કોઈ તો બતાવો મને મારું સરનામું !

Oct 06, 2019 10:34 PM - Harish Panchal

1296


કોઈ તો બતાવો મને મારું સરનામું !

 

આપણું પિયર કયું?  આપણું સાસરું કયું?આપણું ઘર કયું?

તમને ખબર છે આપણું કાયમી સરનામું?

આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.

Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.

આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.

ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.

ઈન્કમટેક્ષ ભરવા માટે સરનામું જોઈએ.

બેંકમાં ખાતું ખોલાવવું હોય તો સરનામું જોઈએ.

PanCard કરાવવો હોય તો સરનામું જોઈએ.

Aadhaar Card માટે સરનામું જોઈએ.

પાસપોર્ટ કરાવવો હોય તો સરનામું જોઈએ.

દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે પતિનું સરનામું જોઈએ.

નોકરી શોધવા જઈએ ત્યાં સરનામું માંગે.

ધંધો શરુ કરવો હોય તો સરનામું જોઈએ.

મોટર સાઈકલ અથવા ગાડીનું લાઈસન્સ કઢાવવું હોય તો સરનામું જોઈએ.

Dish TV, અથવા Cable નું connection જોઈતું હોય તો સરનામું જોઈએ.

આ દુનિયાને છોડીને જઈએ ત્યારે Death Certificate માટે સરનામું જોઈએ.

Mobile phone માટે sim card જોઈતું હોય તો આધાર કાર્ડ જોઈએ.

 સરનામું, સરનામું અને સરનામું. જ્યાં જઈએ ત્યાં સરનામું!

 

આ બધું વાંચ્યા પછી મગજની દીવાલો ઉપર જે વાત કોતરાઈ જાય તે એ છે કે એક વાર આ દુનિયામાં દાખલ થઈએ ત્યારથી માંડીને, દુનિયામાંથી વિદાય લઈએ ત્યાં સુધી આપણુ સરનામું પડછાયાની જેમ આપણો પીછો કરતું રહે છે. 

અસલના વખતમાં જયારે પોસ્ટ ઓફીસ નહોતી,આંગડીયા અથવા couriers નહોતા, UPS, FEDEX, Blue Dart, કે DHL ની સેવાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે લોકો સગાં –સંબંધીઓ અથવા સ્નેહીઓનો સંપર્ક કરવા પોસ્ટ કાર્ડ અથવા આંતરદેશીય પત્રોલખતાં. ત્યારે મોટા ભાગના ગામડાઓમાં પાકા રસ્તાઓ પણ નહોતા અને રસ્તાઓના નામ પણ નહોતા. “S. T. stand ની સામે”, “પોસ્ટ ઓફિસની પાછળ”, “કરિયાણાવાળાની દુકાનની પાસે”, “ટાવરની બાજુમાં”, એવાં સરનામાં હતાં અને પત્રો પહોંચી પણ જતા. છતાં અમુક કિસ્સાઓમાં એવું પણ બનતું કે ગેરવલ્લે  પડેલા પત્રો અથવા પોસ્ટ કાર્ડ જેમના પર મોકલાયા હોય તેમના મૃત્યુ પછી કેટલા સમય બાદ એ સરનામે પહોંચ્યા હોય. મૃત્યુ પહેલાં તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યા મોજૂદ હોવા છતાં, એમના સંબંધીઓ પણ એ જ જગ્યાએ રહેતા હોવા છતાં એ સદગતનું સરનામું હવે બદલાઈ ગયું હોય છે.

