હું મારી ઓળખ આપું એના કરતાં મારી કળા કૃતિઓ - મારી સાહિત્ય કૃતિઓ મારી ઓળખ આપે એ વધુ સાર્થક ગણાશે એવું હું માનું છું. આ જન્મમાં આપણે કઈંક કેટલા લોકોના સંપર્કમાં આવીએ છીએ. દરેક વ્યક્તિ પાસે કઈંક શીખવા મળે છે. દરેકની પોતાની કોઈ વિશિષ્ઠતા છે. દરેકનું આ સમાજમાં એક આગવું સ્થાન છે. દરેકના જીવનનો કોઈ મકસદ છે.
મારી અત્યાર સુધીની સફર દરમ્યાન જે લોકોના સંપર્કમાં આવ્યો છું એમની પાસે ઘણું શીખ્યો છું. દરેકને પોતાના સુખો છે, મુશ્કેલીઓ છે, દુ:ખો છે, તેમ જ આશા-નિરાશાઓ છે. એમના જીવનમાંથી અને મારા પોતાના જીવનના અનુભવો પરથી ઘડાયો છું. જેટલી શાળાઓ અને કોલેજોમાંથી ભણીને નીકળ્યો છું એમાંથી મેળવેલા જ્ઞાનને પચાવીને મારી
engineering career
માં પ્રગતિ અને સફળતા મેળવ્યા ઉપરાંત ઘણું બધું રચનાત્મક કરી શક્યો હોવાનો અહેસાસ, મનમાં સંતોષ કરતાં વધુ આનંદ ઉપજાવે છે.
નાનપણથી અનુભવાયેલ સાહિત્ય તરફના ખેંચાણે, પછીના વર્ષોમાં 'મારુ પોતાનું' કઈંક લખવાની સુષુપ્ત ઈચ્છાને ક્યારે જાગ્રત કરી એની કોઈ નોંધ મેં રાખી નથી. પણ જયારે કોઈને ગંભીર માંદગીમાં અથવા મોટી સમસ્યાઓમાંથી પસાર થતાં જોતો ત્યારે એમના દુ:ખમા સહભાગી થવા અંતરની લાગણીથી એમને ઉત્સાહ, પ્રોત્સાહન આપવા અને એમનું ધૈર્ય ટકાવી રાખવા પત્રો લખતો. મારામાં જન્મેલી ભગવદ ગીતાના ઉપદેશની અને જીવનના આધ્યાત્મિક મૂલ્યોની સમજ મારા પત્રોમાં ઈશ્વરના આશીર્વાદ પહોંચાડતી હોય એ રીતે એમનું નૈતિક બળ વધારવામાં મદદરૂપ થતી હોવાનું અવારનવાર હું મિત્રો પાસે સાંભળતો.
Engineering career
માંથી નિવૃત થયા પછી કેન્સરની હોસ્પિટલમાં પીડિત દર્દીઓ સાથે
volunteer
તરીકે
counselling
શરુ કર્યું. થોડા સમય પછી હોસ્પિટલમાંથી રજા મળી હોય એવા દર્દીઓના ઘરે જઈને
counselling
ચાલુ રાખવાની
duty
મળી. આ દરમ્યાન જીવનની આશા છોડી ચૂકેલા પીડિતોની શારીરિક યાતના, માનસિક સંતાપ, જીવનની અનિશ્ચિતતાઓ અને ભાવનાત્મક શૂન્યાવકાશ બહુ નજીકથી જોયાં અને અનુભવ્યાં. એ પછી શરૂ થયો એક લાંબો દોર જેમાં મારા લખાણ દ્વારા પીડિત વ્યક્તિઓનું
counselling
કરવાનું મેં હાથ ધર્યું. આ પ્રવૃત્તિ મારી નવલકથા લખવાનું મેં શરુ કર્યું ત્યાં સુધી ચાલુ રહી.
કોલેજના વર્ષોમાં અનુભવાયેલો પણ ઘણા વષો સુધી સુષુપ્ત રહેલો આધ્યાત્મિક અભિગમ આસ્તે આસ્તે પ્રવૃતિમય થવાના અણસાર આપી રહ્યો હતો. નિવૃત થયા પછી આ અભિગમ એક અનેરા ઉત્સાહથી બહાર આવ્યો અને વેદાંતનો અભ્યાસ કરવાની મારી અભિલાષા પૂર્ણ થઈ શકી. હું માનું છું કે એ ઈશ્વરના આશીર્વાદ, વેદાંતના જ્ઞાનની કૃપા અને ભગવદ ગીતાનાં ઉપદેશોની સમઝણ હતી જેને કારણે મારા વિચાર, વાણી અને વ્યવહારમાં જીવનના આધ્યાત્મિક મૂલ્યો ગૂંથાવા માંડ્યાં હતાં.
