આધ્યાત્મની કેડીએ  SPIRITUAL ANTIDOTES


આપણા જીવનની સફરમાં જે મુશ્કેલીઓમાંથી અને મૂંઝવણોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એવી જ, અથવા એથી પણ વધુ કઠણ પરિસ્થિતિઓમાંથી સાધુ-સંતો અને ઈશ્વરના પયગંબરો પસાર થયા હતા. એટલું જ નહીં, એમના જીવનની કિતાબ આપણે માટે ખુલ્લી મૂકતા ગયા હતાં. 

આપણે સહુ મોક્ષનો માર્ગ શોધીએ છીએ, નીતિના માર્ગે ચાલવા ઈચ્છીએ છીએ. પણ ક્યાંથી શરુ કરવું એની મૂંઝવણ સતાવે છે. પૂજા, પાઠ, સત્સંગ, શ્રવણ, મનન, ચિંતન, ધ્યાન અને સાધના જેવી પવૃત્તિઓ આપણને ઈશ્વર સાથે જોડાવાની, એની વધુ નજીક આવવાની કેડી પ્રસ્થાપિત કરે છે.આધ્યાત્મિકતાના રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં મનમાં શાંતિનો અહેસાસ થવા લાગે છે. શાંતિ અને ક્રોધ એક બીજાના વિરોધી હોવાને કારણે શાંત થતાં જતાં મનમાં ક્રોધ સમતો જાય છે. ઈચ્છાઓ, લાલસાઓ અને ભૌતિક સાધનો, પ્રસાધનો પરથી ભાવ ઊઠતો જાય છે. વિચાર, વાણી અને વ્યવહારમાં વિવેક અને સહિષ્ણુતા વણાતા જાય છે. મોહ અને માયાની ભીંસ આસ્તે, આસ્તે છૂટતી જતી અનુભવાય છે. આપણી આજુબાજુ જે થઈ રહ્યું છે એ ભલે નહીં સમજાય તો પણ એની પાછળ કઈંક સંદેશ અથવા ઉદ્દેશ હોવો જોઈએ એવો વિશ્વાસ પાકો થતો જાય છે. એ માર્ગ ઉપર વધુ આગળ ચાલતાં રહીએ તો જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે માર્ગ કાઢવો એની સમઝણ કુદરતી રીતે જ આવતી જાય છે. 

જે સફર આપણા શરીર વડે આપણે આગળ વધારી રહ્યા છીએ તે હકીકતમાં તો આત્માની સફર છે, કારણ કે આપણું શરીર નહીં હશે ત્યારે પણ આપણા આત્માની સફર તો ચાલુ જ હશે. તો જે સફરની તૈયારી હવે પછીના જન્મો માટે પણ કરવાની છે એને માટે આ જીવનમાંથી જ ભાથું બાંધવા માંડીએ તો કેવું ?

આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ

એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.

Oct 04, 2022 10:05 PM, હરીશ પંચાલ 'હૃદય'

આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.

178

Read more

અમે કિનારે બેઠા,

તોય તરસ્યા

Nov 03, 2022 05:05 PM, Harish Panchal 'Hriday'

અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા

મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા

 

તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા

મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં

294

Read more

 

આપણે ઈશ્વરને કહેવું પડે કે “ભઈલા તું મારી આંગળી પકડજે” ?

 

 

Nov 03, 2022 05:02 PM, Harish Panchal (

એ પરમ કૃપાલુ ઈશ્વર આપણા કપરા સમયમાં પણ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે અને એક અથવા બીજી રીતે આગળ ચાલતા રહેવા માટે આપણને પ્રોત્સાહિત કરતો રહે છે. એની કૃપાથી જ આપણને જીવનનો અર્થ સમજાય છે અને આધ્યાત્મિક માર્ગે ચાલતાં રહેવાની પ્રેરણા મળે છે. એ પછી ભાવ-ભક્તિ, ધ્યાન અને જ્ઞાન મેળવવાની ખેવના મનમાં જાગે છે.

ઊંડી સમજ, ઠરેલતા, દીર્ઘ દ્રષ્ટિ, વિવેક, કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ કાઢવાની ક્ષમતા, જીવન પ્રત્યેનો ઉચ્ચ અભિગમ અને સાત્વિકતા જેવા ઊંચા ગુણો કેળવાયા હોય તો પણ ઈશ્વર આપણી સાથે જ ચાલી રહ્યો છે એવી  શ્રધ્ધાનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. આધ્યાત્મિક સાગરનાં ઊંડા પાણીમાં આપણે પગ પલાળ્યા હોય તો સાત્વિક આત્માઓને ડૂબવાનો ભય રહેતો નથી.

