હું જ મળ્યો ?
બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?
દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે. આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે. અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ ઊંચેથી નીકળતા હોય છે. “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”
હવે આ પ્રશ્નની બીજી બાજુ આપણે જોઈએ તો એમનો ગૂઢ, છતાં મૌન ઈરાદો એવો હોય છે કે એમને ભાગે આવેલી મુશ્કેલીઓ અને મુસીબતો કોઈ બીજાના જીવનમાં ફંટાઈ જાય! અને એવું જો થઇ શકે તો પોતાના જીવનમાં આવેલ , પોતાનાથી સહન નહીં થઇ શકતી પહાડ જેવી આફતો કોઈ બીજાના ગળાનો ફાંસો બને અને પોતે બચી જાય. આવા લોકો મોટે ભાગે પોતાની જાતને બહુ જ હોંશિયાર અને ચપળ સમજતા હોય છે. પણ આવા લોકો માટે ઈશ્વર એમનાથી પણ મોટો ફાંટાબાજ હોય છે. કેમ જાણે કે કહેતો હોય : “तू डाल, डाल, तो मैं पात, पात” (તું જો ડાળીએ ડાળીએ હોય તો હું પાંદડે, પાંદડે બેઠો છું”). હકીકતમાં આવા લોકોની બુધ્ધિ ઉપર, સમજણ શક્તિ ઉપર અને વિવેક બુધ્ધિ ઉપર અજ્ઞાનનો જાડો થર જામી ગયો હોય છે. આ અજ્ઞાન માત્ર ૧-૨ જન્મોનું જમા થયેલું નથી, પણ જન્મો-જન્માંતર થી જમા થતું આવેલું અજ્ઞાનનું એવું જાડું થર છે, જેની હેઠળ બુદ્ધિ, સમજ શક્તિ, વિચાર શક્તિ, વિશ્લેષણ શક્તિ અને વિવેકબુધ્ધિ નિર્બળ અને મૃત:પાય દશામાં પડેલાં હોય છે.
આધ્યાત્મ જ્ઞાનના અગાધ સમુદ્રમાં આપણે જો એકાદ ડૂબકી પણ મારી હોત તો આપણે પાયાના પ્રશ્નો, જીવનને લગતા ઊંડા પ્રશ્નો પૂછવાની અક્કલ આપણે મેળવી શક્યા હોત. આ પ્રશ્નો, જેવા કે: “હું કોણ છું?” “ઈશ્વર કોણ છે?” પરમાત્મા અને જીવાત્મા વચ્ચે શું ફેર છે?” “આપણે અહીં, આ પૃથ્વી ઉપર શા કારણે છીએ?” “ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને અહીં આ જીવનમાં મોકલ્યા છે તો જીવનનો શું ઉદ્દેશ છે?” “અહીં આવ્યા પછી આપણે શું કરી જવાનું છે”, વગેરે, વગેરે.
હજી આગળ ઉપર વિચાર કરીને સમજીએ તો ખ્યાલ આવશે કે આપણા સહુના જીવનમાં મુશ્કેલીઓ અથવા અસહ્ય એવા સંજોગો આવે છે એના દેખીતાં ૨ કારણો છે.
૧. આપણે પૂર્વજન્મો માં જાણતાં અથવા અજાણતાં જે કર્મો કરેલાં અને જે આ પહેલાંના જન્મોમાં એમનું ફળ આપવા પરિપક્વ નહીં થયેલાં તે કર્મો આ જન્મમાં હિસાબ ચૂકતે કરવા આપણી સામે આવીને ઊભા છે. આપણા કર્મોનું ભોગાતન આપણે જ કરવાનું છે. કારણ કે ઈશ્વર કોઈના કર્મો અને કર્મફળ ના હિસાબ-કિતાબમાં માથું નથી મારતો. મુશ્કેલીઓ અને આવતાં રહેલાં દુ:ખોનો સંબંધ સીધો આપણે કરેલાં કર્મો સાથે છે. બીજા કોઈએ કરેલાં કર્મો આપણા ખાતામાં જમા થતા નથી. એ જ રીતે આપણા કર્મો કોઈ બીજાના ખાતામાં લખતા નથી, સિવાય કે આપણે સીધી અથવા આડકતરી રીતે એ કર્મો સાથે જોડાયેલા હોઈએ. આપણા ભાગે જે ભોગવવાનું આવે છે તે આપણા જ કર્મોના ફળ હોય છે.
૨. આપણા (અર્થાત સહુના ) જીવનમાં આવતી મુશ્કેલીઓ, આપત્તિઓ અને તકલીફો આપણા જીવનનું ઘડતર કરવાના ઉદ્દેશથી આવતી હોય છે. મુશ્કેલીઓનાં વહેણમાં ડૂબ્યા વગર મન અને મગજનું સમતોલન રાખીને તરતા રહેવું અને મુશ્કેલીઓમાંથી સફળતા પૂર્વક સાજા સમા બહાર નીકળી ગયા પછી,એ અનુભવમાંથી જે જ્ઞાન મળે છે તે વડે આપના જ્ઞાનના ભંડોળ માં વધારો કરતાં રહેવું એ બીજો ઉદ્દેશ છે. “There is no problem without a cure” એટલે “એવી કોઈ મુશ્કેલીઓ નથી હોતી જેમનું નિરાકરણ ન થઇ શકતું હોય.”