મારી
"hriday-sparsh.com" website
માંના ચાર મુખ્ય વિભાગ:
Life Led By Bhagvad Gita:
જીવન આખું રહ્યા ચિંતિત વાંચી નહીં ગીતા ‘કિંચિત’
(અગણિત જન્મોથી આપણે ધરતી ઉપર આવીને, થોડું જીવીને, વારંવાર મરીને પાછા, ૯ મહિનાની જેલ ભોગવીને થોડાં વધુ વર્ષો આ દુનિયામાં હેરાન થવા આવતા રહ્યા છીએ અને દુ:ખમાં મરતાં રહ્યાં છીએ. પણ અહીં શા માટે, શું કરવા આવીએ છીએ, જનમ અને મરણ એ બે છેડાઓની વચ્ચેની સફરમાં શું કરી જવાનું છે, જીવનનો શું ઉદ્દેશ છે, એ સમજાય તો એ પછી એ ઉદ્દેશને હાંસિલ કરવા શું કરવાનું છે, કેવી રીતે જીવવાનું છે, જીવનમાં શું મેળવવાનું છે, શું ત્યજી દેવાનું છે, આ બધું જ્ઞાન આપણને મળતું થાય. આ જ્ઞાન આપણા અંતરાત્મા ની અંદર જે ઈશ્વરીય તત્વ ઉતારે છે, તે છે ભાગવદ્દ ગીતા. એને રોજીંદા જીવનમાં થોડું થોડું (किंचित ) ઉતારતા જઈએ અને ‘ગીતામય જીવન’ જીવતા જઈએ તો જીવનના બધા જ પ્રશ્નોને કેમ ઉકેલવા એનો ઉપાય મળતો જાય; બીજાઓ માટે, દુન્યવી મુશ્કેલીઓ માટે ને “બધાં દુ:ખો મને જ શા માટે ?” એવા પ્રશ્નોનું નિરાકરણ કુદરાઈ રીતે થતું જાય.)
Articles:
જીવનની ગલીઓમાં (જીવનને સ્પર્શતાં લેખો)
(જીવનની મુસાફરીએ નીકળ્યા હોઈએ ત્યારે કેટલાય મોડ ઉપર રસ્તાઓ ફંટાતા જાય છે. આ મુસાફરીની અગણિત ગલીઓમાં ચાલતાં, ચાલતાં માનવ હૈયાંમાં ઊઠતી રહેતી મૂંઝવણોનું અને પ્રશ્નોનું માર્ગદર્શન સરળ ભાષામાં કરાવી શકે એવા સંદેશાઓ અને લેખો વાંચકોને મૌલિક જીવનના મૂલ્યોથી સુવિદિત રાખી શકશે.)
Thoughts for Life:
વિચારો, જીવન યાત્રા માટે...
(કોઈ વાર મનમાં ઊઠતાં પ્રશ્નો અથવા મૂંઝવણોનું નિરાકરણ કોઈક ટૂંકા અને નાના વિચારોમાંથી મળી જતું હોય છે. એવા વિચારો ભલે ૩-૪ વાક્યોના હોય, પણ જેમ જેમ એ મનમાં વાગોળાતાં જાય, એનું વિશ્લેષણ થતું જાય તેમ એ નાનકડા વિચારની પાછળ છુપાયેલો ગૂઢાર્થ સમજણમાં આવતો જતો હોય છે. ઘણી વાર આવા નાના અને ટૂંકા વિચારોમાં જીવનના પ્રશ્નોરૂપી તાળાંઓની ચાવી છુપાયેલી હોય છે.)
Spiritual Antidotes:
આધ્યાત્મની કેડીએ
(આપણે સહુ મોક્ષનો માર્ગ શોધીએ છીએ, નીતિના માર્ગે ચાલવા ઈચ્છીએ છીએ. પણ ક્યાંથી શરુ કરવું એની મૂંઝવણ સતાવે છે. પૂજા, પાઠ, સત્સંગ, શ્રવણ, મનન, ચિંતન, ધ્યાન અને સાધના જેવી પવૃત્તિઓ આપણને ઈશ્વર સાથે જોડાવાની, એની વધુ નજીક આવવાની કેડી પ્રસ્થાપિત કરે છે.
જે સફર આપણા શરીર વડે આપણે આગળ વધારી રહ્યા છીએ તે હકીકતમાં તો આત્માની સફર છે, કારણ કે આપણું શરીર નહીં હશે ત્યારે પણ આપણા આત્માની સફર તો ચાલુ જ હશે. તો જે સફરની તૈયારી હવે પછીના જન્મો માટે પણ કરવાની છે એને માટે આ જીવનમાંથી જ ભાથું બાંધવા માંડીએ તો કેવું?)
આ બધામાં સમાવેલાં લખાણ મારા અંત:કરણમાંથી ઉદ્ભવેલી કૃતિઓ છે.
અહોભાવ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ: એક માત્ર માનવ જન્મ જ સત-અસત, શાશ્વત-નશ્વર એવા આત્મા-શરીર વચ્ચેના તફાવત અંગેનું જ્ઞાન પ્રદાન કરવાની તક આપે છે જેના વડે આત્માની ઉન્નતિના માર્ગે આગળ વધવાનો અવસર મળે છે. મને માનવજન્મ આપવાની આ અમૂલ્ય કરુણા માટે ઈશ્વર ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ. આ અમૂલ્ય કરુણા માટે ઈશ્વર ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ.
ઈશ્વર પોતાની આ કરુણા માતા-પિતા દ્વારા આપણા સહુ ઉપર ઉતારતો હોય છે. આજે 'હૃદય-સ્પર્શ' ની આ વેબ-ભૂમિ પરથી આપ સહુ સાથે આત્મીયતા વહેંચી શકું છું એનો શ્રેય માત્ર મારા માતા-પિતા ને કારણે છે. એમના સદગત આત્મા પ્રત્યે મારી કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કર્યા પછી આ
website
આપ સહુ માટે રજુ કરું છું.
આ વાંચ્યા પછી તમારો પ્રતિસાદ (
feedback
) મારી ભવિષ્યની લખાણ-કૃતિઓ માટે પ્રેરણાદાયક બની રહેશે.
હરીશ પંચાલ
'હૃદય'