543

Read more

હું જ મળ્યો ?

બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?

Nov 03, 2022 05:08 PM, Harish Panchal ('hriday')

દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં  પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે.  આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે.  અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ  ઊંચેથી નીકળતા હોય છે.  “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”

810

Read more

વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન

આપણને હાથ ઝાલીને લઇ જશે મોક્ષના દ્વારે  

Nov 03, 2022 05:10 PM, Harish Panchal ('hriday')

“માત્ર જીવી જવા” ને બદલે દેશ, સમાજ, પરિવારો કાજે કંઈક કરતાં જઈએ.

ગઈકાલે જન્મ્યા, આજે જીવ્યા, કાલે વિદાય લઈશું ત્યારે સાથે શું લઇ જઈશું?

આ જીવનની પેલે પાર કોઈ રાહ જુએ છે આપણી, તે પૂછશે : “શું કરી આવ્યા?”

“માત્ર જીવી આવ્યા કે કંઈક ભાથું બાંધી લાવ્યા કે પછી ખાલી હાથે?

578

Read more

આપણે કોણ ?

Nov 03, 2022 05:13 PM, Harish Panchal ('hriday')

આપણી આજુબાજુ પોતાના શરીરો લઈને જે આત્માઓ ચાલી રહ્યા છે તે સઘળા પૂર્વ જન્મોમાં પણ આપણી નજીક હતા.

તેઓ આપણા જ જીવનના રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હોવા છતાં એ આત્માઓને આપણે આજે ઓળખતા નથી.

કોઈ જીવનમાં આપણને ઉપર ઉઠાવવા આવે છે, કોઈ પહેલાંના હિસાબ ચૂકવવા તો કોઈ ભલું કરીને ભૂલી જવા.

આપણા, એમના, અને આ સઘળા આત્માઓ એક જ પરમાત્માના અંશો છીએ; એક જ પ્રકાશ વડે ચેતનામય છીએ.

છતાં પણ  દરેક જીવનમાં આપણે શા કારણથી એક-બીજા પ્રત્યે રાગ-દ્વેષ, ચાહત-તિરસ્કાર, લગાવ-ઈર્ષ્યા રાખીએ છીએ ?

આપણે કોણ છીએ? આપણા સિવાયના બીજા બધા જ રાહબરો કોણ છે જે પૂર્વ જન્મોમાં પણ આપણી સાથે ચાલ્યા હતા?

998

Read more

આપણે અહીં શા માટે ?

Nov 03, 2022 05:15 PM, Harish Panchal ('hriday')

આપણામાંના મોટા ભાગના લોકો  આખી જિંદગી સામાન્ય જીવનના રસ્તાઓ ઉપર ચાલતા રહીને ‘જીવી જતા’ હોઈએ છીએ. રોજીંદા જીવનમાં રહેલી જવાબદારીઓને નિભાવતાં, અભ્યાસ, નોકરી-ધંધો, રોજગારી, લગ્ન, ગૃહસ્થાશ્રમ, વૃધ્ધાશ્રમ અને અંતિમ વિદાય- જેવા ક્રમમાંથી પસાર થઈને જીવન પૂરું કરતાં હોઈએ છીએ. અહીં  અનુપમ જલોટાએ અને એમના પિતા સ્વ. પુરુષોત્તમ જલોટાએ ગાયેલું  ભજન યાદ આવે છે: “जनम तेरा बातोंमें बीत गयो, पर तूने अज हु ना कृष्ण कह्यो”. આ સુંદર ભજનમાં માનવ જીવન માટે એક ગૂઢ સંદેશ રહેલો છે, જે સમજાવે છે કે સંસારની જવાબદારીઓ નિભાવતાં રહીને, સાથે આધ્યાત્મની  કેડી ઉપર પણ પગ માંડતા રહેવું જરૂરી છે. ઈશ્વરને  જાણવું, સમજી શકવું  એ સહેલું કાર્ય નથી. જેણે આપણને મહામૂલો મનુષ્ય જન્મ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ઈશ્વરને પણ આપણા  રોજીંદા જીવનમાં સામેલ કરવા જરૂરી છે.

