આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..
આવો. આપણે આપણાઓને શોધતા રહીએ
કોણ આપણું અને કોણ પરાયું એ જાણવાને જીવતા જઈએ .. આવો આપણે
વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે
વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ .. આવો આપણે
સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં જોતા જઈએ
સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ .. આવો આપણે
મળેલાં એક જન્મે તમે, ત્યારે મનમાં થયેલું “એક-બીજાને ઓળખી લઈએ”
કહેલું અમે: “આવો નજીક, જન્મો-જૂની પહેચાનોને તાજી કરી લઈએ” .. આવો આપણે
જાગેલા પ્રેમના અંકુરોએ કહેલું ત્યારે: “કદીક છાને-છપને એક-બીજાને મળતાં રહીએ.”
“સાથી, હાથમાં આપો હાથ તમારો, આપણે સાથે મળીને ચાલતા રહીએ” .. આવો આપણે
‘સપ્તપદી’ના ચાર ફેરામાં અમે આગળ અને બાકી ત્રણમાં તમે આગળ,
બીજા જન્મે તમે આગળ તો અમે પાછળ , એવું સાત જન્મોમાં કરતાં રહીએ .. આવો આપણે
એમ આગળ-પાછળ એક-બીજાનો પડછાયો થઈને જન્મો જન્મ ચાલતાં રહીએ
સંસારની શેરીઓમાં જીવનનો થાક લાગે તો એક-બીજાનો વિસામો થતાં રહીએ .. આવો આપણે
સુખ મળે સંસારે ત્યારે સાથે મળીને હસતાં -રમતાં માણતા રહીએ,
દુન્યવી જીવનના દુ:ખ રડાવે તો એક-બીજાને ભેટીને હૈયાં હળવાં કરતાં જઈએ. .. આવો આપણે
ક્રોધ આવે અને રીસ લાગે તો લડતા રહીએ, મગજ ફરે તો એક-બીજાને નડતા રહીએ,
છૂટા પડીને દૂર થયેલાં આપણે, એક-બીજાની યાદ સતાવે તો રીસ ભૂલીને, ભેટી લઈએ .. આવો આપણે
એક-બીજાના હાથમાં હાથ દઈને સાથી, સાથે ને સાથે જન્મો-જનમ આપણે ચાલતા રહીએ,
તમે એ હું, અને હું એ તમે જ, બે શરીર, પણ એક આત્મા એમ એક-બીજાના પૂરક થઈને જીવતા જઈએ .. આવો આપણે
હાથ છોડાવે, સાથ તોડાવે એવાં તોફાનો આવે ત્યારે આપણે બેઉ પહાડ થઈને ટકી રહીએ ,
વાયરા શાંતિના વાય જ્યારે, ત્યારે ‘પ્રેમ-દૂત’ બનીને લાગણીઓને વહેવા દઈએ .. આવો આપણે
તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે એક-બીજાને અંદર મઢીને હૈયાંને સીવી લઈએ
કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ ..આવો આપણે
ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,
તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે
જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા
પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.
આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.
જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.
ચિંતાઓ આપણને બાળે, પ્રાર્થનાઓ ચિંતાને બાળે.
આપણા ઘરની, આપણા મકાનની, શેરીની, શહેરની, રાજ્યની, દેશની અને આપણા હૈયાની બારીની બહાર નજર કરીને ધ્યાનથી જોઈએ તો જણાય છે કે ક્યાંક અને ક્યાંક અરાજકતા, અશાંતિ, અજંપો, અસહિષ્ણુતા,નિરાશા અને મૂંઝવણો પ્રવર્તી રહી છે.
મા તને પ્રણામ
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
અમે ઘણા ઊંચે ગયા પણ
હૈયાના ઊંડાણમાં જોયું તો
નીચે જ હતા અમે.
બહુ ભણ્યા, ડીગ્રીઓ લીધી પણ જીવનના મૂલ્યોને ભૂલ્યા અમે.
બહુ કમાયા, કરોડો માં રમ્યા, તો ય કદી હાથ ઝાલ્યો નહીં કોઈનો
ઈશ્વરને બહુ ભજ્યા, દાન ઘણા કર્યા પણ ‘હરી’ હૈયે વસ્યો નહીં કદી ય.
બાળકોના ઊજવળ ભાવી અર્થે વિદેશ ગયા પણ નહીં ત્યાંનાં કે અહીંનાં રહ્યા અમે.
दिल ढूंढता है सहारे सहारे
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
{{commentsModel.comment}}