વિચારો, જીવન યાત્રા માટે... THOUGHTS FOR LIFE
શરીરની સફર દરમ્યાન મન શંકા-કુશંકાઓમાં અટવાતું હોવાનું આપણે સહુએ અનુભવ્યું હશે. "આપણી ઓળખ શું છે?", "આપણે અહીં શા માટે છીએ?", "આપણે ક્યાં જઈ રહ્યા છીએ?",...... કોઈ વાર આવા મનમાં ઊઠતાં ઘણા પ્રશ્નો અથવા મૂંઝવણોનું નિરાકરણ કોઈક ટૂંકા અને નાના વિચારોમાંથી મળી જતું હોય છે. એવા વિચારો ભલે ૩-૪ વાક્યોના હોય, પણ જેમ જેમ એ મનમાં વાગોળાતાં જાય, એનું વિશ્લેષણ થતું જાય તેમ એ નાનકડા વિચારની પાછળ છુપાયેલો ગૂઢાર્થ સમજણમાં આવતો જતો હોય છે. તે સમજવાની સાથે મનમાં જ્ઞાનનો પ્રકાશ થતો અનુભવાય છે. ઘણી વાર આવા નાના અને ટૂંકા વિચારોમાં જીવનના પ્રશ્નોરૂપી તાળાંઓની ચાવી છુપાયેલી હોય છે. માનવ-જન્મ જેવાં મહામૂલાં જીવનને આગળ વધવામાં યોગ્ય વિચારોનો સથવારો રહે એ હેતુથી હૃદય-સ્પર્શની ભૂમિ ઉપરથી જીવન સંબંધિત પ્રેરણાદાયક વિચારો અવારનવાર રજુ કરવાનો ઉદ્દેશ છે.
જીવનની નાજુક પળોમાં
Mar 12, 2024 07:58 PM, Harish Panchal 'Hriday'
જીવનની નાજુક પળોમાં
હૈયાની લાગણીઓને વહેવા દઈએ
અમે ઘણા ઊંચે ગયા પણ
હૈયાના ઊંડાણમાં જોયું તો
નીચે જ હતા અમે.
Feb 29, 2024 08:08 PM, Harish Panchal 'Hriday'
બહુ ભણ્યા, ડીગ્રીઓ લીધી પણ જીવનના મૂલ્યોને ભૂલ્યા અમે.
બહુ કમાયા, કરોડો માં રમ્યા, તો ય કદી હાથ ઝાલ્યો નહીં કોઈનો
ઈશ્વરને બહુ ભજ્યા, દાન ઘણા કર્યા પણ ‘હરી’ હૈયે વસ્યો નહીં કદી ય.
બાળકોના ઊજવળ ભાવી અર્થે વિદેશ ગયા પણ નહીં ત્યાંનાં કે અહીંનાં રહ્યા અમે.
જનારા તો ચાલી જાય છે છતાં ...
Feb 21, 2024 11:59 AM, હરીશ પંચાલ 'હૃદય'
જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું છે.
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
Feb 19, 2024 09:07 PM, Harish Panchal ('hriday')
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
સહુ ઝંખે છે કંઈક
Feb 19, 2024 09:09 PM, Harish Panchal ('hriday')
સૂકાયેલાં ઝરણાં નદીને ઝંખે છે,
વિરાન નદીઓ સાગરને ઝંખે છે,
ઓટમાં ઉતેરેલો સાગર આકાશના પાણી ઝંખે છે,
આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..
Feb 20, 2024 04:30 PM, Harish Panchal ('hriday')
વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે
વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ .. આવો આપણે
સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં જોતા જઈએ
સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ .. આવો આપણે
તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે એક-બીજાને અંદર મઢીને હૈયાંને સીવી લઈએ
કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ ..આવો આપણે
ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે
મા તને પ્રણામ
Feb 22, 2024 12:22 PM, Harish Panchal ('hriday')
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
दिल ढूंढता है सहारे सहारे
Feb 22, 2024 12:33 PM, Harish Panchal ('hriday')
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
ખોળિયા વગરના હૈયાં - અને નામ વગરના સંબંધો
Sep 09, 2023 05:52 PM, Harish Panchal - Hriday
કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,
આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.
“जसं जीवन तसं नाव” .. “तुज़को चलना होगा”
Oct 27, 2019 11:45 PM, Harish Panchal
તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!
અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.
અમારી પાર્થના સાંભળ મા શમ્ભુ રાણી
Oct 06, 2019 10:40 PM, Harish Panchal
મા, અમે સહુ આ ધરતી ઉપર આવીને દુનિયાના રંગોમાં અટવાઈ ગયા છીએ. ધન, સામગ્રી, સુખ, સાહેબી, વોટ્સ-અપ , ફેસબૂક, ઇસ્ટાગ્રામ, લિન્ક્ડ-ઇન, ટ્વીટર , વગેરે માં ખોવાઈને ભૂલા પડી ગયા છીએ. સવારે, બ્રહ્મ મુહુર્ત માં વહેલા નથી ઉઠી શકાતું. છાપું વાંચવામાં, વોટ્સ-અપ ઉપર સહુને “શુભ દિવસ” ના સંદેશા મોકલવામાં તમારી માળા કરવાનો સમય નથી રહેતો.
