આત્માનો સાક્ષી ભાવ
આત્માનો સાક્ષી ભાવ
આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા, બોલતાં ક્યારે થયેલા તો આપણા માતા-પિતાનો અથવા કુટુંબમાં બીજા કોઈનો સહારો લેવો પડે, કારણકે બાલ્યકાળમાં અમુક ઉમર પછીની જ ઘટનાઓની નોંધ લઇ શકવાની ક્ષમતા આપણને પ્રાપ્ય હોય છે. જે વયમાં cognitive skills, short term memory, long term memory ખીલે છે તે વયમાં આવ્યા પછી આસ્તે, આસ્તે ચીજ, વસ્તુઓ, આસપાસ બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરીને એમને સમજી શકવાની ક્ષમતા આવતી જાય છે. બાળપણમાં કોઈની ઉપર ગુસ્સો આવે ત્યારે એને મારી આવવાની, પોતાને ગમતાં રમકડાં લઇ લેવાની – પછી ભલે એ બીજા બાળકોના હોય, પોતાનું અણગમતું થાય તો કજીયો કરીને રડવાની, વગેરે (મોટા ભાગની) પ્રક્રિયાઓ દોષપૂર્ણ લાગતી હોવા છતાં નિર્દોષ વયમાં થઈ હોવાને કારણે કર્મ-સિધ્ધાંતના વર્તુળમાં મૂકવા યોગ્ય નથી હોતી. પણ સમજશક્તિ ખીલ્યા પછી, આપણી અંદર વિરાજમાન આત્મા, મન અને શરીર દ્વારા થયેલી બધી જ ક્રિયાઓની અને વિચારોની નોંધ લેવાનું શરુ કરે છે. એવું નથી કે એ પહેલાં બાળક દ્વારા ઘટેલી ઘટનાઓ, અને ક્રિયાઓની નોંધ આત્મા દ્વારા નથી લેવાતી. હકીકતમાં માના ગર્ભમાં આત્માનો આવિર્ભાવ થાય એ સાથે જ આત્મા પોતાનું કાર્ય શરુ કરી દેતો હોય છે. (એ મતભેદ હજી સુધી ઉકેલી શકાયો નથી કે આત્મા બીજે-ત્રીજે મહીને માતાના ગર્ભમાં પ્રવેશે છે કે બાળકનો જન્મ થાય ત્યારે, પણ આ ચર્ચા અહીં આવશ્યક નથી.) આધ્યાત્મ-જગતની ઘણી માહિતીઓ જે આપણને ખબર નથી એમાંની એક એ પણ છે કે આત્મા પોતે જ દરેક જન્મમાં પોતાના માતા-પિતા નક્કી કરીને એમના બારણા ઠોકતો એમના ઘરે આવે છે. આધ્યાત્મ જ્ઞાન એટલું વિશાળ છે કે એની કઈ કડી જીવનના કયા પાસા સાથે જોડાયેલી છે તે આપણે સમજી શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક શ્લોકો એવા છે જે માનવ-જીવનના ઘણા તથ્યો સાથે સંકળાયેલા હોવાની અનુભૂતિ કરાવે છે. અહીં ૪ થા, અધ્યાય -‘જ્ઞાન કર્મ સન્યાસ યોગ’ માં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યા મુજબ,
“बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप “ ।।4.5।।
“મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે, એ બધાને હું જાણું છું, પણ તું જાણતો નથી.”
ઉપરના શ્લોક ઉપરાંત નીચેના બીજા ૨ શ્લોકોને સમજીએ:
“न जायते म्रियते वा कदाचि
न्नायं भूत्वा भविता वा न भूयः।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे “।।2.20।।
“नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः”।।2.23।।
આ ત્રણે શ્લોકોનું વિશ્લેષણ કરીએ તો આત્માના ગુણ-ધર્મો બહુ જ સરળતાથી સમજાય છે કે ‘આત્મા’ જે પરમાત્માનો જ અંશ છે તેની સફર વ્યક્તિ દેહ છોડે એ પછી પણ ‘અવિરત પણે’ ચાલુ જ રહે છે. એક શરીર છોડ્યા પછી વિદેહી થયેલો આત્મા નિરાધાર નથી બની જતો, પણ બીજા શરીરનું ખોળિયું ધારણ કરીને પોતાની આગળની સફર જાળવી રાખે છે. અહીં સુધી આત્માની સફર અને એના ગુણ-ધર્મો વિષે જ વાત થઈ. પણ આત્માનું ‘સાક્ષી રૂપ’ કેવું છે અને એ કેવી રીતે ‘સાક્ષી’ તરીકેની ફરજ બજાવે છે તે આપણે જોઈએ.
