આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની
(આ લેખ માનવ માત્ર માટે સાત્વિક રીતે ઉપયોગી હોવાથી સહુને સંપૂર્ણ પણે ધ્યાનથી વાંચવા વિનંતી )
આજનો દિવસ અદભૂત છે, આપણે સહુ જે પરિસ્થિતિ માં થી પસાર થઇ રહ્યા છીએ તે અવર્ણનીય છે અને એ કારણે અહીં જે પ્રાર્થના કરવાની પ્રેરણા કરવામાં આવી રહી છે તે પણ અદભૂત છે. સર્વ પ્રથમ આજનો દિવસ પવિત્ર ચૈત્ર મહિનાની નવરાત્રી ના શુભ પ્રસંગ નો શિરોમણિ ગણાતો રામ નવમી નો દિવસ છે.
આપણા સહુ માટે આજનો દિવસ એ કારણ થી પણ મહત્વનો છે કે અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર અસ્થાયી ભવનમાં શ્રી રામ લલ્લાની મૂર્તિ વિરાજમાન થઇ ચૂકી છે.
પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:
ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
બહોળા સમાજના સ્વજનો સમજી શકે એ હેતુથી આ પ્રાર્થના નો હિન્દીમાં અનુવાદ:
शान्ति: कीजिये, प्रभु त्रिभुवन में, जल में, थल में और गगन में
अन्तरिक्ष में, अग्नि पवन में, औषधि, वनस्पति, वन, उपवन में
सकल विश्व में अवचेतन में!
शान्ति राष्ट्र-निर्माण सृजन में, नगर, ग्राम में और भवन में
जीवमात्र के तन में, मन में और जगत के हो कण कण में
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
સમસ્ત વિશ્વ જે ભાષામાં પરસ્પર વાણી-વિચારોનો વ્યવહાર કરે છે એમની સમજ માટે English માં અનુવાદ:
May peace radiate in the whole sky as well as in the vast ethereal space everywhere.
May peace reign all over this earth, in water and in all herbs, trees and creepers.
May peace flow over the whole Universe.
May peace be in the Supreme Being Brahman.
And may peace always exist in all bodies, minds, hearts and every particle of the World
Aum peace, peace and peace to us and all beings!
આ શાંતિ મંત્રના સંસ્કૃત શબ્દો ના English માં ઉચ્ચારણ માટે :
Om Dyauh Shaantir-Antarikssam Shaantih
Prthivii Shaantir-Aapah Shaantir-Ossadhayah Shaantih |
Vanaspatayah Shaantir-Vishve-Devaah Shaantir-Brahma Shaantih
Sarvam Shaantih Shaantireva Shaantih Saa Maa Shaantir-Edhi |
Om Shaantih Shaantih Shaantih ||
સર્વત્ર શાંતિના આંદોલનો વહેતાં મૂકવાની પ્રાર્થના સાથે હવે આપણે રામનવમીના મહાત્મ્ય તરફ આગળ વધીએ.
વિષ્ણુ ના સાતમા અવતાર, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ દિવસ તે રામનવમી.
શ્રી કૃષ્ણાવતારમાં યુદ્ધ ભૂમિ ઉપર અર્જુન ને પોતાનો વિસ્તૃત પરિચય આપતાં કૃષ્ણ ભગવાને જાહેર કરી દીધું હતું કે “જ્યારે જ્યારે ધર્મ નો નાશ થાય છે, અધર્મ વધી જાય છે ત્યારે હું અવતાર લઉં છું; પાપીઓનો નાશ કરવા અને સાધુ-સંતોનો ઉધ્ધાર કરવા માટે પ્રગટ થાઉં છું.” કૃષ્ણ ભગવાન વિષ્ણુ ના આઠમા અવતાર હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાને શ્રી કૃષ્ણ જેવી પડકાર જનક કોઈ જાહેરાત કરી નહોતી. ગંભીર નિર્ણયો અને કાર્યો પણ તેઓ મર્યાદામાં રહીને કરતાં. પણ હકીકતમાં એમણે અવતાર લીધેલો રાવણ નો નાશ કરવા માટે.
