ખોળિયા  વગરના હૈયાં -  અને નામ વગરના સંબંધો

Sep 09, 2023 05:52 PM - Harish Panchal - Hriday

1003


આજે શબ્દો મૌન છે, પણ અંદર લાગણીઓનો શોર છે,

કોને માટે એ ખબર નથી પણ જીવ કોઈક માટે બળે છે.  

 

કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,

આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.

 

બેઉ બાજુએથી અવાજ આવેલો: રોજ મળીશું, મળતાજ રહીશું,

મળતાં રહેલાં પણ ના તો એમણે, ના  તો અમે કંઈ પણ કહેલું.

 

મનની વાતો મનમાં જ રાખેલી, ના તો બેઉએ એકમેકને કહેલી,

“હૈયાં તો જાણે  છે એક-બીજાને, ઉતાવળ શાની?” કહીને પાછી ઠેલેલી.

 

હવે વીત્યાં દિવસો, મહિના અને વર્ષો, તેઓ ક્યાં છે એની ખબર નથી,

લાગણીઓ મૌન હતી, નિ:શબ્દ પ્રેમ હતો, કેટલો ઊંડો એની ખબર નથી.  

 

પ્રેમાળ એમનું હૈયું યાદ આવે છે પણ ખોળિયું કયું હતું, ક્યાં હશે, એ જડતું નથી,

ભલે નામ વગરનો, તો ય સંબંધ તો હતો, પણ સંબંધનું નામ શું હતું એ ખબર નથી.

 

આપણે ચાલીએ છીએ, જીવનના એ રસ્તાઓ ઉપર થોડું ચાલ્યા પછી સાથ શાને છૂટી જતા હશે ?

નામ વગરના એ સંબંધને અને ખોળિયા વગરના હૈયાંને મળવા આત્મા શાને ઉદાસ રહેતા  હશે?  

 

એમના વગર રસ્તાઓ કપાતા નથી, તો ય ચાલતા જ રહેવાનું, હજી સફર ઘણી છે લાંબી,

માણસો થી ઉભરાતી દુનિયામાં હજારો આવે અને જાય છતાં મન ના ઓરડાઓ રહે છે ખાલી.

ઋતુઓ આવે અને જાય

Oct 06, 2019 10:44 PM - Harish Panchal

વસંતગ્રીષ્મવર્ષશરદહેમન્ત અને શિશિર

દર બે-ત્રણ મહિને પ્રકૃતિ બદલે ઋતુઓના ચીર,

ચઢતીપડતીઆશાનિરાશાસુખ અને દુ;ખ જેવી

692

Read more

‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !

Jun 01, 2019 09:00 PM - Harish Panchal

એક મહાન આત્માએ લીધી વિદાય.

એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.

દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.

એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.

715

Read more

જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા

Oct 06, 2019 10:42 PM - Harish Panchal

પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.

આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.

જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.

888

Read more

અમારી પાર્થના સાંભળ મા શમ્ભુ રાણી

Oct 06, 2019 10:40 PM - Harish Panchal

મા, અમે સહુ આ ધરતી ઉપર આવીને દુનિયાના રંગોમાં અટવાઈ ગયા છીએ. ધન, સામગ્રી, સુખ, સાહેબી, વોટ્સ-અપ , ફેસબૂક, ઇસ્ટાગ્રામ, લિન્ક્ડ-ઇન, ટ્વીટર , વગેરે માં  ખોવાઈને ભૂલા પડી ગયા છીએ. સવારે, બ્રહ્મ મુહુર્ત માં વહેલા નથી ઉઠી શકાતું. છાપું વાંચવામાં, વોટ્સ-અપ ઉપર સહુને શુભ દિવસ ના સંદેશા  મોકલવામાં તમારી માળા કરવાનો સમય નથી રહેતો.

701

Read more

 

આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..

 

 

Feb 20, 2024 04:30 PM - Harish Panchal ('hriday')

વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે

વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ ..   આવો આપણે

 

સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં  જોતા જઈએ

 

સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ ..  આવો આપણે

 

 

તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે  એક-બીજાને અંદર મઢીને હૈયાંને  સીવી લઈએ  

 

કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો  જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ   ..આવો આપણે 

 

 

ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે 

 

893

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.