साजन के घर जाना है

Oct 06, 2019 10:37 PM - Harish Panchal

730


साजन के घर जाना है

 

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું. એ એટલું અર્થપૂર્ણ હતું કે વાંચતાંની વારમાં એવી પ્રતીતિ થઈ જાણે એના સંપૂર્ણ તત્ત્વાર્થ સાથે એ મારા હૈયામાં ઊંડું ઉતરી ગયું હોય!  સાંઝની આરતીનો સમય થઈ ગયો હોવાથી "પછી કાગળ ઉપર ટપકાવી લઈશ"  એ વિચારે મેં માત્ર ૨-૩ વખત મનમાં વાગોળી લીધેલુંજેને પછીથી પણ અમલમાં નહોતો મૂકી શક્યો. છતાંમારા સ્મૃતિપટની દિવાલપર પ્રસ્થાપિત થઈ ગયું ગયું હતુંકેમ જાણે કાયમી સ્યાહીથી લખાઈ ગયું હોય !

ત્યારે એના શબ્દોપરથી  એવું અનુમાન કરેલું કે વર્ષો પહેલાં મીરાં અથવા કબીર જેવા કોઈ ઊંચા સંત આ સંદેશ આપી ગયા હોવા જોઈએ.  થોડાં વર્ષો પછી સાહિત્યના અગાધ સાગરમાં થોડી ડૂબકીઓ માર્યા પછી તારણ મળેલું કે  આ પંક્તિઓ સંત કબીરે આપણને આપેલા ઘણા આધ્યાત્મિક સંદેશાઓમાંની એક રત્નકણિકા હતી. એમના શબ્દોનો અર્થ સમજવો બહુ કઠિન નથી. પણ એમાં જે ગૂઢ અર્થ છુપાયેલો છે એને ખ્યાલમાં રાખતાં 'શબ્દાર્થ'’- પ્રયોગ કરતાં 'તત્ત્વાર્થશબ્દનો પ્રયોગ વધુ ઉચિત લાગે છે. આ લખાણ હતું:

कर ले श्रृंगार चतुर अलबेली,

साजन के घर जाना होगा !

नहा लेधो लेशीश गूंथा ले,

वहां से फिर ना आना होगा.

 

हर की पेढी તરફ જતાં એ રસ્તો સાંકડો થઈને એક નાની ગલી અથવા 'પોળમાં પરિવર્તિત થઈ જતો હતો. એ કારણે આ સ્થાનકે આવતાં-જતાં લોકોની ભીડ પણ સારી એવી  રહેતી.  આ લખાણને વાંચવા માટે હું ત્યાં થોડી વાર ઊભો રહેલો. મને બરાબર યાદ છેત્યારે ઘણા લોકો હું કોઈ 'વિદેશી પર્યટકહોઉં એવી નજર મારાપર નાખીનેભીડમાં એક બીજાને અથડાઈને જઈ રહ્યા હતા.

મારે માટે આ નાનકડું લખાણ ગૂઢઅર્થપૂર્ણ અને 'માનવજીવનના ઉદ્દેશને ઉજાગર કરતી રત્નકણિકાજેવું હતું. જયારે  મારી આજુબાજુથી પસાર થઈ રહેલા લોકોના ચહેરા ઉપર દિવાલપર લખેલીકોઈ શૃંગારના પ્રસાધનની અથવા માથામાં નાખવાના 'હેર ઓઇલની જાહેરખબર હોય એવી છાપ ઉભરતી હતી.

અસલના સમયના સંતોના સંદેશ ટૂંકા હતાપણ અંત:કરણમાં સુસુપ્ત રહેલ  આત્માની પહેચાન કરાવી દે એવા  અમૂલ્ય હતા.  આ ચાર પંક્તિઓમાં ઉપનિષદોનોવેદાંતનો અને ભગવદ ગીતાનો નિચોડ સમાવી લીધો હોય એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી.આવોઆપણે પણ રત્નકણિકાની આ પંક્તિઓને જીવનમાં વાગોળતાં જઈએ.

ઈશ્વરનો ફોન આવ્યો

Oct 06, 2019 10:37 PM - Harish Panchal

અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે  છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટેએની કાર્યક્ષમતા માટેલોકોની સલામતીકાયદા-કાનૂનની વ્યવસ્થાઅને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.

756

Read more

 

આપણે ઈશ્વરને કહેવું પડે કે “ભઈલા તું મારી આંગળી પકડજે” ?

 

 

Nov 03, 2022 05:02 PM - Harish Panchal (

એ પરમ કૃપાલુ ઈશ્વર આપણા કપરા સમયમાં પણ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે અને એક અથવા બીજી રીતે આગળ ચાલતા રહેવા માટે આપણને પ્રોત્સાહિત કરતો રહે છે. એની કૃપાથી જ આપણને જીવનનો અર્થ સમજાય છે અને આધ્યાત્મિક માર્ગે ચાલતાં રહેવાની પ્રેરણા મળે છે. એ પછી ભાવ-ભક્તિ, ધ્યાન અને જ્ઞાન મેળવવાની ખેવના મનમાં જાગે છે.

ઊંડી સમજ, ઠરેલતા, દીર્ઘ દ્રષ્ટિ, વિવેક, કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ કાઢવાની ક્ષમતા, જીવન પ્રત્યેનો ઉચ્ચ અભિગમ અને સાત્વિકતા જેવા ઊંચા ગુણો કેળવાયા હોય તો પણ ઈશ્વર આપણી સાથે જ ચાલી રહ્યો છે એવી  શ્રધ્ધાનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. આધ્યાત્મિક સાગરનાં ઊંડા પાણીમાં આપણે પગ પલાળ્યા હોય તો સાત્વિક આત્માઓને ડૂબવાનો ભય રહેતો નથી.

543

Read more

પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.

May 18, 2020 03:38 PM - Harish Panchal ('hriday')

પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,

અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી

 

અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,

બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.

 

દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી  રહી,

આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી. 

 

821

Read more

राम नाम सत्य है

રામ નામ સત્ય છે.

Nov 21, 2019 08:25 PM - Harish Panchal

આ દુનિયામાં એક માત્ર ઈશ્વર જ સત્ય છે એ અનુભૂતિ આપણને સંસારના લોભામણા રસ્તાઓપર સાચવીને આગમચેતી પૂર્વક’ ચાલતા રહેવાનો સંદેશ પણ આપે છે. ચાલો, આધ્યમિકતાની આ કેડી ઉપરચાલતાં, ચાલતાં આપણે પણ મનમાં ઉચ્ચારતા રહીએ: “राम नाम सत्य है” આ ઉક્તિના ગૂઢાર્થને, એની પાછળ છુપાયેલા સંદેશાઓને સમજતાં રહીએ 

995

Read more

આત્માનો સાક્ષી ભાવ

Oct 06, 2019 10:35 PM - Harish Panchal

આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા,

1018

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.