જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા

Oct 06, 2019 10:42 PM - Harish Panchal

888


જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા

 

પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.

આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.

જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.

આગળ ઉપરની જે સફર બાકી છે તે એના સમયે લઇ જશે જીવનના અંતિમ મુકામ સુધી.

આ જીવનના છેડા પાસે ઊભા છીએ ત્યારે અહેસાસ થયો કે હવે કિનારે આવીને ઊભા છીએ

અને આ મુસાફરીમાં આપણે એકલાં જ રહી ગયાં છીએ.

મા રહી નથી, પિતા રહ્યા નથી, વળાવી દીધેલી દીકરીઓ કે દીકરાઓ પાસે નથી.

જીવનની જે થોડી સફર બાકી છે તેમાં કોઈ સાથી વિના, સંગી વિના આપણે હવે એકલા જ છીએ.

શિથિલ થઈ ગયેલી કાયા સાથે બાકી રહેલા રસ્તાઓ ઉપર હજુ કેટલું ચાલવાનું છે એની ખબર નથી.

આ દુનિયામાં અવતરેલા ત્યારે પણ એકલા જ આવેલા.

આ આખું આયખું સુખને શોધવા પાછળ ગાળ્યું. સુખમાં હોઈએ ત્યારે ઈશ્વર યાદ આવતો નથી હોતો.

જુવાનીમાં ઈશ્વરને સાથે લીધો હોત તો આજે એ આપણી સાથે ચાલતો હોત! હવે એને કેમ કહેવાય?

“આપણા એકલા અને કિરતાર એકલો, એકલા જીવોનો એ આધાર એકલો.”

જીવન-સંધ્યાએ પહોંચેલી આપણી સફરમાં રાત પડવાને બહુ વાર નથી,

પણ જીવન છે ત્યાં સુધી તો ચાલતાં જ રહેવાનું છે, ભલે એકલા જ હોઈએ.

“એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા જ રહીને ભેરુ થઈએ બધાના.”

બીજા માટે નહીં તો આપણે માટે પણ કોઈની સાથે છેડા નથી ફાડવાના, જે છે તેને સાચવવાના.

પછી ભલે અંતરની વેદના પોકારે કે “પોતાના જ પંથે પોતાના વિનાનાં”

 

“કેટલાં ય વર્ષો પહેલાં ગઝલકાર અને કવિ સદગત બરકત વિરાણી (ઉર્ફે ‘બેફામ’) રચિત આ ગીત, “એકલા જ આવ્યા, મનવા, એકલા જવાના.” જીવનની આ વાસ્તવિકતાને આબેહૂબ રીતે રજુ કરે છે. એના શબ્દો હૈયાંને એવાં સ્પર્શે છે કે જીવન-સંધ્યામાં અનુભવાતી એકલતા આંખોમાંથી આંસૂઓ લાવ્યાં વગર વિસરાતી નથી. આવો આ આખા ગીતના શબ્દોને હૈયામાં વણી લઈએ:

 

“એકલા જ આવ્યા મનવા એકલા જવાના

સાથી વિના, સંગી વિના એકલા જવાના

કાળજાંની કેડીએ કાયા ના સાથ દે,

કાળી, કાળી રાત્રિએ છાયા ના સાથ દે

કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથે દે ભલે,

પોતાના જ પંથે પોતાના વિનાનાં , ............... સાથી વિના સંગી વિના એકલા જવાના

આપણે એકલા અને કિરતાર એકલો

એકલા જીવોને એનો આધાર એકલો.

વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે

એકલા રહીને ભેરુ થઈએ બધાના,  .............. સાથી વિના, સંગી વિના એકલા જવાના

એકલા જ આવ્યા મનવા એકલા જવાના

સાથી વિના, સંગી વિના એકલા જવાના.”

 

પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઈ ઓઝાએ લેખક બરકત વિરાણીની કલમેથી રચાયેલું આ ગીત પોતાની હૃદયદ્રાવક શૈલીમાં વહેતું મૂક્યું છે એ નહીં સાંભળીએ તો કૈંક ગુમાવ્યાનો અહેસાસ મનમાં રહી જશે. તો ચાલો, નીચે લખેલી YouTube ની બેઉ (અલગ) link પર જઈને જીવનના અંતિમ મુકામ તરફ લઇ જતી સફરની સંવેદનાઓને અંતરમાં ઉતારીએ. એ સાંભળ્યા પછી શક્ય છે કે અંતિમ સફરના રસ્તાઓ ઉપર આપણે ચાલવાનું આવે ત્યારની, જીવનસાથે ગૂંથાયેલી, આપણી વેદનાને આપણે પચાવી શકીએ.

https://www.youtube.com/watch?v=6bHPvuFK5_U

https://www.youtube.com/watch?v=fRRO8aOepvQ

“जसं जीवन तसं नाव” .. तुज़को चलना होगा” 

Oct 27, 2019 11:45 PM - Harish Panchal

તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!

અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.

1112

Read more

 

આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..

 

 

Feb 20, 2024 04:30 PM - Harish Panchal ('hriday')

વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે

વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ ..   આવો આપણે

 

સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં  જોતા જઈએ

 

સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ ..  આવો આપણે

 

 

તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે  એક-બીજાને અંદર મઢીને હૈયાંને  સીવી લઈએ  

 

કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો  જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ   ..આવો આપણે 

 

 

ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે 

 

894

Read more

જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..

Oct 06, 2019 10:41 PM - Harish Panchal

જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી

પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી 

કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી

727

Read more

જનારા તો ચાલી જાય છે છતાં ...

Feb 21, 2024 11:59 AM - હરીશ પંચાલ 'હૃદય'

જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું  છે. 

165

Read more

ખોળિયા  વગરના હૈયાં -  અને નામ વગરના સંબંધો

Sep 09, 2023 05:52 PM - Harish Panchal - Hriday

કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,

આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.

1004

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.