794

Read more

પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.

May 18, 2020 03:38 PM, Harish Panchal ('hriday')

પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,

અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી

 

અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,

બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.

 

દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી  રહી,

આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી. 

 

820

Read more

આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની

Apr 04, 2020 05:41 PM, Harish Panchal ('hriday')

પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:

1149

Read more

આપણી સફરના કર્મ-બંધીઓને ઓળખીએ

Feb 10, 2024 10:22 PM, Harish Panchal - Hriday

ઘણી અટપટી છે આ સફર.

અગણિત લોકો જીવનમાં આવતા રહે  છે,

આપણો રસ્તો ક્રોસ કરતા રહે છે

કોઈ મુસ્કરાતા જાય છે, કોઈ આંખો કાઢતા,

941

Read more

राम नाम सत्य है

રામ નામ સત્ય છે.

Nov 21, 2019 08:25 PM, Harish Panchal

આ દુનિયામાં એક માત્ર ઈશ્વર જ સત્ય છે એ અનુભૂતિ આપણને સંસારના લોભામણા રસ્તાઓપર સાચવીને આગમચેતી પૂર્વક’ ચાલતા રહેવાનો સંદેશ પણ આપે છે. ચાલો, આધ્યમિકતાની આ કેડી ઉપરચાલતાં, ચાલતાં આપણે પણ મનમાં ઉચ્ચારતા રહીએ: “राम नाम सत्य है” આ ઉક્તિના ગૂઢાર્થને, એની પાછળ છુપાયેલા સંદેશાઓને સમજતાં રહીએ 

993

Read more

પ્રભુ તું બતાવ કોઈ રસ્તો નહીં તો મોકલ લેવાને કોઈ સંતો

Nov 04, 2019 11:17 PM, Harish Panchal

તેં ચિંધ્યા જ્ઞાન, ભક્તિ અને કર્મો, અને ઠેરવ્યાં કેટલાં ઊંચા ગીતાના એ મૂલ્યો

મેં લીધા ટૂંકા રસ્તા, કર્યા કંઇક ઊંધા-ચત્તા, લીધી સસ્તી કીર્તિ અને કીધાં ખોટાં કર્મો

આવ્યો સમય હવે સહેવાનો

1553

Read more

કોઈ તો બતાવો મને મારું સરનામું !

Oct 06, 2019 10:34 PM, Harish Panchal

આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.

Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.

આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.

ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.

1296

Read more

આત્માનો સાક્ષી ભાવ

Oct 06, 2019 10:35 PM, Harish Panchal

આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા,

1018

Read more

साजन के घर जाना है

Oct 06, 2019 10:37 PM, Harish Panchal

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.

729

Read more

राम नाम सत्य है 

Nov 03, 2022 05:03 PM, Harish Panchal

જેમને આજ સુધી કોઈ દિવસ ઈશ્વરનું નામ લેવાનો અવસર નહીં આવ્યો હોય એમણે પણ એમના જીવન દરમ્યાન राम नाम सत्य है’,  શબ્દો સાંભળ્યા તો હશે એમણે પોતે 'રામનું નામ નહીં લીધું હોય તો પણ કદીક ઘરની ખુલ્લી બારીમાંથી, બહાર રસ્તા પરથી જતી સ્મશાનયાત્રામાં લયબદ્ધ બોલાતા શબ્દોનો અવાજ જરૂર એમના કાન સુધી પંહોંચ્યો હશે.

321

Read more

मैं जीवनमे कुछ कर ना सका..

Jan 31, 2020 01:09 AM, Harish Panchal

‘हिंदी’ માં લખાયેલી એક કવિતાની આ પંક્તિઓમાં જીવન માટે એક ગૂઢ અર્થ સમાયેલો છે. આ પંક્તિઓ જીવનનું તત્ત્વજ્ઞાન સમજાવવા ઉપરાંત જીવનના આધ્યાત્મિક ઉદ્દેશ તરફ પણ આપણું ધ્યાન દોરે છે.

1603

Read more

ઈશ્વરનો ફોન આવ્યો

Oct 06, 2019 10:37 PM, Harish Panchal

અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે  છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટેએની કાર્યક્ષમતા માટેલોકોની સલામતીકાયદા-કાનૂનની વ્યવસ્થાઅને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.

755

Read more