કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
હાલમાં ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષના દિવસો પૂર્ણાહૂતિ તરફ આગળ વધી રહ્યા છે. સમયની ગતિ સાથે વહે જતી આ જીવનની ઘરેડમાં આત્માઓ નાનકડા શરીરો લઈને અવતરતા રહે છે અને એ સાથે વયોવૃદ્ધ પિતૃઓ આ જગતમાંથી વિદાય લેતા રહે છે. આવનારા નાનકડા શરીરોને પૃથ્વી ઉપર અવતાર અપાવીને નવું જીવન અપાવનારા આ પિતૃઓ જ હતા. આપણને જીવનના કઠિન સંઘર્ષો વચ્ચે પણ ધૈર્ય રાખીને, શારીરિક અને માનસિક શક્તિ જાળવીને, મોટા કરીને, નૈતિક, બૌધિક, આધ્યાત્મિક, વ્યવહારિક અને આર્થિક ક્ષેત્રોમાં સ્થાયી કરીને પગભર કરાવનારા પણ આ જ પિતૃઓ હતા. આ સમજ જીવનની અડધી સફર પસાર કરી લીધા પછી જ આપણી સમજ શક્તિમાં સ્થાયી થાય છે. અને આમ, અડધું જીવન વિતાવ્યા પછી આપણને પિતૃઓનું મહત્વ સમજાતું થાય છે.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
સઘળાં માનવ હૈયાં ‘હૂંફ’ ઝંખતાં હોય છે. દીકરા, દીકરીઓ, એમના પરિવારની વચ્ચે રહેવા છતાં પિતૃઓ પોતાના જ સ્નેહીજનોની હૂંફ થી વંચિત થઇ ચૂક્યા હોય છે. પાસે હોવા છતાં દૂર થઇ ગયા હોવાની વ્યથા, લાંબા સમયની વણ-સંતોષાયેલી રહેલી હૂંફની તૃષ્ણા અને આવા માહોલમાં “ઈશ્વર હવે વહેલા ઉપાડી લે તો સારું”, એવી મનમાંથી સતત ઉઠતી રહેતી પ્રાર્થનાઓ એમને ઓશિયાળા જીવનની જેલમાં નજરકેદ હોવાની અનુભૂતી કરાવતી રહે છે. જીવન દોરીનો અંત આવતાં એમના ઉપર કૃપા થઇ હોય એમ જ્યારે એમનું પ્રાણ પંખેરું ઉડી જાય છે ત્યારે આ વડીલો ‘વૃધ્ધાશ્રમ’માં થી મુક્તિ પામી પરમ ધામે સિધાવે છે, જ્યાં ઈશ્વર માતૃસ્વરૂપે અને પિતા સ્વરૂપે એમને પોતાના ‘હૂંફાળા’ હૈયા સાથે લગાવીને એમને શાંત્વન આપવા ઊભો હોય છે.
આ રીતે સંતાનોના પરિવારના અભ્યાસક્રમની યુનીવર્સીટી માંથી ‘ગ્રેજુએટ’ થઈને ઉપર પહોચેલા પિતૃઓ એકાદ વરસ પછી આપણે એમને માટે કરેલા ‘શ્રાદ્ધ’ ની સ્કોલરશીપ મેળવવાને યથાર્થ ગણાય છે. એમની ‘પૂણ્ય તિથી’ ઉપર રસોડામાંથી અલગ અલગ વાનગી વાળી ‘પતરાવળી’, દડીયો અને પાણીનો પ્યાલો તૈયાર કરીને આપણે કાગ-વાસ મૂકીએ છીએ, શ્વાન-વાસ મૂકીએ છીએ ગાયમાતાને અર્પણ કરી છીએ, અને આકાશ તરફ જોઇને બે હાથ જોડીને મનમાં પ્રાર્થના કરીએ છીએ કે “હે પ્રભુ, અમારા પિતૃઓના આત્માઓને સદા કાળ શાંતિમાં રાખજે.” આ બધું પતાવીને આપણે ઘરમાં પાછા આવીએ છીએ અને ફરી પાછા ઘરની, સંસારની, કામ-ધ્દ્ન્ધાની ઘરેડમાં પરોવાઈ જઈએ છીએ. બહુ મોટું કામ પતાવીને આવ્યા હોઈએ તેમ, સગાં -સંબંધીઓને ફોન ઉપર અથવા ‘whatsapp’ ઉપર સંદેશો મોકલીએ છીએ કે “શ્રાદ્ધ પતી ગયું,” અને વાર્ષિક પરીક્ષા માંથી સારા માર્ક થી ઉર્તિર્ણ થઇ ગયા હોવાની અનુભૂતિ કરીએ છીએ.