આ ઉપરાંત આવતી મુશ્કેલીઓ ની પાછળ ઢંકાયેલો બીજો એક ઉદ્દેશ એ પણ છે કે આપણે દરેકે કર્મો સારાં જ કરવાં. આ મુજબ આપણા દરેક જન્મમાં આપણા પૂર્વ જન્મો કરતાં આપણે વધુ અનુભવનો, વધુ જ્ઞાનનો, અને બુદ્ધિનો ખજાનો આપણે વધારતા જઈએ છીએ. આ હકીકત સાથે બીજી પણ એક વાત ધ્યાનમાં અખવા જેવી છે. આપણા જીવનની સફર દરમ્યાન આજુબાજુના લોકો, વાતાવરણ, લોભ, મોહ, કામ, ક્રોધ, બીજાઓની તરક્કી પત્યે આપણી ઈર્ષ્યા અને અરાજકતાને કારણે આપણે સામે ચાલીને તકલીફો વહોરી લેતા હોઈએ છીએ. આ બધાં એ વિનાશક બળો છે જે આપણને આપણા ઉદ્દેશથી દૂર લઇ જાય છે. એ પછી ધ્યેય વગરના જીવનમાં આપણે અયોગ્ય વિચારો કરીએ છીએ, ખોટા નિર્ણયો લઈએ છીએ અને નીતિ વિહોણા કાર્યો કરીએ છીએ. આવાં નીતિ વિહોણા કાર્યો જ આપણા હાનીકારક કર્મોમાં વધારો કરતા રહે છે.
આજ સુધી આપણે જેટલાં પણ વર્ષો જીવ્યા તે બધાંના સંભારણાંઓને પાછળ ફરીને જોઈશું તો ખ્યાલ આવશે કે આવેલી મુશ્કેલીઓ અને દુ:ખોને પાર કરીને આપણે અત્યારના વર્તમાનમાં સુખ અને શાંતિથી જીવી રહ્યા છીએ. આ પરથી બીજી પણ એક વાત ધ્યાનમાં લઈને જીવનમાં ઉતારવા જેવી છે. તે એ કે મુશ્કેલીઓના દિવસો પણ વીતી જાય છે. અંધારી રાત પછી વિશ્વને પ્રકાશ આપનારી અને આશાથી ભરેલી સવાર પણ આવતી જ હોય છે. જીવનની કોઈ પણ પરિસ્થિતિ હમેશાં એક સરખી રહેતી નથી. તેથી આપણે સહુએ સુખ અને દુ:ખ વચ્ચે સમતોલન જાળવીને જીવતા જવાનું છે.
અહીં, આ લેખને વિરામ આપવા પહેલાં હું એક ભલામણ કરવા ઈચ્છું છું. “કાતિલ શિફાઈ” નામના એક શાયરે પોતાની એક ગઝલમાં ઈશ્વર પાસે જે માંગ્યું છે તે જાણીને આપણા દિલમાં એ ગઝલકાર માટે સન્માન ની લાગણી જન્મે છે. આ ગઝલના પહેલાં શબ્દો છે: “दर्द से मेरा दामन भर दे, या अल्लाह ....”.
તો ચાલો, “આધ્યાત્મની કેડીએ” ના વિભાગ હેઠળ લખાયેલા આ લેખને એક હૃદય-સ્પર્શી ગીત સાંભળીને આપણે વિરામ આપીએ. જીવનમાં સુખ તો બધા જ માંગતા હોય છે. પણ કોઈ વિરલાઓ એવા પણ હોય છે જે જીવનમાં આવતાં સુખ અને દુ:ખોને સમતોલ રાખવા ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે કે : ““दर्द से मेरा दामन भर दे, या अल्लाह ....”.
અમે કિનારે બેઠા,
તો’ય તરસ્યા
અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા
મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા
તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા
મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
કોઈ તો બતાવો મને મારું સરનામું !
આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.
Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.
આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.
ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.
આપણે કોણ ?
આપણી આજુબાજુ પોતાના શરીરો લઈને જે આત્માઓ ચાલી રહ્યા છે તે સઘળા પૂર્વ જન્મોમાં પણ આપણી નજીક હતા.
તેઓ આપણા જ જીવનના રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હોવા છતાં એ આત્માઓને આપણે આજે ઓળખતા નથી.
કોઈ જીવનમાં આપણને ઉપર ઉઠાવવા આવે છે, કોઈ પહેલાંના હિસાબ ચૂકવવા તો કોઈ ભલું કરીને ભૂલી જવા.
આપણા, એમના, અને આ સઘળા આત્માઓ એક જ પરમાત્માના અંશો છીએ; એક જ પ્રકાશ વડે ચેતનામય છીએ.
છતાં પણ દરેક જીવનમાં આપણે શા કારણથી એક-બીજા પ્રત્યે રાગ-દ્વેષ, ચાહત-તિરસ્કાર, લગાવ-ઈર્ષ્યા રાખીએ છીએ ?
આપણે કોણ છીએ? આપણા સિવાયના બીજા બધા જ રાહબરો કોણ છે જે પૂર્વ જન્મોમાં પણ આપણી સાથે ચાલ્યા હતા?
આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની
પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:
{{commentsModel.comment}}