આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ
એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.
આવો આપણે ૨૦૨૨ અને હિન્દુ કેલેન્ડર નુજબ વિક્રમ સંવત ૨૦૭૮ ના છેલ્લા નોરતા અને દશેરા ના પવિત્ર દિવસે આપણા સહુના લાડલા, પ્રેમાળ અને કલ્યાણકારી માતાજીને અંતરમનની લાગણીથી એમને એમના પવિત્ર ધામમાં જવા માટે વિદાય આપીએ.
આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.
જ્યાં સુધી આપણે બાળક અવસ્થામાં હોઈએ છીએ ત્યાં સુધી ‘મા’ જ આપણું સહુથી પ્યારું સ્વજન હોય છે. જેમ જેમ મોટા થઈએ, બહાર પડીએ, મિત્રોના મોટા વર્તુળમાં વધુ સમય પસાર કરતા થઈએ ત્યાં સુધી મા સાથેનો આપણો લગાવ એક કુદરતી ચરણ-સીમા ઉપર હોય છે. મોટા થતાં મા સાથેની લાગણી એવી જ રહે છે પણ મિત્રો સાથેનું વર્તુળ મોટું થતું જતું હોવાના કારણે એ સાન્નિધ્યની નજીકતા ઓછી થતી જાય છે. પણ લાગણીમાં ઉણપ આવતી નથી હોતી. થાકીને, બહારથી આવીએ ત્યારે , ભૂખ લાગી હોય ત્યારે મા જ યાદ આવતી હોય છે, પડી ગયા હોઈએ અને ઊભા થતી વખતે લાગેલી ઈજાની વ્યથા અનુભવાય ત્યારે પણ ઘૂંટણ ઉપર ભાર મૂકીને ઊભા થતી વખતે “ઓ મા” જેવા શબ્દો જ મ્હોંમાં થી અવિરત નીકળી જતા આપણે સહુએ ઘણી વખત અનુભવ્યા હશે. આ આપણી બાજુની વાત થઇ.
હવે ‘મા’ના હૈયામાં લાગણીના ધોધ કેટલાં ઊંડાણથી ઉદ્ભવતા હોય છે એ જોઈએ. આપણા જન્મ પહેલાંના ૬-૭ મહિના માં જે તકલીફ માં થી મા પસાર થતી હોય છે એ વાત જે બહેનોને માતા બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેઓ જ વર્ણવી શકે. ગર્ભાવસ્થા દરમ્યાન પણ અંદરનું બાળક પોતાના વિકસિત થઇ રહેલા શરીરને આરામદાયક અનુભવવા અંદરથી એના નાના, નાના હાથ-પગ હલાવતું હોય છે ત્યારે માને તકલીફ થતી હોવા છતાં બહારથી પેટ ઉપર પ્રેમથી હાથ ફેરવતી હોય છે. એ માત્ર પેટ ઉપર માલીશ કરવા નહીં, પણ અંદરના બાળકને આશ્વાસન આપવા, જાણે કે એમ કહેતી હોય કે “થોડું વધું ખમી જા. બહાર આવશે ત્યારે મોકળી જગ્યામાં હાથ પગ ફેલાવી શકશે.” બાળ-જન્મની યાતના પણ અસહ્ય હોય છે. જન્મ પછી પણ મા પોતાના ઘર કામમાં વ્યસ્ત હોય ત્યારે પણ મનમાં એ જ વિચારો એને ઉદ્ભવતા રહે છે કે “મારું બાળક રડતું તો નહીં હોય ને?”, “કોઈ પણ જાતની તકલીફમાં નહીં હોય ને?”, “ભૂખ્યું તો નહીં થયું હોય ને?”
આ તો વાત થઇ આપણી આજુબાજુ અથવા આપણા જ પરિવારમાં માતૃત્વ પ્રાપ્ત કરવા જઈ રહેલી બહેનોને જોઈએ ત્યારે જે વિચારો આવે એની. પણ આપણી આ વિચારધારાને વધુ વિસ્તૃત કરીએ અને ૪-૫ પેઢીઓ પહેલાં મા બનીને બાળકોને ઉછેરીને મોટા કર્યા હોય એવી ઉમર લાયક અથવા આ દુનિયા છોડી ગયેલી માતાઓને યાદ કરીએ ત્યારે એ સહુની તકલીફોનો ખ્યાલ આવતો હોય છે. પણ અહીં જે વાત અગત્ય ધરાવે છે તે એ કે આપણી, આપણી માતાઓ, આપણી ૧૦૦-૧૫૦ વર્ષો પહેલાંની બધી માતાઓ આટલી લાગણી ધરાવતી હોય તો એ સહુની પરમ માતા મા જગદંબા, મા પાર્વતી, કાલિકા મા, સરસ્વતી મા, ગાયત્રી મા, વગેરે બધી જ ઈશ્વરીય માતાના રૂપમાં રહેલી માતાઓના હૈયાઓમાં સમગ્ર માનવજાત માટે કેટલી ઊંડી લાગણીઓના ધોધ વહેતા રહેતા હશે! જેઓ આધ્યાત્મિકતાની એ ઊંચાઈએ પહોંચ્યા હશે કે જ્યાં તેઓ ઈશ્વરના, માતાજીના સંદેશાઓ ઝીલી શકતા હશે અને એમની લાગણી, કરુણા મહેસૂસ કરી શકતા હશે તેઓ જ સાચા અર્થમાં અનુભવી શકતા હશે કે પ્રત્યેક વર્ષે આવતી નવરાત્રીનો મહિમા કેટલો પવિત્ર હોય છે! માતાના સાચા અને એમની નજીક પંહોચી શકેલા ભક્તોની આંખોમાં થી અશ્રુઓને ધારા વહેતી રહે છે. માતાને સાષ્ટાંગ પ્રણામ કરીને એમને એવી અનુભૂતિ થતી હશે કે “સમગ્ર સંસારની જનની ‘પાવાગઢથી ખાસ એમને મળવા જ નીચે ઉતરી આવી હોય!” ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ચૂકેલા પરમ સંત શિરોમણી શ્રી રામકૃષ્ણ પરમહંસ મા કાલીના પરમ ભક્ત હતા. તેઓ એમની એટલા નજીક હતા કે એમનું વર્તન, એમનું બોલવાનું પણ સ્ત્રીઓ જેવું થતું જતું હતું. એમના શરીર ઉપર સ્તનો પણ વિકસિત થયા હતા. મા કાલી એમને માટે સર્વસ્વ હતા. એની પૂજા કરતાં કરતાં તેઓ સમાધિમાં સરી જતા. આ ઉપરથી આપણને અંદાજ આવે છે કે નિખાલસ અને નિર્મળ ભક્તિ, પરમ ભક્તને ઈશ્વર અથવા માતાજીની કેટલી નજીક લઇ જવાનું સામર્થ્ય ધરાવતી હોય છે.