સર્વ પ્રથમ આપણે કોઈ પણ એક વ્યક્તિના સ્તરે વિચારીએ. થોડુંક પાછળ ફરીને મહાભારતમાં આવરી લવાયેલી યક્ષ અને યુધીષ્ઠીર વચ્ચેની પ્રશ્નોત્તરીને યાદ કરીએ તો યક્ષના “વાયુથી પણ ઝડપી ગતિ શાની છે?” એ પ્રશ્ન ના ઉત્તરમાં યુધીષ્ઠીર કહે છે કે “મનની “ આ સિધ્ધ કરે છે કે મન ચંચળ છે અને એમાં ઉદ્ભવતા વિચારો અસંખ્ય, અર્થાત ગણી નહીં શકાય એટલા અને થંભી ન શકે એવા છે. આપણો સહુનો અનુભવ છે કે એક વાર મનમાં કોઈ એક વિચાર શરુ થાય એ પછી એકની પાછળ એક, વણથંભ્યા વિચારોની હારમાળા શરુ થઈ જ જતી હોય છે. આપણી દ્વારા કરાયેલા આ બધા વિચારો ભૂસાઈ નથી જતા, અથવા ‘automatically delete’ નથી થઈ જતા. દરેક મિનિટ, દરેક કલાક અને હર દિને આપણા મનમાં ઝબકી ગયેલા વિચારો આપણા આત્માની પારદર્શી દીવાલ ઉપર અંકિત થઈ જતા હોય છે. માત્ર વિચારો જ નહીં, પણ વિચારોથી પ્રેરિત આપણે જે પણ કાર્યો કરીએ છીએ (actions લઈએ છીએ) તે બધાં આત્મા નિહાળે છે અને એમની નોંધ રાખે છે. એ વિચારો યોગ્ય છે કે અયોગ્ય, કરવા જેવા છે કે ‘વર્જિત કર્મો’ની વ્યાખ્યામાં આવે એવાં છે, અથવા ક્યારે અમલમાં મૂકવા જેવા છે, એવાં બધા પ્રશ્નો આત્માના કાર્યક્ષત્રની બહાર છે. કારણ કે આપણા વિચારોની, આપણા નિર્ણયોની અને આપણા કર્મોની જવાબદારી (discretion અને discrimination power) ઈશ્વરે આપણા પર મૂકેલી છે. એ જ કારણથી આપણને સહુને ‘બુદ્ધિ’ (intellect) આપી છે. માત્ર ૧-૨ વર્ષોના વિચારો જ નહીં, પણ આપણા સમગ્ર આયખા દરમ્યાન ઉદભવેલા બધા જ પ્રશ્નો, અને વિચારોનો એક માત્ર મૌન સાક્ષી ‘આત્મા’ છે. માત્ર વિચારો જ નહીં પણ જે ઈરાદાથી આપણે વિચારો કર્યા હોય, જે ઈરાદાથી આપણે કર્મો કર્યા હોય, આત્મા એ બધાનો મૌન સાક્ષી બની રહે છે. આપણા શારીરિક સ્તરે આપણને કોઈના સાક્ષી થવાનું કહેવામાં આવે તો આપણે આંખ, કાન, અને મગજ ખુલ્લાં રાખીને, જાગ્રત થઈને બધું જોઈ, સાંભળીને નોંધ લેતાં હોઈએ છીએ, જેથી સાક્ષી તરીકે આપણો અભિપ્રાય આપી શકીએ. પણ આપણી અંદર રહેલો આત્મા તો ‘પરમાત્મા’નો અંશ છે. આપણે કહીએ કે નહીં, આપણે જાગતા હોઈએ અથવા સૂઈ ગયાં હોઈએ, આપણી અંદર વિરાજમાન આત્મા આપણી સઘળી માનસિક પ્રવૃત્તિઓની નોંધ લેતો જ રહે છે.
પ્રત્યેક જન્મમાં આપણે જયારે દેહ છોડીએ છીએ ત્યારે પંચ મહાભૂત માં થી સર્જાયેલું સ્થૂળ શરીર પાછળ છૂટી જાય છે. મન, બુદ્ધિ, વાસનાઓ સાથેનું ‘સૂક્ષ્મ શરીર, ‘ અને આત્મા સાથેનું આપણુ ‘કારણ શરીર’ (causal body) આગળ વધે છે. પૂર્વ જન્મોના સંસ્કારો, જ્ઞાન, માયા અને અતૃપ્ત રહેલી ઈચ્છાઓને પોતાનામાં સમાવી રહેલું આ કારણ શરીર આગળ ઉપરના જન્મ માટેની ભૂમિકા તૈયાર કરવા બીજા સ્થૂળ શરીરની રચનામાં પ્રવૃત્ત થાય છે. પૂર્વ જન્મમાં નિસ્પૃહી, ‘અબોલ’ સાક્ષી બની રહીને શ્વાછોશ્વાસ ચલાવનાર આત્મા જે જ્ઞાન, સંસ્કારો, તૃષ્ણા, વાસનાઓ વગેરેની છાપ પોતાની સાથે લઈને આવેલો ત્યાંથી જ, હવે પછીના જન્મમાં પોતાની સફર આગળ વધારે છે. આ આખી પ્રક્રિયા સાથે ‘કર્મ-બંધન’ની કડી પણ સંકળાયેલી છે. છતાં આ લેખનો મુખ્ય વિષય ‘આત્માનો સાક્ષીભાવ’ હોઈને પૂર્વ જન્મોમાં ભરપાઈ કર્યા વગરના કર્મોની ચર્ચાનો સમાવેશ અહીં નથી કર્યો.
