જનારા તો ચાલી જાય છે છતાં ...
જનારા તો ચાલી જાય છે છતાં આપણે એમની સાથે એક અથવા બીજા રૂપે જોડાયેલા રહીએ છીએ.
જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું છે. આ પરિસ્થિતીમાં મનને પ્રદુષિત કરનારા પરિબળોને પણ દફન કરી દેવું એજ એક ‘સત્કાર્ય’ બની રહે છે.
આ પ્રક્રિયા સાથે બીજી એક વાત પણ યાદ રાખવા જેવી છે. એ જનાર વ્યક્તિની હયાતીમાં આપણે એમને જે પણ અન્યાય કર્યો હોય, દુ:ખ પહોંચાડ્યું હોય, કોઈ પણ જાતનો ત્રાસ આપ્યો હોય અને એ સદગત આત્માએ આપણને ક્ષમા કરી દીધા હોય છતાં એ સઘળા હાનીકારક કર્મો આપણી કર્મ-પોથી માં લખાઈ ચૂક્યા હોય છે, જેની કિમત ચૂકવ્યા સિવાય આપણે છૂટી શકતા નથી. જાણતાં-અજાણતાં આચરાયેલાં કર્મો બાણમાં થી નીકળેલા તીર ની જેમ લક્ષ્યને વીંધી જ ચૂક્યા હોય છે. આ રીતે કર્મ તો સર્જાઈ જ ચૂક્યું હોય છે.
જીવનનો મર્મ
આપણે આ પૃથ્વી ઉપર જન્મ લઈ છીએ અને અહીં જ દેહ છોડીને વિદાય લઈએ છીએ. આવન અને જાવન - આ બે બિંદુઓ વચ્ચેની નાનકડી સફર એ આપણી જિંદગી. આપણે આ પૃથ્વીપર આવેલા ત્યારે ખાલી હાથે આવેલા.
મા તને પ્રણામ
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
અમે ઘણા ઊંચે ગયા પણ
હૈયાના ઊંડાણમાં જોયું તો
નીચે જ હતા અમે.
બહુ ભણ્યા, ડીગ્રીઓ લીધી પણ જીવનના મૂલ્યોને ભૂલ્યા અમે.
બહુ કમાયા, કરોડો માં રમ્યા, તો ય કદી હાથ ઝાલ્યો નહીં કોઈનો
ઈશ્વરને બહુ ભજ્યા, દાન ઘણા કર્યા પણ ‘હરી’ હૈયે વસ્યો નહીં કદી ય.
બાળકોના ઊજવળ ભાવી અર્થે વિદેશ ગયા પણ નહીં ત્યાંનાં કે અહીંનાં રહ્યા અમે.
આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..
વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે
વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ .. આવો આપણે
સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં જોતા જઈએ
સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ .. આવો આપણે
તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે એક-બીજાને અંદર મઢીને હૈયાંને સીવી લઈએ
કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ ..આવો આપણે
ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે
અમારી પાર્થના સાંભળ મા શમ્ભુ રાણી
મા, અમે સહુ આ ધરતી ઉપર આવીને દુનિયાના રંગોમાં અટવાઈ ગયા છીએ. ધન, સામગ્રી, સુખ, સાહેબી, વોટ્સ-અપ , ફેસબૂક, ઇસ્ટાગ્રામ, લિન્ક્ડ-ઇન, ટ્વીટર , વગેરે માં ખોવાઈને ભૂલા પડી ગયા છીએ. સવારે, બ્રહ્મ મુહુર્ત માં વહેલા નથી ઉઠી શકાતું. છાપું વાંચવામાં, વોટ્સ-અપ ઉપર સહુને “શુભ દિવસ” ના સંદેશા મોકલવામાં તમારી માળા કરવાનો સમય નથી રહેતો.
{{commentsModel.comment}}