કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૨
સાવ સહેલું છે, તમે પણ મને એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
એ બધાં ના નામ દઈ મારે નથી થવું ખરાબ,
સારાં, સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
આ બધાં બેફામ આજે રડે છે મોતપર
એ બધાંએ જિંદગી આખી સતાવ્યો છે મને.
આ જમાનાના જુલમ, જગના સિતમ કોને કહું ?
છે જીવન મારું છતાં ય જીવવા નથી દેતા.
અહીંથી કોઈ પણ કાઢી નહીં શકશે મને ‘બેફામ’,
કબર કહેવાય છે જે એ ખરો આવાસ લાગે છે.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતા.
જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ’?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.
રડ્યા ‘બેફામ’ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઇન્તેઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.
સાથ મારા શત્રુનો લેવો પડ્યો એ કાર્યમાં,
મારા હાથે તો જીવન મારું મિટાવાયું નહીં.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યું મરવા પછી,
સહુ રડ્યા બેફામ, જયારે મુજથી રોવાયું નહીં.
તારા કદમમાં જાન ભલે દઈ શક્યો નહીં,
કમ એ ય તો નથી કે હું તારા વગર જીવ્યો.
‘બેફામ’, કેમ મોત ખુદાએ દીધું હશે ?
હું તો તમામ જિંદગી બદલા વગર જીવ્યો.
મરણ વખતે કર્યો તો નહીં હશે ઉપકાર મિત્રોએ?
મને ‘બેફામ’, કાં મારા કફનનો ભાર લાગે છે?
કબરને જોઇને દુ:ખ એ જ થાય છે, ‘બેફામ’,
કે મારે મરવું પડ્યું આટલી જગ્યા માટે.
એટલે તો મેં કોઈની પ્રીત સ્વીકારી નહીં,
એમ ના લાગે કે તારી લાગણી ઓછી પડી.
મારે સઘળી અલ્પતાનું તું જ કારણ છે ખુદા,
તું મહાન એવો થયો કે બંદગી ઓછી પડી.
(‘કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?’ ભાગ ૨ સમાપ્ત )
સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ
માના ખોળા માંથી ઘરના ઓરડાઓમાં; ઘરથી શહેરના,
શહેરથી જીવનના; જીવનથી સ્મશાનના,
સ્મશાનથી પાછા બીજી મા ના ગર્ભમાં
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
નામાવલી માં થી નામ-શેષ થઇ રહેલાં નામો
અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.
આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?
સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છે, નાના બાળકોને એમની મા ઊઠાડે છે, જીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છે, જયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.
{{commentsModel.comment}}