અમે ઘણા ઊંચે ગયા પણ
હૈયાના ઊંડાણમાં જોયું તો
નીચે જ હતા અમે.
બહુ ભણ્યા, ડીગ્રીઓ લીધી પણ જીવનના મૂલ્યોને ભૂલ્યા અમે.
બહુ કમાયા, કરોડો માં રમ્યા, તો ય કોઈનો હાથ નહીં ઝાલ્યો કોઈનો
ઈશ્વરને બહુ ભજ્યા, દાન ઘણા કર્યા પણ ‘હરી’ હૈયે વસ્યો નહીં કદી ય.
બાળકોના ઊજવળ ભાવી અર્થે વિદેશ ગયા પણ નહીં ત્યાંનાં કે અહીંનાં રહ્યા અમે.
પ્રભુ ભૂલીને માર્ગ તારો, દંભ અને ખોટી મોટાઈને રસ્તે ચાલતા, ભટકતા રહ્યાં અમે.
તો ય બાળકો તો અમે છીએ જ ને તારા, તું સમજાવ, ક્યાં ભૂલ્યા’તા માર્ગ અમે?
બાળપણ ગયું નાદાનીમાં , જુવાની ગઈ અહંકારમાં, હવે ઘડપણ વીત્યું ચિંતા અને બીમારીમાં.
દિકરા - દીકરીઓ થયા એમના અલગ ઘરે સુખી, અને એકલાં થયાં અમે ત્યારે તારી યાદ આવી.
હરીશ પંચાલ ‘હૃદય’
જનારા તો ચાલી જાય છે છતાં ...
જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું છે.
“जसं जीवन तसं नाव” .. “तुज़को चलना होगा”
તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!
અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.
જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી
પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી
કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
જીવનના આ રસ્તાઓને છોડીને જઈશું ત્યારે..
જીવનના જે રસ્તાઓપર આપણે આખી જિંદગી ચાલતા રહેલા,
એના એક મુકામ ઉપર આપણી સફર પૂરી થશે.
એ પછી પણ એ રસ્તાઓ આગળ વધતા જ રહશે.
ત્યારે આપણે નહીં, આપણા બાળકો એમના પર ચાલતા હશે.
{{commentsModel.comment}}