જુના વખતથી આપણા દેશમાં બાળકોના અભ્યાસ માટે ગુરુકૂળની શિક્ષણ પ્રથા પ્રચલિત હતી અને એ ગુરુકૂળસંસ્થાન જ્યાં પણ સ્થાયી હોય ત્યાં બાળકોને જવું પડતું. એમનો અભ્યાસ પૂરો નહીં થાય ત્યાં સુધી બાળકોનું સરનામું એ ગુરુકૂળ સંસ્થા જ રહેતી. અત્યારના સમયમાં પણ ૧૧મી અથવા ૧૨મી સુધી વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે રહીને જ શાળાનો અભ્યાસક્રમ પૂર્ણ કરતાં હોય છે. પણ જયારે ઊચ્ચ અભ્યાસ માટે કોલેજમાં અને પછી post-graduate અથવા internship માટે દૂર જાય છે ત્યારે ૪-૬ વર્ષોસુધી એમનું સરનામું પણ બદલાય છે. અત્યારના હરણફાળ ભરી રહેલા પ્રગતિના સમયમાં નોકરી પણ ઘર આંગણે જ મળી રહે એ દિવસો હવે રહ્યા નથી. મહદ્ અંશે યુવાનોને પોતે નિશ્ચિત કરેલી career માં નોકરી મેળવવા બીજા શહેરોમાં અથવા રાજ્યોમાં જવું પડે છે. હાલના સમયમાં સાધન-સંપન્ન પરિવારોના બાળકો વિદેશમાં નોકરી મેળવીને ત્યાંજ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય છે. આવા કિસ્સાઓમાં એમના અભ્યાસ અને career ના દરેક તબક્કે એમનું સરનામું બદલાતું રહે છે.

દીકરીઓ જન્મ પછી જે ઘરમાં જન્મ લઈને મા-બાપના લાડકોડ વચ્ચે મોટી થાય છે, ભણી-ગણીને બાળપણ વિતાવીને સુશીલ યુવતી થાય છે તેઓને પણ પરણ્યા પછી એ ‘વહાલું પિયર’ છોડીને સાસરે – પોતાના પતિના ઘરે જવું પડે છે. પોતાના નામ સાથે ૨૨-૨૫ વર્ષો સુધી જોડાયલું સરનામું એક જ રાતમાં બદલાઈ જાય છે.

વિદેશોમાં અને અત્યારના સમયમાં અહીં પણ જીવનની સંધ્યા વ્યક્તિઓને જયારે વૃદ્ધાવસ્થામાં લઇ જાય છે ત્યારે પોતાના સગાં-સંબધીઓ અને કુટુંબીજનોથી દૂર થઈ ગયેલા અથવા ત્યજાયેલા વૃદ્ધજનોને NursingHomes અથવા વૃદ્ધાશ્રમોમાં રહેવાનો વખત આવે છે. એમાંના ઘણાને પોતાનું ઘર હોવા છતાં ‘homeless’ જેવી અવસ્થામાં એ ઘરને બદલે વૃદ્ધાશ્રમનું સરનામું સ્વીકારવું પડે છે.

આ રીતે જીવનના અલગ, અલગ તબક્કાઓમાં સરનામાં બદલાતાં રહે છે. દુનિયાના મોટા ભાગના દંપતીઓ બાળકોની ઝંખના રાખતા હોય છે. જેમને બાળકો નથી થતા તેઓ શક્ય હોય એ બધા પ્રયાસો કરીને ઘરે પારણું બંધાય એ માટે આકાશ-પાતાળ એક કરતાં હોય છે. બાળકો મોટા થઈને અભ્યાસ અર્થે અથવા નોકરી-ધંધા અર્થે ઘરથી, પોતાનાથી દૂર જાય છે ત્યારે એમનું મન બહુ દૂભાય છે. બાળકો દૂર હોય છે ત્યારે પોતાના જીવનમાં એક પ્રકારનો ખાલીપો અનુભવે છે. અને જયારે બાળકો પરણીને અલગ રહે છે ત્યારે બાકી રહેલા જીવનમાં કાયમની અધૂરપ સહન કરીને જીવતા રહે છે. અને એ જ બાળકો જયારે મા-બાપને વૃધ્ધ્શ્રામમાં મૂકી આવે છે ત્યાર પછી તેઓને પોતાનું સરનામું તો શું, નામ સાંભળવાની ઈચ્છા નથી રહેતી. જે બાળકોના પારણા બંધાય એ માટે પ્રાર્થનાઓ કરેલી, બાધાઓ રાખેલી, જે બાળકો માટે રાચ-રચીલું વસાવેલું એ બધું પાછલા સમયમાં ખાલી પડેલા ઘરમાં છાતીપર આવતું હોય એવો અહેસાસ થતો રહેછે. ખાલી પડી ગયેલા ઘરોના સરનામામાં નામો તો હાય છે (‘નામા’) તો  હોય છે, પણ ‘સર’ (માથાંઓછાં થઈ ગયાં હોય છે.