કદાચ ‘આત્માના સાક્ષીભાવ’ના ગુણને કારણે જ આધ્યત્મિક માર્ગે ચાલી રહેલા સંતો એવી સલાહ આપતા હશે કે નીતિના માર્ગે, નિષ્કામ કર્મ કરતા રહીને તમારી સાથે અને તમારી આસપાસ જે થઈ રહ્યું છે તેને સાક્ષી ભાવે જોતા રહો. કારણ કે નિસ્પૃહ ભાવે ઈશ્વરનું નિરંતર ચિંતન કરનારા ભક્તોનું ‘યોગક્ષેમ’ તેઓ પોતે જ વહન કરતા હોય છે:
अनन्याश्िचन्तयन्तो मां ये जनाः पर्युपासते।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् “।।9.22।।
मैं जीवनमे कुछ कर ना सका..
‘हिंदी’ માં લખાયેલી એક કવિતાની આ પંક્તિઓમાં જીવન માટે એક ગૂઢ અર્થ સમાયેલો છે. આ પંક્તિઓ જીવનનું તત્ત્વજ્ઞાન સમજાવવા ઉપરાંત જીવનના આધ્યાત્મિક ઉદ્દેશ તરફ પણ આપણું ધ્યાન દોરે છે.
હું જ મળ્યો ?
બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?
દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે. આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે. અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ ઊંચેથી નીકળતા હોય છે. “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”
આપણે કોણ ?
આપણી આજુબાજુ પોતાના શરીરો લઈને જે આત્માઓ ચાલી રહ્યા છે તે સઘળા પૂર્વ જન્મોમાં પણ આપણી નજીક હતા.
તેઓ આપણા જ જીવનના રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હોવા છતાં એ આત્માઓને આપણે આજે ઓળખતા નથી.
કોઈ જીવનમાં આપણને ઉપર ઉઠાવવા આવે છે, કોઈ પહેલાંના હિસાબ ચૂકવવા તો કોઈ ભલું કરીને ભૂલી જવા.
આપણા, એમના, અને આ સઘળા આત્માઓ એક જ પરમાત્માના અંશો છીએ; એક જ પ્રકાશ વડે ચેતનામય છીએ.
છતાં પણ દરેક જીવનમાં આપણે શા કારણથી એક-બીજા પ્રત્યે રાગ-દ્વેષ, ચાહત-તિરસ્કાર, લગાવ-ઈર્ષ્યા રાખીએ છીએ ?
આપણે કોણ છીએ? આપણા સિવાયના બીજા બધા જ રાહબરો કોણ છે જે પૂર્વ જન્મોમાં પણ આપણી સાથે ચાલ્યા હતા?
આપણે અહીં શા માટે ?
આપણામાંના મોટા ભાગના લોકો આખી જિંદગી સામાન્ય જીવનના રસ્તાઓ ઉપર ચાલતા રહીને ‘જીવી જતા’ હોઈએ છીએ. રોજીંદા જીવનમાં રહેલી જવાબદારીઓને નિભાવતાં, અભ્યાસ, નોકરી-ધંધો, રોજગારી, લગ્ન, ગૃહસ્થાશ્રમ, વૃધ્ધાશ્રમ અને અંતિમ વિદાય- જેવા ક્રમમાંથી પસાર થઈને જીવન પૂરું કરતાં હોઈએ છીએ. અહીં અનુપમ જલોટાએ અને એમના પિતા સ્વ. પુરુષોત્તમ જલોટાએ ગાયેલું ભજન યાદ આવે છે: “जनम तेरा बातोंमें बीत गयो, पर तूने अज हु ना कृष्ण कह्यो”. આ સુંદર ભજનમાં માનવ જીવન માટે એક ગૂઢ સંદેશ રહેલો છે, જે સમજાવે છે કે સંસારની જવાબદારીઓ નિભાવતાં રહીને, સાથે આધ્યાત્મની કેડી ઉપર પણ પગ માંડતા રહેવું જરૂરી છે. ઈશ્વરને જાણવું, સમજી શકવું એ સહેલું કાર્ય નથી. જેણે આપણને મહામૂલો મનુષ્ય જન્મ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ઈશ્વરને પણ આપણા રોજીંદા જીવનમાં સામેલ કરવા જરૂરી છે.
કોઈ તો બતાવો મને મારું સરનામું !
આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.
Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.
આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.
ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.
{{commentsModel.comment}}