આ મુજબ, ‘શ્રાદ્ધ’ હવે એક ફરજ બની ને આપણા જીવનમાં ટકી રહ્યું છે. જે લાડકોડથી આપણા માતા-પિતાએ આપણને મોટા કરેલા એ લાડકોડના ‘refund’ જેવું, શાસ્ત્રોમાં લખેલ એક ‘નિયત કાર્ય’ બનીને રહી ગયું છે. પૃથ્વી ઉપર એક નવા આત્માને જન્મ આપવા આપણા માતા-પિતાએ કેટલાં ‘અર્પણ’ કર્યા હતાં, કેટલી ય બાધાઓ લીધી હતી, તપ કર્યાં હતાં. આપણા જન્મ પછી પણ એમણા અર્પણ અને તર્પણ ની યાત્રા એમના જીવનકાળ દરમ્યાન ચાલુ રહી હતી. અને આપણે? આપણે શું કરતાં આવ્યા છીએ?
આપણે માત્ર ‘શ્રાદ્ધ’ કરતાં આવ્યા છીએ; વર્ષના થોડા દિવસો એમને અંજલી આપવા કાગ-વાસ, ગાયમાતા-વાસ અને શ્વાન-વાસ અર્પણ કરતાં આવ્યા છીએ. સાચા હૃદયથી ‘શ્રાદ્ધ’ કર્યા પછી આપણે કદાચ અરીસા સામે ઊભા થઇ જઈએ અને પિતૃઓને કહીએ કે “અમે તમારું શ્રાદ્ધ કરી આવ્યા” તો કદાચ એવું બને કે અરીસામાં આપણી છબી દેખાવાને બદલે આપણા પિતૃઓ ઊભેલા દેખાય અને આપણને કહેતા સંભળાય કે “દીકરા, તમારા સહુનો ઘણો આભાર, પણ અમને કાગ-વાસ, ગાય-વાસ અને શ્વાન-વાસની ભૂખ નહોતી. જિંદગીભર અમને તમારા પ્રેમની, તમારી હૂંફની ઝંખના હતી. તમારા તરફથી તમે જે આપ્યું તે અમે સ્વીકાર્યું, પણ બેટા અમને તમારા અર્પણ ઓછા પડ્યા, તમારા તર્પણ ઓછા પડ્યા.”
અને ત્યારે “કઇંક ખોટું થયું હોવાની આશંકા મનમાં જાગે છે. મન પોતાની જ અંદર જવાબ શોધવાનું ચાલુ કરે છે: “શું થયું હશે? ક્યાં ભૂલ થઇ હશે?” પણ વ્યસ્ત જીવનમાં એ બધી અસમંજસને દૂર હટાવીને આપણી જીવન-ઘરેડમાં પરોવાઈ જઈએ છીએ. પણ “શું થયું હશે? ક્યાં ભૂલ થઇ હશે?” એ પ્રશ્નનો જવાબ આપણને ઘણા વર્ષો પછી મળે છે – આપણા જ જીવનમાંથી. અને ત્યારે આપણને પોતાને જ, આપણી સામે ઊભેલા આપણા દીકરાઓને કહેતાં સાંભળી રહ્યા હોઈશું કે “બેટા અમને તમારાં અર્પણ ઓછા પડ્યા, તમારાં તર્પણ ઓછા પડ્યા.”
ચિંતાઓ આપણને બાળે, પ્રાર્થનાઓ ચિંતાને બાળે.
આપણા ઘરની, આપણા મકાનની, શેરીની, શહેરની, રાજ્યની, દેશની અને આપણા હૈયાની બારીની બહાર નજર કરીને ધ્યાનથી જોઈએ તો જણાય છે કે ક્યાંક અને ક્યાંક અરાજકતા, અશાંતિ, અજંપો, અસહિષ્ણુતા,નિરાશા અને મૂંઝવણો પ્રવર્તી રહી છે.
ઋતુઓ આવે અને જાય
વસંત, ગ્રીષ્મ, વર્ષ, શરદ, હેમન્ત અને શિશિર
દર બે-ત્રણ મહિને પ્રકૃતિ બદલે ઋતુઓના ચીર,
ચઢતી, પડતી, આશા, નિરાશા, સુખ અને દુ;ખ જેવી
સહુ ઝંખે છે કંઈક
સૂકાયેલાં ઝરણાં નદીને ઝંખે છે,
વિરાન નદીઓ સાગરને ઝંખે છે,
ઓટમાં ઉતેરેલો સાગર આકાશના પાણી ઝંખે છે,
આવો, આપણે સમયના વહેણો સાથે ચાલતા રહીએ.
સમયના વહેણો પોતાની ગતિથી વહે જાય છે.
એ વહેણ સાથે પૃથ્વી ઉપર આકાર લઈ રહેલી પ્રવૃત્તિઓ પણ પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધતી જાય છે.
વર્ષો પહેલાં આપણે જ્યાં હતા ત્યાંથી ઘણા માઈલો દૂર, ઉન્નતિના માર્ગે આવીને ઊભા છીએ.
સંસારની સફરના વહી ગયેલાં વહેણોમાંથી ઊઠેલી અંજલિ
અમે મળ્યા હતા.
એકબીજાના થવા પહેલાં અમે હતા અજનબી..
સંસાર-સાગરની હોડીમાં બેઠા પછી થયા જીવનસાથી.
પછી વીત્યા મહિનાઓ, વીત્યાં અને વીતતાં ગયાં વર્ષો.
{{commentsModel.comment}}