દિવસો જુદાઈના જાય છે

Feb 16, 2024 08:21 PM - Harish Panchal

925


જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,

પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.

 

શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને  સમજાવી ન શક્યા,

માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.

 

સાહિત્ય અને ગઝલોના જગતમાં સદગત ‘ગની દહીવાલા’ વ્યકત કરતા ગયા,

ઉતાર ચઢાવ જીવનના, ખામીઓ અને ત્રુટીઓને  તેઓ લખતા રહ્યા, જીવતા ગયા.

 

એમનો કાવ્ય સંગ્રહ એવો “હોય, ના હોય વ્યક્તિ અને એનું નામ બોલાયા કરે”

એમની ઓળખ માટે છોડતા ગયા ૭૮ વર્ષની વયે એમણે વિદાય લીધી ત્યારે.

 

જીવનમાં સહી ન જાય જુદાઈ’ પછી બધી ગતિ નિરાળી, જીવન લાગે ખાલી  ,

 જેમ કહી ગયા ‘ગની’ “ન રહી શકાય જીવ્યા વિનાન ટકી શકાય જીવન સુધી   

ચાલો, આપણે એમના આત્માને મળી લઈએ, એમની કવિતા દ્વારા અને એમના પોતાના અવાજ દ્વારા:

કવિતા:

“દિવસો જુદાઈના જાય છેએ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશેહવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતુંફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિમને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગીકહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિનાન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાંન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમઅમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પરઅમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયુંકે પવન ન જાય અગન સુધી.”

એમની જ ગાયેલી કવિતા દ્વારા: https://www.youtube.com/watch?v=VB18Ey7mSyw

જીવનના આ રસ્તાઓ  ....

Feb 16, 2024 08:17 PM - Harish Panchal

જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.

પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?

ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,

તો ક્યારેક થોડું હસી લેવાનું.

1028

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમનગીનીઓ શાને ?

ભાગ ૧

Feb 16, 2024 05:30 PM - Harish Panchal ('hriday')

એક ઉમદા ગઝલકારને એમની વિદાય પછી “હૃદય-સ્પર્શ” દ્વારા અપાયેલી આ શ્રધ્ધાંજલિ હૃદય-સ્પર્શી હોવા છતાં લાંબી હોઈને આ આખી કૃતિ બધું મળીને ૪ ભાગમાં આપ સહુ સમક્ષ રજુ થઇ રહી છે. આજથી શરુ કરીને બીજા ત્રણ દિવસોમાં આ શ્રુંખલા સમાપ્ત થશે. દરેક યુગમાં મહાન કલાકારો પૃથ્વી ઉપર અવતરતા રહે છે. એમના જીવનકાળ દરમ્યાન કળા ની, સાહિત્યની, માનવતાની સેવા કરીને તેઓ વિદાય લે છે. પણ એમના ઊંચા કર્મો દ્વારા એમણે પ્રસારેલી સેવાની સુગંધ અને પ્રગટાવેલી મશાલના અજવાળાં વર્ષો સુધી માનવ હૈયાંને પ્રકાશિત કરતાં રહે છે.  

933

Read more

સુખની પાછળ અમે કેટલું ભમ્યા?

Feb 16, 2024 08:14 PM - Harish Panchal

આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએસંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો?  બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?

1040

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૪

Feb 16, 2024 05:23 PM - Harish Panchal ('hriday')

મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,

કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”

 

જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!

બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .

922

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૨

Feb 16, 2024 05:37 PM - Harish Panchal ('hriday')

જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ?

કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.

 

રડ્યા ‘બેફામ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.

હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.

728

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.