરાંત બીજા પણ મુસાફરો સફરમાં જોડાયા, બાળકો આવ્યા એમને વધાવ્યા.
એ સહુને પ્રેમ-લાગણી આપીને અમે ચાલતા રહ્યા, નિ:સ્વાર્થ ભાવે ચાહતા રહ્યા.
સફર અડધી બાકી હતી ત્યારે ‘જીવનસાથી’ હાથ છોડી, સાથ તોડીને એમને રસ્તે સિધાવ્યા.
માંડેલા સંસારની જવાબદારીઓને અવગણીને, હૈયાના બધા ઓરડાઓમાં ‘શૂન્યાવકાશ’ કરતા ગયા.
ઈશ્વરે આપેલા બાળકોને એમની સફરમાં કરવા’તા સ્થાયી, અને અમારી જીવન-દોરી પણ હતી લાંબી.
અહી બધું જ છોડીને ક્યાંક ભાગી જવું’તું પણ રસ્તાઓ બધા જ બંધ દીઠા,
એકાંત જીવનના અગાધ દરિયામાં ડૂબી જવું હતું પણ ઊઠતાં મોજાંઓ અમને કિનારે ધકેલતા રહ્યા.
હૈયું વલોવી રહેલા વમળોમાં ડૂબી જવું હતું પણ ઊંડાણ નહોતા મળ્યા.
સાથીઓ દૂર થતા ગયા, સહારાઓ સરકતા ગયા. બંધ થયેલી કેડીઓ પર બેસી જવું હતું પણ રસ્તાઓ ચાલતા જ રહ્યા.
મોટા થઈ ગયેલા બાળકોને એમની સફરમાં મૂકીને અમે ચાલતા રહ્યા, થાકતા ગયા તો પણ ચાલતા રહ્યા.
જવું હતું ક્યાં અને આવી પહોંચ્યા ક્યાં અને હવે કયે મુકામે જવાનું છે એનું સરનામું શોધતા રહ્યા.
અંતરમાં હતો વિચારોનો, દુ:ખોનો અને એકલતાની નિરાશામાંથી ઊઠતો રહેતો ભારેલા અગ્નિ જેવો ઘોંઘાટ.
અને હતા આંખ સામે માઈલો સુધી પથરાયેલા રસ્તાઓ, અમે બસ ચાલતા રહ્યા, લઈને મનનો ઉન્માદ.
હૈયામાં હતી એકલતા તો ય એકલા નહોતા; ચાલી રહ્યા હતા સાથે અમારા જ જેવા કંઇક કેટલા એકાકીઓ, એકલા, અટૂલા.
ત્યારે મનમાં થયું, સહુનો છે આ જ અંતિમ રાહ, શાંત થઈ ગયેલા જીવનની સંધ્યાના એકાકી રસ્તાઓ.
“એકલા જ આવ્યા મનવા, એકલા જ જવાના, સંગી વિના, સાથી વિના એકલા જવાના”
ઈશ્વરે રચેલી જીવનની આ ઘટમાળ , સાવ એકલી, અટૂલી અને એકાકી! આ જ છે રસ્તાઓ અહીંથી ગુજરી જવાના.
તો ચાલો, આપણે ચાલતા જ રહીએ, “એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા જ રહીને ભેરુ, થઈએ બધાના”
“સાથી વિના, સંગી વિના એકલા જવાના...!”
(https://www.youtube.com/watch?v=fRRO8aOepvQ).
આપણા જે આપણને છોડી ગયા છે, એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરતાં રહીએ અને ચાલતાં રહીએ.
(‘હૃદય-સ્પર્શ’ ની મારી website માટે લખેલી મારી આ કૃતિ તમારા હૃદયને સ્પર્શીને તમારા હૈયાને શાંતિ આપે એવી પ્રાર્થના.)
સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
યશોદા આજે પણ જીવે છે
આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છે. આપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ છીએ કે કૃષ્ણ આપણી આસપાસ જ ક્યાંક છે. કેટલાં ય જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યા, કેટલી ય મૂર્તિઓના પગે માથું ટેકવી, ફળ, ફૂલ, દૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૨
જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ’?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.
રડ્યા ‘બેફામ’ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.
નામાવલી માં થી નામ-શેષ થઇ રહેલાં નામો
અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.
{{commentsModel.comment}}