ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ
માના ખોળા માંથી ઘરના ઓરડાઓમાં; ઘરથી શહેરના,
શહેરથી જીવનના, જીવનથી સ્મશાનના
સ્મશાનથી પાછા બીજી મા ના ગર્ભમાં
હોસ્પિટલમાં જન્મ આપીને મા ઘરે લઇ આવી.
ગોદમાંથી ઘોડિયામાં, ઘોડીયામાંથી ઘૂંટણીયા, પછી ઓરડાઓમાં
ચાલતાં આવડ્યું પછી ચાલ્યા કર્યું. ચાલતાં, ચાલતાં જ્યાં પહોંચ્યા એ રસ્તાઓ હતા શહેરના.
આંગળી પકડીને મારી લઇ ગયા બાળમંદિરમાં આ જ રસ્તાઓ. અને ત્યાંથી ગયા એ હતી શાળા.
વીત્યાં વર્ષો પાંચ, સાત, નહીં પણ અગિયાર, આ જ રસ્તાઓએ બાળક માંથી મને બનાવ્યો માણસ.
કપટી, ખટપટી, અટપટી આ દુનિયામાં મિત્રો સાથે, શત્રુ સાથે, કેમ જીવવું મને શીખવ્યું આ રસ્તાઓએ.
ભવ્ય હતી એ કોલેજ, એ ઉપરાંત સખીઓ સાથે જતા, એ મોટા mall મને લઇ ગયા પ્યારના રસ્તાઓપર
એ જ રસ્તાઓ લઇ ગયા મને marriage hall, અપાવી પત્ની, નોકરી અને અસંખ્ય જવાબદારીઓ.
હું ચાલતો રહ્યો, ચાલતો રહ્યો, વર્ષો ના વર્ષો ચાલ્યો.. બાળકો, ભણતર, લગ્ન, અને એ જ રસ્તાઓ.
થયો બીમારીનો સાથ, હૃદયનો એ વાંક. એ જ રસ્તાઓ લઇ આવ્યા હોસ્પીટલમાં, મેં લીધો છેલ્લો શ્વાસ.
હતા એ જ રસ્તાઓ જેના પર મિત્રો-સ્વજનો લઇ ગયા સ્મશાનમાં સામેલ થઈને મારી અંતિમ યાત્રામાં
પછીની સફર પણ હતી મારી જ, પણ સ્મશાનથી અંતરીક્ષ સુધીના રસ્તાઓની મને કોઈ ભાળ નહોતી.
ત્યાં હું ક્યાં રહ્યો, કેટલું રહ્યો, કંઈ ખબર નથી, પણ જાગ્યો ત્યારે જાણ્યું, મારી નવી મા ના ગર્ભમાં હતો.
મિત્રો, આ રસ્તાઓ ઉપર આપણે જન્મો, જનમ થી ચાલતા રહ્યાં છીએ. દુ:ખોમાં અટવાયા છીએ,
તો ચાલો એવું કંઇક કરીએ, એવું જીવી જઈએ જેથી પાછા નાં ફરીએ જીવનના આ રસ્તાઓ ઉપર.
જ્ઞાન, ભક્તિ, કર્મ-યોગ અને કર્મ-સન્યાસ યોગ જીવતા જઈએ,જેથી :
पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्।
इह संसारे बहुदुस्तारे, कृपयाऽपारे पाहि मुरारे ... (भज गोविन्दम श्लोक २१)
ખોવાયેલી બેનડીની રાખડી
જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,
અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં
એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.
હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા
માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.
આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?
સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છે, નાના બાળકોને એમની મા ઊઠાડે છે, જીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છે, જયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ 3
બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.
મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,
કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.
હવે તેઓ રહ્યા નથી
અમે એમને વળાવ્યા પણ નથી
હવે તેઓ રહ્યા નથી.
સદેહે અહીં, હાજર નથી.
શહેરથી, અટપટા લોકોના સમાજથી, પહેલેથી જ અમે દૂર હતા .
તેઓ આધ્યાત્મ માર્ગના યાત્રી હતા.
હું એમની પાછળ હતી. તેઓ મારા ગુરુ હતા.
સમાજથી દૂર હોવા છતાં તેઓ સાચા જનસેવક હતા.
નીતિ અને આધ્યાત્મના માર્ગે દુ:ખી જનોની સેવા કરતા.
કોરોનાની આ મહામારીમાં કેટલાં ય ને હોસ્પીટલમાં મૂકી આવતા.
{{commentsModel.comment}}