હૈયામાંથી જયારે આવી વેદના જાગે છે, અને ઈશ્વર પાસે આનો ન્યાય માંગવા હાથ જોડીને, આંખો બંધ કરીને અંતરનાં ઊંડાણમાં ઉતરીએ છીએ ત્યારે અંદરથી અવાજ આવતો સંભળાય છે:

“મારા બાળક, શાંત થઈ જા. અફસોસ નહીં કર. પૃથ્વીપર તારા સરનામાની ચિંતા નહીં કર. તારા જન્મ પછી તારી ઓળખ સાથે, તારા રહેઠાણની કોઈ ને કોઈ વ્યવસ્થા મેં કરેલી જ છે. જીવનના બધા જ તબક્કાઓ, એમની સાથે ગૂંથાયેલા અલગ, અલગ મુકામો અને ક્ષેત્રો, અને એમની સાથે જોડાયેલી બધી સગવડોની કાળજી મેં રાખેલી જ છે. માત્ર એટલું જ કે એ બધી સગવડો તને બીજા કોઈ મારફતે મળી હશે, પણ એ બધાંની વ્યવસ્થા મેં જ કરેલી હોય છે. જીવનના બધા જ મુકામો. બધી પરિસ્થિતિઓ, બધી સમસ્યાઓ, સુખ, દુઃખ, સંયોગ, વિયોગ, શાંતિ, અશાંતિ, વગેરે, બધું જ બદલાતું રહે છે. જગતમાં એક માત્ર મારા સિવાય કંઇ જ સ્થાયી નથી. જેવી રીતે ‘નામ’ એ માત્ર શરીરની ઓળખ છે, એ જ રીતે ‘સરનામું’ એ ઘરના માળખાનું નામ છે જે માત્ર એ શરીરને આશ્રય આપવાનું, એના સુધી પહોંચવાનું, એનો સંપર્ક સાધવાનું એક માધ્યમ છે.”

“તું પૂછે છે તારું સરનામું કયું? તો સાંભળ. લાખો અને કરોડો લોકો જે રસ્તાઓ ઉપર, ખુલ્લા આકાશ  નીચે પોતાના પરિવાર સાથે રહે છે, ત્યાં જ પોતાનો સંસાર માંડે છે, બાળકોને જન્મ આપે છે, એ બાળકો પણ રસ્તાઓ ઉપર જ મોટા થાય છે અને હસતા રમતા જીવતા જાય છે. એમનું શું સરનામું છે? જેઓ સરનામાવાળા પોતાના ઘરમાં છે, તેમનું અને જેમનું કોઈ ઘર નથી અને રસ્તાઓપર રહીને જીવન ગુજારે છે, એ સહુનું યોગક્ષેમ હું સંભાળું છું. તું ચિંતા નહીં કર. મહાભારત વખતે અર્જુનને મેં જે સમજાવ્યું હતું, જે સલાહ આપી હતી તે તને પણ કહું છું. ધ્યાનથી સાંભળ:

