આપણે ઈશ્વરને કહેવું પડે કે “ભઈલા તું મારી આંગળી પકડજે” ?
સાદગીભર્યા જીવનમાં આપણા ઈરાદાઓ સાફ હોય, મન શુધ્ધ હોય, જીવનમાં સાત્ત્વિકતા કેળવી હોય, ભગવદ ગીતા, ઉપનીષદો અને વેદાંતના અભ્યાસ દરમ્યાન મેળવેલાં જ્ઞાન સમજ, અને વિવેકનો સહારો હોય, આપણે માથે મા ગાયત્રીનો હાથ હોય, મનની વાતો ઈશ્વર સુધી પહોંચાડવા સંગીત જેવી સાધનાનો આશ્રય લીધો હોય, અને આપણે કર્મયોગ માર્ગે ચાલ્યા જતા હોઈએ તો આપણે ઈશ્વરને કહેવું ન પડે કે “ભઈલા, તું મારી આંગળી પકડજે.” ખુદ એ પોતે જ આવીને આપણી આંગળી પકડતો હોય છે. માત્ર એ કયા સ્વરૂપમાં આપણી પાસે આવે છે એ સમજવા આંતરિક જાગૃતિ હોવી જરૂરી છે. કારણ કે આપણા કહ્યા વગર પણ એ આપણી સાથે ચાલતો જ હોય છે.
એ પરમ કૃપાળુ ઈશ્વર આપણા કપરા સમયમાં પણ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે અને એક અથવા બીજી રીતે આગળ ચાલતા રહેવા માટે આપણને પ્રોત્સાહિત કરતો રહે છે. એની કૃપાથી જ આપણને જીવનનો અર્થ સમજાય છે અને આધ્યાત્મિક માર્ગે ચાલતાં રહેવાની પ્રેરણા મળે છે. એ પછી ભાવ-ભક્તિ, ધ્યાન અને જ્ઞાન મેળવવાની ખેવના મનમાં જાગે છે.
ઊંડી સમજ, ઠરેલતા, દીર્ઘ દ્રષ્ટિ, વિવેક, કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ કાઢવાની ક્ષમતા, જીવન પ્રત્યેનો ઉચ્ચ અભિગમ અને સાત્વિકતા જેવા ઊંચા ગુણો કેળવાયા હોય તો પણ ઈશ્વર આપણી સાથે જ ચાલી રહ્યો છે એવી શ્રધ્ધાનો અનુભવ આપણે કરી શકતા હોઈએ છીએ. આધ્યાત્મિક સાગરનાં ઊંડા પાણીમાં આપણે પગ પલાળ્યા હોય તો સાત્વિક આત્માઓને ડૂબવાનો ભય રહેતો નથી.
ઈશ્વરે આપેલું જીવન કેમ જીવવું એ કોઈ પણ સ્કૂલ પોતાના અભ્યાસક્રમમાં શીખવવાની ક્ષમતા નથી ધરાવતી. કારણ કે વ્યક્તિગત જીવનના અનુભવો દરેકે પોતે જ મેળવવાના હોય છે. અને મેળવેલા એ અનુભવોનું વિશ્લેષણ કરીને આપણી જાતનું ઘડતર કેવી રીતે કરવું એ સમજ પણ કુદરતી રીતે જ આવતી હોય છે. આપણને વધુ જ્ઞાન ન હોય , ભાવ-ભક્તિના ઝરણાંઓમાં કદી પલળ્યા ન હોઈએ, છતાં ઈશ્વરે સર્જેલા આ બ્રહ્માંડની યુનીવસિર્ટીમાં આપણે ભગવદ્ ગીતાને જ ગુરુ બનાવીને, ગીતાના ઉપદેશ જીવનમાં ઉતારીને જીવતા જઈએ તો આપણી જીવન-યાત્રાના સોપાન એક પછી એક એવી સરળતાથી પસાર થતા જાય છે કે કઠણ પરિસ્થિતિમાં પણ સફળતાથી વધવાનો માર્ગ આપોઆપ મોકળો થતો રહે છે.
કેટલાં ય જન્મોથી પૃથ્વી ઉપરના દીર્ઘ રહેઠાણને કારણે આપણે અહી પ્રવર્તી રહેલી નીતિહીન, વંશવાદી અને સ્વાર્થ થી ભરેલી જીવન- ધારાથી એટલાં ટેવાઈ ગયા છીએ કે ઘણી ખોટી અને અજ્ઞાન ભરેલી માન્યતાઓ આપણામાં ઘર કરી ગઈ છે. અહીં પૈસા વગર અથવા ઓળખાણ વગર કંઈ થતું નથી. આ કારણે ઘણા જીવોને એ પ્રશ્ન થાય છે કે “ઈશ્વર મને ઓળખતા તો નથી, પછી શા માટે મને મદદ કરવા આવે? આપણે ઈશ્વરને જાણતા નહીં હોઈએ છતાં એ સહુને ઓળખે છે.
“वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन।
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन” ।।7.26।।
(અર્થાત, ભૂતકાળમાં જન્મેલા, આ વર્તમાનમાં જીવી રહેલા અને ભવિષ્યમાં જન્મ લેનારા જીવોને, જેમના આરંભનો આરંભ પણ થયો નથી એમને પણ હું જાણું છું. – ભગવદ ગીતા, અધ્યાય ૭, શ્લોક ૨૬).
ભગવદ ગીતાના આ અને બીજા ઘણા શ્લોકો દ્વારા ઈશ્વરે જીવોને પોતાનાં મહાત્મ્ય,પ્રતિભા અને ઓળખાણને સમજાવ્યાં છે.
તો ચાલો, ઈશ્વરે પોતે જ આપેલી પોતાની ઓળખની દોરી પકડીને એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. આપણા મુશ્કેલ સમયમાં પણ આપણામાં મૂકેલા આત્માના ઊંડાણમાં થી ઊઠતો અવાજ અચાનક કોઈ એવો રસ્તો આપણને બતાવતો હોય છે જે આપણને કદી સૂઝ્યો જ ન હોય. અને જ્યારે એની સૂચવેલી દિશામાં આપણે થોડું ચાલીએ ત્યારે મનમાં એ વાત પાકી થાય છે કે ખરેખર આજ રસ્તો મારે માટે હતો. તેથી સંસારના રસ્તાઓ ઉપર આપણે ચાલતા હોઈએ ત્યારે એવી આશંકા કરવાની જરૂર નથી કે “ઈશ્વર આપણી આંગળી પકડશે કે નહીં”.
આપણી સફરના કર્મ-બંધીઓને ઓળખીએ
ઘણી અટપટી છે આ સફર.
અગણિત લોકો જીવનમાં આવતા રહે છે,
આપણો રસ્તો ક્રોસ કરતા રહે છે
કોઈ મુસ્કરાતા જાય છે, કોઈ આંખો કાઢતા,
આપણે કોણ ?
આપણી આજુબાજુ પોતાના શરીરો લઈને જે આત્માઓ ચાલી રહ્યા છે તે સઘળા પૂર્વ જન્મોમાં પણ આપણી નજીક હતા.
તેઓ આપણા જ જીવનના રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હોવા છતાં એ આત્માઓને આપણે આજે ઓળખતા નથી.
કોઈ જીવનમાં આપણને ઉપર ઉઠાવવા આવે છે, કોઈ પહેલાંના હિસાબ ચૂકવવા તો કોઈ ભલું કરીને ભૂલી જવા.
આપણા, એમના, અને આ સઘળા આત્માઓ એક જ પરમાત્માના અંશો છીએ; એક જ પ્રકાશ વડે ચેતનામય છીએ.
છતાં પણ દરેક જીવનમાં આપણે શા કારણથી એક-બીજા પ્રત્યે રાગ-દ્વેષ, ચાહત-તિરસ્કાર, લગાવ-ઈર્ષ્યા રાખીએ છીએ ?
આપણે કોણ છીએ? આપણા સિવાયના બીજા બધા જ રાહબરો કોણ છે જે પૂર્વ જન્મોમાં પણ આપણી સાથે ચાલ્યા હતા?
આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ
એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.
આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.
राम नाम सत्य है
રામ નામ સત્ય છે.
આ દુનિયામાં ‘એક માત્ર ઈશ્વર જ સત્ય છે’ એ અનુભૂતિ આપણને સંસારના લોભામણા રસ્તાઓપર સાચવીને ‘આગમચેતી પૂર્વક’ ચાલતા રહેવાનો સંદેશ પણ આપે છે. ચાલો, આધ્યમિકતાની આ કેડી ઉપરચાલતાં, ચાલતાં આપણે પણ મનમાં ઉચ્ચારતા રહીએ: “राम नाम सत्य है” આ ઉક્તિના ગૂઢાર્થને, એની પાછળ છુપાયેલા સંદેશાઓને સમજતાં રહીએ
પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.
પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,
અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી
અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,
બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.
દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી રહી,
આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી.
{{commentsModel.comment}}