આવા પરમ કૃપાળુ અને કરુણામય માતાજીએ આપણી વચ્ચે નવ દિવસ રહીને આપણને અપૂર્વ આશીર્વાદ આપ્યા છે. ગણપતિજી ની જેમ માતાજી પણ વર્ષમાં એક વાર આપણી મુલાકાત લે છે. ‘દશેરા’ ના અતિ પવિત્ર દિવસનો સૂર્યોદય થાય ત્યારથી આપણે સહુ માતાજીને એમના પવિત્ર ધામમાં પહોંચાડવાના શુભ કાર્યમાં વ્યસ્ત થઇ જઈશું.
આવો, આપણે સહુ
સાથે મળીને માતાજીને એવી વિનંતી કરીએ કે સમગ્ર સંસારમાં થઇ રહેલા અત્યાચારો, ખોટાં, વિનાશક, અને અસૂરી કાર્યો, તેમ જ પાપને રસ્તે દોરી જનારા વિચારો, વાણી અને વર્તનનો મૂળમાં થી જ નાશ કરે અને પૃથ્વી ઉપર સત્, ચિત, આનંદનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરે, જે પરમ પરમેશ્વરના અસ્તિત્વના પાયાના લક્ષણો છે. આપણા પ્યારા મોદીજી જ્યારે નવીન ભારતનું નિર્માણ કરવામાં સંપૂર્ણ ધ્યાન, શક્તિ અને અથાગ પ્રયત્નો કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે આપણે માતાજીને એ પ્રાર્થના પણ કરી લઈએ કે આપણને સહુને એક એવા ઉત્તમ માહોલમાં મૂકે કે જ્યાં સુખ, શાંતિ, સંતોષ અને પ્રગતિ દિન પ્રતિદિન વધતી રહે. કોઈ અયોગ્ય રીતે હેરાન નહીં થાય .
આપણે અહીં શા માટે ?
આપણામાંના મોટા ભાગના લોકો આખી જિંદગી સામાન્ય જીવનના રસ્તાઓ ઉપર ચાલતા રહીને ‘જીવી જતા’ હોઈએ છીએ. રોજીંદા જીવનમાં રહેલી જવાબદારીઓને નિભાવતાં, અભ્યાસ, નોકરી-ધંધો, રોજગારી, લગ્ન, ગૃહસ્થાશ્રમ, વૃધ્ધાશ્રમ અને અંતિમ વિદાય- જેવા ક્રમમાંથી પસાર થઈને જીવન પૂરું કરતાં હોઈએ છીએ. અહીં અનુપમ જલોટાએ અને એમના પિતા સ્વ. પુરુષોત્તમ જલોટાએ ગાયેલું ભજન યાદ આવે છે: “जनम तेरा बातोंमें बीत गयो, पर तूने अज हु ना कृष्ण कह्यो”. આ સુંદર ભજનમાં માનવ જીવન માટે એક ગૂઢ સંદેશ રહેલો છે, જે સમજાવે છે કે સંસારની જવાબદારીઓ નિભાવતાં રહીને, સાથે આધ્યાત્મની કેડી ઉપર પણ પગ માંડતા રહેવું જરૂરી છે. ઈશ્વરને જાણવું, સમજી શકવું એ સહેલું કાર્ય નથી. જેણે આપણને મહામૂલો મનુષ્ય જન્મ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ઈશ્વરને પણ આપણા રોજીંદા જીવનમાં સામેલ કરવા જરૂરી છે.
આપણી સફરના કર્મ-બંધીઓને ઓળખીએ
ઘણી અટપટી છે આ સફર.
અગણિત લોકો જીવનમાં આવતા રહે છે,
આપણો રસ્તો ક્રોસ કરતા રહે છે
કોઈ મુસ્કરાતા જાય છે, કોઈ આંખો કાઢતા,
આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની
પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:
અમે કિનારે બેઠા,
તો’ય તરસ્યા
અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા
મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા
તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા
મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
{{commentsModel.comment}}