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।18.66।।

તારા નામ અને સરનામા જેવાં વિષયોની તું ચિંતા નહીં કર. આવી બધી ચર્ચાઓ, વિચારો છોડીને મારે જ શરણે આવ. તમે બધા એક મૂળ વાત ધ્યાનમાં રાખો. પૃથ્વી ઉપરનું તમારું આ જીવન થોડા સમય માટે ની માત્ર એક ‘મુલાકાત’ છે. તને ઈંગ્લીશમાં સમજાવું તો, “your life on the earth with this body of yours is only a short trip on the roads of my earthYou will make countless of such trips there with different bodies at different times. On the map of my Universe each of such trips between birth and death of an individual is marked by a very tiny dot, not even a short line.”

આ તને સમજાયું હોય તો મૂળ, પાયાની વાત પણ સમજી લે કે “પૃથ્વીપરનું તારું સરનામું માત્ર ક્ષણજીવી છે અને ક્ષણજીવી રહેશે.”

આગળ સાંભળ. “તારા જીવનમાં સ્થાયી થયા પછી તું જ્યાં રહ્યો એ ઘર અને એ ઘરનું સરનામું કાયમી નહોતું. સરનામાવાળા મકાનો અને એવી બધી ચીજો જડ હોઈને નાશવંત હોય છે. જેવી રીતે શરીરની આયુ હોય છે એવી જ રીતે જડ વસ્તુઓની પણ આયુ હોય છે, એ ક્ષણભંગુર હોય છે. તારું શરીર જે ચેતન છે તે મારી ચેતનાને કારણે છે. તું વિચારી શકે છે, મને પ્રશ્નો પૂછી શકે છે, પ્રાર્થના કરી શકે છે, ફરિયાદ કરી શકે છે, પ્રવૃત્તિ કરી શકે છે, પ્રગતિ કરી શકે છે, તે બધું, તારી અંદર મારો જે અંશ રહેલો છે એને કારણે શક્ય બનતું હોય છે.  પૃથ્વીપર તું અને તારા જેવા બીજા બધા જ જીવો જે પોતાના જીવનની સફરમાં આગળ વધી રહ્યા છે તે સહુ એક ટૂંકી મુલાકાત માટે જ ત્યાં આવ્યા છે. જીવનનાં થોડાં વર્ષોની આ મુલાકાત છે અને એ કારણથી પૃથ્વીપર તારા કાયમી સરનામાની ચિંતા અર્થહીન છે. તારું સાચું અને કાયમી સત્નામું છે, ‘પરમધામ’, જે મારું પોતાનું ઘર છે, મારું જ કાયમી સરનામું છે.

માનવ શરીરમાં રહેલા તમે સહુ મારા જ આત્માના અંશને લઈને તમારી સફરમાં આગળ વધી રહ્યા છો. હકીકતમાં તમે સહુ આત્માઓ છો. પણ હું તમને થોડા, થોડા સમય પછી પૃથ્વીપર મોકલતો રહું છું, જેથી તમે સહુ, પહેલાં તમને પોતાને ઓળખી શકો. એક વાર તમને તમારી પોતાની ઓળખ થઈ જાય પછી તમાંરી અંદર જ સાક્ષીભાવે બેઠેલા મને તમે ઓળખી શકશો, અનુભવી શકશો. આ એ ઘડી હશે જયારે તમને બધા હાલતા-ચાલતા જીવોમાં હું જ વસ્યો હોવાની અનુભૂતિ થવા લાગશે; જયારે તમારા હૈયામાંથી દ્વેષભાવ, ભેદભાવ, ઘૃણા, ઈર્ષ્યા, ક્રોધ, લોભ, માયા, મોહ, ભ્રમ અને ઈચ્છાઓ જેવા આવરણો આપોઆપ ખરી ચૂક્યાં હશે. અને તમને સર્વત્ર આત્મારૂપે માત્ર મારી જ હાજરી અને અનુભૂતતિ થતી રહેશે. આ સ્થિતિ તમે મહેસૂસ કરી શકો એ પહેલાં અગણિત જન્મોની મુસાફરી તમે કરી ચૂક્યા હશો. આ પછીનો એ સમય હશે જયારે તમારો આત્મા પરમાત્મા સાથે લીન થઈ ચૂક્યો હશે અને ‘પરમ ધામ એ જ તમારું સરનામું હશે’, જે મારું પોતાનું સરનામું છે.