ઈશ્વરના બધા અવતારો એક અથવા બીજા ત્રાસદાયક તત્વોનો નાશ કરવાના અને પ્રજા તથા સાધુ સમાજના ઉધ્ધાર અર્થે જ અવતાર લેતા હોય છે. પણ આખી સૃષ્ટિ ઈશ્વરની રચના હોવાથી ઈશ્વર-શક્તિ સદા સર્વદા સમગ્ર બ્રહ્માંડમાં મોજૂદ હોય છે, પછી ભલે ઈશ્વરે અવતારો લેવાનું આ કળીયુગમાં બંધ કર્યું હોય! તો પણ ઈશ્વરની સર્જનાત્મક અને સંહારક શક્તિનું અસ્તિત્વ સમય અને સંજોગોને અનુરૂપ પોતાના વર્ચસ્વની સાબિતી આપતું જ રહે છે. પૃથ્વી ઉપર સર્જન અને સર્વનાશ પ્રકૃતિ નો સ્વભાવ છે, અને પ્રકૃતિ ખુદ ઈશ્વરની વિભૂતિ છે. ઈશ્વર ‘આત્માના અદ્રશ્ય તાંતણા વડે’ બ્રહ્માંડના દરેક જીવ સાથે જોડાયેલો છે. એ સંબંધે પ્રકૃતિ ઉપર જ્યારે જ્યારે કુદરતી પ્રકોપ અથવા આંધિઓના ગાઢા ઓળા ઉતારી આવે છે ત્યારે સર્વ પ્રથમ પ્રજાએ જ સહન કરવું પડતું હોય છે. આવા સમયે આપણે સાહજિક રૂપે ઈશ્વરને જ જવાબદાર ગણીને એમના ઉપર આપણો ગુસ્સો ઠાલવતા હોઈએ છીએ. પણ આવા પ્રકોપ દરમ્યાન ઈશ્વર પોતાનું ધ્યેય પરિપૂર્ણ કરી લેતો હોય છે જેને સમજવું આપણી કલ્પના શક્તિ ની બહાર હોય છે. પણ આવા પ્રકોપોમાં માનવ જાતની જ જાનહાની થતી નથી હોતી, એ સાથે પ્રક્રુતિ ના અંગો જેવાં કે ઝાડ-પાન, નદી-નાળાં, સમુદ્રમાં વસતા જીવો, પશુ-પક્ષીઓમાં ફફડાટ ઉત્પન કરતો પવન નો વંટોળીયો વગેરે પણ નુકસાન સર્જી જતાં હોય છે.
ચૈત્ર મહિનાની નવરાત્રી શરુ થઇ તેના કેટલા મહિના પહેલાં દુનિયાના એક મોટા દેશમાં માનવ-સર્જિત મહામારીએ મોટો વિનાશ સર્જ્યો. વિજ્ઞાન, વ્યાપાર, વાણીજ્ય ના ક્ષેત્રમાં અદભૂત પ્રગતિ કરી ચૂકેલી દુનિયામાં આ એક દેશમાંથી મહામારીને અંગીકાર કરી ચૂકેલા દર્દીઓ બીજા દેશમાં પહોંચ્યા. Globalization ના આંચળ હેઠળ આંતર અને બાહ્ય દેશોમાં થતી રહેતી લોકોની આવન-જાવન વર્ષોથી ચાલુ હતી. આ કારણે થોડા જ સમયના ગાળામાં દુનિયાના મહદ દેશોમાં આ મહામારી ફેલાઈ ગઈ. હજારો નિર્દોષ માણસો બીમારીના ખપ્પરમાં હોમાઈને મૃત્યુ પામ્યા.
વિક્રમ સંવત ૨૦૭૭ ની નવરાત્રી પૂરી થઇ અને આજે રામનવમીની સવાર આંગણે આવીને ઊભી છે. આધ્યાત્મિક જ્ઞાન, ઊંચી સંસ્કૃતિ અને માનવતાની મહેક વડે સિંચન પામેલી ભારત માતાની ધરતી ઉપર પણ આ મહામારીએ પાયમાલીનું તાંડવ સર્જ્યું. આપણા દેશના રાજ્યોમાં ઝડપથી પ્રસરી રહેલી આ મહામારી નિર્દોષ પ્રજાને મૃત્યુના સકંજામાં લઇ રહી છે. વધારે મોડું થાય, વધારે જાનહાની થાય એ પહેલાં ચાલો, આપણે આપણા એ પરમાત્માના દરવાજા ઉપર દસ્તક કરવાનું શરુ કરીએ જેણે માનવ જન્મ આપીને આપણને અહીં મોકલ્યા છે. આખી દુનિયા ઈશ્વરનું સર્જન છે પણ એને ક્યાં મળવું, એને સંદેશો પણ કયા મુકામે મોકલવો એનું સરનામું કોઈ પાસે નથી. પણ આત્માથી જોડાયેલો હોવાથી આપણો અવાજ, આપણા અંતરમાંથી ઉઠેલી પ્રાર્થના એ સાંભળે છે. “કીડી ના પગમાં બાંધેલી ઝાંઝર નો અવાજ પણ હું સાંભળું છું”, એવું એ કહી ગયેલો. તો આપણી પ્રાર્થના પણ એ અચૂક સાંભળશે જ.
તો, રામનામ ની ધૂન સાથે આજે રામનવમીના પ્રભાત થી શરુ કરીને આખો દિવસ, દિવસ અને રાત, વળી પાછા રાત અને દિવસ – એક સરખી આપણે સહુ ૨ પ્રાર્થનાઓ કરતાં જઈએ. પહેલી ઉપર વર્ણવેલી પ્રાર્થના આપણે શરુ કરી દીધી છે. હવે બીજી પ્રાર્થના , જે પણ સમસ્ત વિશ્વ ના ઈશ્વર-સર્જિત જીવોને સ્પર્શે છે તે આપણે પહેલાં નીચેની video clip માં સાંભળીએ અને એ પછી સવાર, બપોર, સાંઝ એને ગાતા રહીએ.
https://www.youtube.com/watch?v=Xifc18_-5fE
https://www.youtube.com/watch?v=tSOooQoJkm8
तेरा मंगल मेरा मंगल सब का मंगल होये रे
तेरा मंगल मेरा मंगल सब का मंगल होये रे,
जिस जन नी जन्म दियां है उसका मंगल होये रे,
तेरा मंगल मेरा मंगल सब का मंगल होये रे,
पाला पोछा और बढ़ाया पिता का मंगल होये रे,
जिस गुरु देव ने धर्म दिया है उसका मंगल होये रे,
इस जग के सब दुखियारे प्राणीका भी मंगल होये रे,
जल में थल में और गंगन में सब का मंगल होये रे,
तेरा मंगल मेरा मंगल सब का मंगल होये रे,
तेरा मंगल मेरा मंगल सब का मंगल होये रे,
अंतर मन की गाँठ ये टूटे अंतर निर्मल होये रे,
शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होये रे,
इस धरती के तर दिन में कण कण में धर्म समाये रे,
तेरा मंगल मेरा मंगल सब का मंगल होये रे,
આ lockdownના સમયમાં આવો, આપણે આપણા ઘરની શાંત દીવાલોની વચ્ચે, આપણા સ્વજનો સાથે મળીને અંત:કરણ ના પ્રેમથી ઉપરની પ્રાર્થના ગાતા રહીએ. સાચા અને ઊંચા આશયથી ગયેલી આ પ્રાર્થના કરતી વખતે કોઈને એવો સાત્વિક અનુભવ પણ થતો જશે કે આપણે meditation માં, ધ્યાનમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. આ પ્રાર્થના ના શાંત છતાં લાગણી યુક્ત આંદોલનો વિશ્વના સંતપ્ત થયેલા આત્માઓને મહામારી રહિત, ઈશ્વરીય પ્રેમ અને તંદુરસ્તીથી ઉત્કૃષ્ટ કરી દેશે.
આજના શુભ દિવસે હજી એક પવિત્ર ફરજ અદા કરવાની રહી જાય છે. આ મહામારીમાં અકાળે સંતપ્ત થયેલાં દેહને છોડી ગયેલા અને મૃત્યુના ખપ્પરમાં પોતાના સ્વજનોને કાયમ માટે છોડી ગયેલા આત્માઓની શાંતિ માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવાની બાકી છે. આ ભયાનક બીમારીમાં હેરાન થઈને ગુજરી ગયેલા વૈશ્વિક સફરના રાહબરો ને પણ ચિરકાળ શાંતિ મળે એવી સામુહિક પ્રાર્થના આપણે ઈશ્વરને કરીએ. માત્ર આપણા જ દેશમાંના રાહ્બરોને નહીં, પણ સમસ્ત વિશ્વના વિદાય લઇ ચુકેલા ભાઈ-બહેનોને માટે આપણે પ્રાર્થના વહેતી મુકીએ. “જેઓ બીજા દેશના રહેવાસીઓ હતા તેમની સાથે આપણે શું લેવા-દેવા ?” આ વિચાર યોગ્ય નથી. ઈશ્વરની સર્જન શક્તિ ને સંબંધિત એક વાત જેનાથી આપણે સહુ અજાણ છીએ તે પણ થોડી જાણી લઈએ. આ જન્મમાં આપણે ભારત દેશમાં જન્મ્યા છીએ એનો અર્થ એવો નથી કે પહેલાં ના જન્મોમાં પણ આપણે અહીં જ જન્મ લીધો હતો, અને હવે પછી આવનારા જન્મોમાં પણ આપણે અહીં જ જન્મ લઈશું . આત્માની સફર માં એક જન્મ થી બીજા જન્મ નો રસ્તો કાપવામાં દુનિયાના દેશોની ભૌગોલિક સીમા રેખા વચ્ચે નથી આવતી. જન્મો-જન્મની સફરમાં આત્માને દેશ-કાળ અને ધર્મની મર્યાદાઓ નડતી નથી હોતી. જે જન્મમાં આત્મા જે દેશમાં દેહ ધારણ કરીને જે દેશની માતાના ગર્ભમાં અવતરે છે, એ જન્મમાં એ દેશની સંસ્કૃતિ, ભાષા, રીતી-રીવાજો અને સંસ્કારોને અપનાવે છે. આ કારણથી દુનિયાની પેલે છેડે આવેલા દેશોમાં દેહ-વિલીન થઇ ચુકેલા લોકો પણ એક સમયે આપણા રાહબર હતા, એ વાત મનમાં સમજ પૂર્વક ઉતારી લઈને એમની મુક્તિ માટે પણ પ્રાર્થના કરીએ. નીચેની link આપણ ને “वसुधैव कुटुम्बकम्” ની ભાવના બરાબર સમજાવી શકશે.
https://www.youtube.com/watch?v=9YXNIddeY-8
હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્ર ની રણભૂમિ ઉપર લદાયેલા નિર્ણાયક યુધ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને ઈશ્વરના પૃથ્વી ઉપર અવતાર લેવાનું રહસ્ય સમજાવતાં કહી ચૂક્યા હતા :
“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ।।4.7।।
અત્યારના સમયમાં એમણે ફરી પાછો અવતાર લીધો છે એવું લાગે છે. અને તે પણ ભારતની ભૂમિ ઉપર. પણ આ વખતે તેઓ ‘નરેન્દ્ર મોદી’ ના નામ અને રૂપ સાથે અવતર્યા હોવાની પ્રતીતિ કરાવે છે. વર્ષો પહેલાં નટખટ પ્રકૃતિ ના કૃષ્ણ ભગવાને જાહેર કર્યું હતું કે આ સંસાર માં એવું કંઇ જ નથી જે તેઓ નહીં કરી શકે. આપણા ‘મોદી ભગવાને’ પણ અનેક વાર આ વાતની પુષ્ટિ કરી દીધી છે. તેઓ આ કળીયુગમાં નાલાયક લોકો અને દેશદ્રોહીઓ સામે એકલા હાથે લડી રહ્યા છે. એક ‘લોહ-પુરુષ’ તરીકે આખી દુનિયાને માર્ગદર્શન આપવાની કુનેહ તેઓ ધરાવે છે. તેમ જ આપણા દેશને કાર્યક્ષમ કરીને ઊંચાઈ ઉપર લઇ જવાની અદ્ભૂત કુશળતા પણ તેઓ ધરાવે છે. રામનવમીના શુભ દિવસે ચાલો આપણે સહુ મળીને એમના હાથ, મનોબળ, આત્મવિશ્વાસ અને કાર્યશક્તિ ને મજબૂત બનાવીએ. સમગ્ર ભારતના ‘યુગ-પુરુષ’, ‘યોગ-પુરુષ’ દિલ્હીમાં વિરાજમાન છે, જ્યારે સત્ય, આત્મ સંયમ, શિસ્ત અને અનુશાસનના પ્રણેતા એવા યોગીજી ઉત્તર પ્રદેશના ‘પ્રધાન સેવક’ ના સિંહાસન ઉપર વિરાજે છે. બેઉ ની અંદર રહીને ઈશ્વર ખુદ એ બેઉના રથનું વહન કરી રહ્યા છે.
ઈશ્વરની પ્રકૃતિમાં ઝાડો, પાંદડા, ફળ, ફૂલો લીલાં છમ રહીને હજી આજે પણ હૈયાને શાતા આપી રહ્યા છે. પ્રભાત, અને સૂર્યોદય ના આગમનના એંધાણ આપતાં પક્ષીઓ હજી આજે પણ કિલ્બીલાટ કરી રહ્યાં છે. આશીર્વાદ વાળી ધરતીઓ ઉપર મોર, ઢેલ અને કોયલો હજી આજે પણ ટહુકા કરીને આપણા દિલ બહેલાવી રહ્યા છે. ઈશ્વરના આશીર્વાદ રૂપ જન્મ લેતા નાનકડા જીવો હજી આજે પણ માતાઓના ગર્ભમાંથી ધરતી ઉપર અવતરીને આશા, મહત્વાકાંક્ષા ભર્યા જીવનમાં પોતાનું સ્થાન કાયમ કરી રહ્યા છે. આ ધરતી આપણને પ્રેરિત કરી રહી છે. આ દેશ મીટ માંડીને, હાથ ફેલાવીને આપણને ભેટવા ઝંખી રહ્યો છે. આવો આપણે આ ધરતીની ગોદમાં આપણું જીવન સમર્પિત કરવાના ