આપણે કોણ ?
આપણે, આપણો આ જન્મ જીવી રહ્યા છીએ.
ગયા જન્મમાં પણ આપણે હતા, એટલું જ કે તે વખતના નામ -રૂપ આપણને આ જન્મમાં યાદ નથી.
ગયા જન્મની પહેલાંના જન્મમાં પણ આપણે હતા અને એની પહેલાના અસંખ્ય જન્મો માં પણ.
એ દરેક જન્મમાં આપણને માનવ જીવન આપનારા માતા-પિતા પણ હતા; કોણ, કોણ હતા એ ખબર નથી.
એ બધા જન્મોમાં સઘળા સગાં-સંબધીઓ હતા, જેઓ આજે પણ આપણી આસપાસ છે પણ એમની ઓળખ નથી .
આજે જે આત્મા આપણા શરીરમાં છે, ૧૦૦-૨૦૦ વર્ષ પહેલાંના આપણાં શરીરોમાં પણ એ જ આત્મા ચૈતન્યમાન હતો.
આજે, આ જન્મમાં પણ એ જ આત્માએ ઓઢેલું શરીર આપણે અપનાવ્યું છે જે આ જીવનમાં આપણને કાર્યરત રાખે છે.
આપણી આજુબાજુ પોતાના શરીરો લઈને જે આત્માઓ ચાલી રહ્યા છે તે સઘળા પૂર્વ જન્મોમાં પણ આપણી નજીક હતા.
તેઓ આપણા જ જીવનના રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હોવા છતાં એ આત્માઓને આપણે આજે ઓળખતા નથી.
કોઈ જીવનમાં આપણને ઉપર ઉઠાવવા આવે છે, કોઈ પહેલાંના હિસાબ ચૂકવવા તો કોઈ ભલું કરીને ભૂલી જવા.
આપણા, એમના, અને આ સઘળા આત્માઓ એક જ પરમાત્માના અંશો છીએ; એક જ પ્રકાશ વડે ચેતનામય છીએ.
છતાં પણ દરેક જીવનમાં આપણે શા કારણથી એક-બીજા પ્રત્યે રાગ-દ્વેષ, ચાહત-તિરસ્કાર, લગાવ-ઈર્ષ્યા રાખીએ છીએ ?
આપણે કોણ છીએ? આપણા સિવાયના બીજા બધા જ રાહબરો કોણ છે જે પૂર્વ જન્મોમાં પણ આપણી સાથે ચાલ્યા હતા?
તેઓ માં થી કોઈ આપણા માતા, અથવા પિતા, અથવા ભાઈ અથવા બહેન અથવા આપણા નીકટના સંબંધીઓ, મિત્રો હતા.
આ જન્મમાં માનવ જન્મ લઈને જન્મેલા આપણે અને તેઓ સહુ પૂર્વજન્મોમાં પણ માનવ જન્મ લઈને જ જન્મ્યા હતા.
કારણ કે એક વાર મનુષ્ય યોનીમાં જન્મ લઇ ચૂકેલા આત્માઓ પછીના જન્મોમાં પણ મનુષ્ય યોનીમાં જ જન્મ લેતા રહે છે.
કર્મો ગમે તેવાં કર્યા હોય છતાં માનવ-શરીર જ મળે છે. જો કે અધમ અને અત્યાચાર ભર્યા કર્મો પ્રાણીઓ જેવી યાતના આપે છે.
દરેક જન્મમાં જન્મભૂમિ પણ બદલાઈ શકે છે. પૂર્વજન્મોની યાદદાસ્ત લઈને જન્મેલાઓ અમૂક લોકો આ સાબિત કરી ચૂક્યા છે.
તો પછી આપણે હિંદુ-મુસલમાન, શીખ, ઈસાઈ વચ્ચેના મતભેદો, વેરભાવ, દુશ્મનાવટ શાને ઊભા કરતાં જઈએ છીએ?
ઈશ્વરે કહ્યું કે “માનવ સેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે.” તો શાને માનવોને અવગણીને મંદિરોમાં દોડ લગાવી રહ્યા છીએ?
આપણે આપણને જ ઓળખી નથી શક્યા તો બીજાઓને ક્યાંથી ઓળખીશું ? અને ઈશ્વરને ઓળખવાની વાત તો દૂર જ રહી!
માનવ-જન્મનું અંતિમ ધ્યેય ઈશ્વરને ઓળખવાનું છે તો આ ધ્યેય ને ક્યારે હાંસિલ કરી શકીશું ? કેટલાં જન્મો પછી?
હવે સમજાય છે કે સાધુ-સંતો શા માટે કહી ગયા છે કે ઈશ્વરને ઓળખવા ૮૪ લાખ યોનીઓમાંથી પસાર થવું પડે છે!
અને અહીં આપણે કર્મની વાત તો હજી કરી જ નથી. આપણા કર્મો જ આપણને જન્મ-મરણના અવિરત ફેરાઓમાં બાંધે છે.
‘કર્મયોગ’ની વાત ગીતામાં વાંચી છે, પ્રવચનોમાં સાંભળી છે. પણ ‘કર્મ સન્યાસ યોગ’ વિષે આપણે ક્યાં કશું ય વિચાર્યું છે?
“જે પણ સારું કર્યું તે મેં કર્યું”, “જે બધું કરું છું તે ‘હું’ જ કરું છું” એવાં ‘કર્તુત્વ ભાવ અને અહમ આપણાથી ક્યાં છૂટે છે ?
તો આવો, શાંત ચિત્તે, મનના આધ્યાત્મિક ઓરડામાં બેસીને આપણે સર્વ પ્રથમ આપણને પોતાને ઓળખીએ.
राम नाम सत्य है
રામ નામ સત્ય છે.
આ દુનિયામાં ‘એક માત્ર ઈશ્વર જ સત્ય છે’ એ અનુભૂતિ આપણને સંસારના લોભામણા રસ્તાઓપર સાચવીને ‘આગમચેતી પૂર્વક’ ચાલતા રહેવાનો સંદેશ પણ આપે છે. ચાલો, આધ્યમિકતાની આ કેડી ઉપરચાલતાં, ચાલતાં આપણે પણ મનમાં ઉચ્ચારતા રહીએ: “राम नाम सत्य है” આ ઉક્તિના ગૂઢાર્થને, એની પાછળ છુપાયેલા સંદેશાઓને સમજતાં રહીએ
વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન
આપણને હાથ ઝાલીને લઇ જશે મોક્ષના દ્વારે
“માત્ર જીવી જવા” ને બદલે દેશ, સમાજ, પરિવારો કાજે કંઈક કરતાં જઈએ.
ગઈકાલે જન્મ્યા, આજે જીવ્યા, કાલે વિદાય લઈશું ત્યારે સાથે શું લઇ જઈશું?
આ જીવનની પેલે પાર કોઈ રાહ જુએ છે આપણી, તે પૂછશે : “શું કરી આવ્યા?”
“માત્ર જીવી આવ્યા કે કંઈક ભાથું બાંધી લાવ્યા કે પછી ખાલી હાથે?”
मैं जीवनमे कुछ कर ना सका..
‘हिंदी’ માં લખાયેલી એક કવિતાની આ પંક્તિઓમાં જીવન માટે એક ગૂઢ અર્થ સમાયેલો છે. આ પંક્તિઓ જીવનનું તત્ત્વજ્ઞાન સમજાવવા ઉપરાંત જીવનના આધ્યાત્મિક ઉદ્દેશ તરફ પણ આપણું ધ્યાન દોરે છે.
આપણી સફરના કર્મ-બંધીઓને ઓળખીએ
ઘણી અટપટી છે આ સફર.
અગણિત લોકો જીવનમાં આવતા રહે છે,
આપણો રસ્તો ક્રોસ કરતા રહે છે
કોઈ મુસ્કરાતા જાય છે, કોઈ આંખો કાઢતા,
કોઈ તો બતાવો મને મારું સરનામું !
આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.
Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.
આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.
ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.
{{commentsModel.comment}}