તું બધાને પૂછતો હતો: “કોઈ મને મારું સરનામું બતાવો” તો જાણી લે કે તારું કાયમી સરનામું છે ‘પરમધામ’, જે મારું પણ સરનામું છે. પણ ત્યારે તારું સરનામું આપતી વખતે તને આગળ c/o (care of) લખવાની જરૂર નહીં પડે, કારણકે ત્યારે તું મારાથી અલગ નહીં હોય!”

આપણે અહીં શા માટે ?

Nov 03, 2022 05:15 PM - Harish Panchal ('hriday')

આપણામાંના મોટા ભાગના લોકો  આખી જિંદગી સામાન્ય જીવનના રસ્તાઓ ઉપર ચાલતા રહીને ‘જીવી જતા’ હોઈએ છીએ. રોજીંદા જીવનમાં રહેલી જવાબદારીઓને નિભાવતાં, અભ્યાસ, નોકરી-ધંધો, રોજગારી, લગ્ન, ગૃહસ્થાશ્રમ, વૃધ્ધાશ્રમ અને અંતિમ વિદાય- જેવા ક્રમમાંથી પસાર થઈને જીવન પૂરું કરતાં હોઈએ છીએ. અહીં  અનુપમ જલોટાએ અને એમના પિતા સ્વ. પુરુષોત્તમ જલોટાએ ગાયેલું  ભજન યાદ આવે છે: “जनम तेरा बातोंमें बीत गयो, पर तूने अज हु ना कृष्ण कह्यो”. આ સુંદર ભજનમાં માનવ જીવન માટે એક ગૂઢ સંદેશ રહેલો છે, જે સમજાવે છે કે સંસારની જવાબદારીઓ નિભાવતાં રહીને, સાથે આધ્યાત્મની  કેડી ઉપર પણ પગ માંડતા રહેવું જરૂરી છે. ઈશ્વરને  જાણવું, સમજી શકવું  એ સહેલું કાર્ય નથી. જેણે આપણને મહામૂલો મનુષ્ય જન્મ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ઈશ્વરને પણ આપણા  રોજીંદા જીવનમાં સામેલ કરવા જરૂરી છે.

794

Read more

साजन के घर जाना है

Oct 06, 2019 10:37 PM - Harish Panchal

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.

731

Read more

વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન

આપણને હાથ ઝાલીને લઇ જશે મોક્ષના દ્વારે  

Nov 03, 2022 05:10 PM - Harish Panchal ('hriday')

“માત્ર જીવી જવા” ને બદલે દેશ, સમાજ, પરિવારો કાજે કંઈક કરતાં જઈએ.

ગઈકાલે જન્મ્યા, આજે જીવ્યા, કાલે વિદાય લઈશું ત્યારે સાથે શું લઇ જઈશું?

આ જીવનની પેલે પાર કોઈ રાહ જુએ છે આપણી, તે પૂછશે : “શું કરી આવ્યા?”

“માત્ર જીવી આવ્યા કે કંઈક ભાથું બાંધી લાવ્યા કે પછી ખાલી હાથે?

579

Read more

હું જ મળ્યો ?

બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?

Nov 03, 2022 05:08 PM - Harish Panchal ('hriday')

દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં  પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે.  આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે.  અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ  ઊંચેથી નીકળતા હોય છે.  “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”

811

Read more

આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ

એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.

Oct 04, 2022 10:05 PM - હરીશ પંચાલ 'હૃદય'

આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.

179

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.