આવોઆપણે સમયના વહેણો સાથે ચાલતા રહીએ.

Oct 06, 2019 10:43 PM - Harish Panchal

733


આવોઆપણે સમયના વહેણો સાથે ચાલતા રહીએ.

 

સમયના વહેણો પોતાની ગતિથી વહે જાય છે.

એ વહેણ સાથે પૃથ્વી ઉપર આકાર લઈ રહેલી પ્રવૃત્તિઓ પણ પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધતી જાય છે.

વર્ષો પહેલાં આપણે જ્યાં હતા ત્યાંથી ઘણા માઈલો દૂરઉન્નતિના માર્ગે આવીને ઊભા છીએ.

જે મુકામથી આપણી સફર શરુ કરી હતી તે મુકામ બહુ પાછળ છૂટી ગયો છેહવે માત્ર એની યાદો જ રહી છે.

આપણામાંના અમુક લોકો જેમને પોતાના 'comfort zone ' માંથી બહાર નહોતું આવવું તેઓ હજી ત્યાં જ ઊભા છે.

'જમાના સાથેચાલી શકવા અને પોતાના અસલના સાથીઓ સાથે હાથમાં હાથ મેળવીને ચાલવા હવે બહુ મોડું થઈ ગયું છે.

જેઓ સમયની માંગને સમજી નથી શકતાસમયના વહેણની દિશા પારખી નથી શકતા તેઓને પોતાની દિશા અદ્રશ્ય દીસે છે.

સમય વહેતો રહે છેસતત વહેતાં રહેલાં વહેણોમાં જ નિર્મળતા છે.

ચાલોઆપણે પણ વહેતા રહીએઆપણે પણ નિર્મળ થઈએ.

આપણે આગળ વધી રહેલા સમય સાથે તાલ મેળવીને ચાલતા રહીએ.

સફરમાં જેઓ આવે એમના હાથોમાં હાથ આપીને એક બીજા સાથે ચાલતા રહીએ.

એકતામાં સમાનતા છેસહારો છેશક્તિ છેહૂંફ છેસફરમાં ખોવાઈ જવાનો ભય નથી,

એકતામાં એકલતા નથી, 'હુંનથી, 'તું'  નથીમાત્ર 'આપણેછીએ.

આપણેજેમના વડે આખું વિશ્વ બન્યું છેઆપણે એ વિશ્વના પ્રતિનિધિ છીએ.

આવોઆપણે ચાલતા રહીએ.

‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !

Jun 01, 2019 09:00 PM - Harish Panchal

એક મહાન આત્માએ લીધી વિદાય.

એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.

દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.

એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.

715

Read more

જનારા તો ચાલી જાય છે છતાં ...

Feb 21, 2024 11:59 AM - હરીશ પંચાલ 'હૃદય'

જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું  છે. 

165

Read more

 

આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..

 

 

Feb 20, 2024 04:30 PM - Harish Panchal ('hriday')

વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે

વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ ..   આવો આપણે

 

સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં  જોતા જઈએ

 

સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ ..  આવો આપણે

 

 

તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે  એક-બીજાને અંદર મઢીને હૈયાંને  સીવી લઈએ  

 

કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો  જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ   ..આવો આપણે 

 

 

ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે 

 

893

Read more

જીવનની નાજુક પળોમાં

Mar 12, 2024 07:58 PM - Harish Panchal 'Hriday'

જીવનની નાજુક પળોમાં

હૈયાની લાગણીઓને વહેવા દઈએ

115

Read more

કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ

અર્પણ અમારાં ઓછા પડ્યાં,

તર્પણ અમારાં ઓછા પડ્યાં.

Feb 19, 2024 09:07 PM - Harish Panchal ('hriday')

પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ  થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.

990

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.