સંસારની સફરના વહી ગયેલાં વહેણોમાંથી ઊઠેલી અંજલિ
Oct 06, 2019 10:43 PM, Harish Panchal
અમે મળ્યા હતા.
એકબીજાના થવા પહેલાં અમે હતા અજનબી..
સંસાર-સાગરની હોડીમાં બેઠા પછી થયા જીવનસાથી.
પછી વીત્યા મહિનાઓ, વીત્યાં અને વીતતાં ગયાં વર્ષો.
"થોડી ફરિયાદ કરી તો લઈએ!"
Oct 06, 2019 10:44 PM, Harish Panchal
ઝંખે છે
સૂકાયેલાં ઝરણાં નદીઓને,
વેરાન નદીઓ સાગરને,
ઉતરેલો સાગર ભીના વાદળોને.
તેઓ આજે ક્યાં હશે? ..
Jun 19, 2022 12:00 PM, Harish Panchal
આપણી સફર જયારે શરુ કરેલી આપણે, ત્યારે કેટલાં ય સ્નેહીઓને સાથે લઈને નીકળેલા?
એમાંથી આપણે કેટલાંય ને બેઠા કરવા આપણા હાથ આપેલા, કેટલાંઓએ આપણને બેઠા કરેલા?
કેટલાંયઓને વચનો આપેલા, કેટલાં લોકોએ આપણને વચનો આપેલા,
જીવનનો મર્મ
Oct 06, 2019 10:42 PM, Harish Panchal
આપણે આ પૃથ્વી ઉપર જન્મ લઈ છીએ અને અહીં જ દેહ છોડીને વિદાય લઈએ છીએ. આવન અને જાવન - આ બે બિંદુઓ વચ્ચેની નાનકડી સફર એ આપણી જિંદગી. આપણે આ પૃથ્વીપર આવેલા ત્યારે ખાલી હાથે આવેલા.
જીવનના આ રસ્તાઓને છોડીને જઈશું ત્યારે..
Oct 06, 2019 10:41 PM, Harish Panchal
જીવનના જે રસ્તાઓપર આપણે આખી જિંદગી ચાલતા રહેલા,
એના એક મુકામ ઉપર આપણી સફર પૂરી થશે.
એ પછી પણ એ રસ્તાઓ આગળ વધતા જ રહશે.
ત્યારે આપણે નહીં, આપણા બાળકો એમના પર ચાલતા હશે.
જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા
Oct 06, 2019 10:42 PM, Harish Panchal
પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.
આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.
જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.
જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
Oct 06, 2019 10:41 PM, Harish Panchal
જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી
પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી
કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી
ચિંતાઓ આપણને બાળે, પ્રાર્થનાઓ ચિંતાને બાળે.
Oct 06, 2019 10:44 PM, Harish Panchal
આપણા ઘરની, આપણા મકાનની, શેરીની, શહેરની, રાજ્યની, દેશની અને આપણા હૈયાની બારીની બહાર નજર કરીને ધ્યાનથી જોઈએ તો જણાય છે કે ક્યાંક અને ક્યાંક અરાજકતા, અશાંતિ, અજંપો, અસહિષ્ણુતા,નિરાશા અને મૂંઝવણો પ્રવર્તી રહી છે.
ઋતુઓ આવે અને જાય
Oct 06, 2019 10:44 PM, Harish Panchal
વસંત, ગ્રીષ્મ, વર્ષ, શરદ, હેમન્ત અને શિશિર
દર બે-ત્રણ મહિને પ્રકૃતિ બદલે ઋતુઓના ચીર,
ચઢતી, પડતી, આશા, નિરાશા, સુખ અને દુ;ખ જેવી
આવો, આપણે સમયના વહેણો સાથે ચાલતા રહીએ.
Oct 06, 2019 10:43 PM, Harish Panchal
સમયના વહેણો પોતાની ગતિથી વહે જાય છે.
એ વહેણ સાથે પૃથ્વી ઉપર આકાર લઈ રહેલી પ્રવૃત્તિઓ પણ પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધતી જાય છે.
વર્ષો પહેલાં આપણે જ્યાં હતા ત્યાંથી ઘણા માઈલો દૂર, ઉન્નતિના માર્ગે આવીને ઊભા છીએ.
‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !
Jun 01, 2019 09:00 PM, Harish Panchal
એક મહાન આત્માએ લીધી વિદાય.
એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.
દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.
એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.