હવે તેઓ રહ્યા નથી
અમે એમને વળાવ્યા પણ નથી
હવે તેઓ રહ્યા નથી.
સદેહે અહીં, હાજર નથી.
શહેરથી, અટપટા લોકોના સમાજથી, પહેલેથી જ અમે દૂર હતા .
તેઓ આધ્યાત્મ માર્ગના યાત્રી હતા.
હું એમની પાછળ હતી. તેઓ મારા ગુરુ હતા.
સમાજથી દૂર હોવા છતાં તેઓ સાચા જનસેવક હતા.
નીતિ અને આધ્યાત્મના માર્ગે દુ:ખી જનોની સેવા કરતા.
કોરોનાની આ મહામારીમાં કેટલાં ય ને હોસ્પીટલમાં મૂકી આવતા.
એકવાર કોઈને મૂકતા આવ્યા અને કોરોનાને સાથે લેતા આવ્યા.
કોઈ એક જે હોસ્પીટલમાંથી સાજા થયેલા તેઓ જ એમની વહારે આવ્યા,
એમને હોસ્પીટલમાં દાખલ કરી માનવતાની ભેટ દેતા ગયા.
એ એક રાત હતી “જો હું છું ને!” એવું ઈશ્વર સ્વપ્નમાં કહેતા ગયા.
બીજી સવારે TV ના સમાચાર અશુભ એવી ખબર દેતા ગયા,
“રાત્રે લાગેલી એ હોસ્પીટલની આગમાં કોરોનાના દર્દીઓ બળીને ખાખ થયા.”
તેઓ પણ એમાંના એક હતા, જે જનસેવક થઇ બીમારોને ત્યાં મૂકવા જતા’તા.
એ મારા જીવનસાથી, લોકોના દુ:ખભંજન, મારા એક માત્ર નાનકાના પિતા હતા.
ભસ્મીભૂત થયેલા એ મકાનમાં કેટલી ય લાશોની રાખ હતી, એમની ક્યાં હશે એના એંધાણ નહોતા.
હવે એમનું અસ્તિત્વ નથી, એમના અસ્થી નથી, કે નથી એમના હોવાના કોઈ પૂરાવા.
મારી આંખોમાં આંસૂ, પણ મારું જ દૂધ પી રહેલા મારા નાનકાની નાની આંખોમાં મોટી આશા,
“તેઓ ક્યારે તો પાછા આવશે” એ આશાએ છાતીમાં દુ:ખના ભાર છતાં, અમે નથી એમને વળાવ્યા .
(જીવનમાં ક્યારેક બની જતી દુર્ઘટનાઓ આઘાતના કેટલાં ઊંડાણમાં આપણને છોડી જતી હોય છે, જેનો અંદાજ
તેઓ જ કાઢી શકે જેમના જીવનની દિશા આવી દુર્ઘટનાઓ પછી સમૂળગી બદલાઈ જતી હોય છે. જેમના પણ
જીવનમાં આવી આઘાતજનક ઘટનાઓ ઘટી હોય એમને રચનાત્મક જીવનમાં ફરી પાછા સ્થાયી કરવા ઈશ્વરને પ્રાર્થના. )
આશીર્વાદો અને નિસાસાઓની વનરાઈઓ માં
‘આશીર્વાદ’, ‘શ્રાપ’ અને ‘નિસાસા’ જેવા શબ્દો કદાચ માનવ જાતનો જન્મ થયો હશે ત્યારથી જ પ્રસ્થાપિત થયા હશે એમ માનવાને મન પ્રેરાય છે. આપણે કોઈને પણ માટે એવું કામ કરીએ જેના ફળ સ્વરૂપે એ વ્યક્તિને લાભ થાય અથવા એ કોઈ પણ જાતની તકલીફમાં હોય તો એમાંથી રાહત મળે ત્યારે કુદરતી રીતે જ એના હૈયામાં આપણે માટે એક કુણી લાગણી ઉદ્ભવતી હોય છે. “મારે માટે જેણે પણ આ સત્કાર્ય કર્યું હોય ભગવાન એનું ભલું કરજો.” ભલે આ શબ્દો બોલાયા નહીં હોય છતાં આ મૌન શબ્દોમાં ગૂંથાયેલી ભાવનાની નોંધ ઈશ્વર લેતો હોય છે અને આપણા કર્મના ‘જમા-ખાતામાં’ પૂણ્ય ની મૂડી ઉમેરતો હોય છે. આ છે ‘આશીર્વાદ’.
આથી વિરુદ્ધ આપણે કોઈને દુ:ખી કર્યા હોય તો એમના હૈયામાંથી નીકળેલા નિસાસા આપણા જીવનને નકારાત્મક અને હાનીકારક દિશામા ખેંચી જતા હોય છે. આપણે કરેલાં કોઈ વિધાનો, કોઈની સાથે કરેલો ગેર-વર્તાવ, વિચાર, વાણી અથવા વર્તન દ્વારા બીજાઓને પહોંચાડેલાં દુ:ખ, હાની, નુકસાન, આઘાત, જેવી નકારાત્મક લાગણીઓ આહત પામેલા લોકોના હૈયામાંથી નિસાસા વહેતા મુકે છે. જેમની લાગણીઓ દુભાઈ હોય અથવા જેમનું નુકસાન થયું હોય તેઓ ફરિયાદ કરે અથવા ગમ ખાઈને અપમાનનો ઘૂંટ ગળીને બેસી રહે છતાં એમના હૈયામાંથી ઉઠેલા નિસાસા પ્રતિશોધ લેવાનું ચૂકતા નથી હોતા.
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમનગીનીઓ શાને ?
ભાગ ૧
એક ઉમદા ગઝલકારને એમની વિદાય પછી “હૃદય-સ્પર્શ” દ્વારા અપાયેલી આ શ્રધ્ધાંજલિ હૃદય-સ્પર્શી હોવા છતાં લાંબી હોઈને આ આખી કૃતિ બધું મળીને ૪ ભાગમાં આપ સહુ સમક્ષ રજુ થઇ રહી છે. આજથી શરુ કરીને બીજા ત્રણ દિવસોમાં આ શ્રુંખલા સમાપ્ત થશે. દરેક યુગમાં મહાન કલાકારો પૃથ્વી ઉપર અવતરતા રહે છે. એમના જીવનકાળ દરમ્યાન કળા ની, સાહિત્યની, માનવતાની સેવા કરીને તેઓ વિદાય લે છે. પણ એમના ઊંચા કર્મો દ્વારા એમણે પ્રસારેલી સેવાની સુગંધ અને પ્રગટાવેલી મશાલના અજવાળાં વર્ષો સુધી માનવ હૈયાંને પ્રકાશિત કરતાં રહે છે.
યશોદા આજે પણ જીવે છે
આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છે. આપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ છીએ કે કૃષ્ણ આપણી આસપાસ જ ક્યાંક છે. કેટલાં ય જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યા, કેટલી ય મૂર્તિઓના પગે માથું ટેકવી, ફળ, ફૂલ, દૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.
{{commentsModel.comment}}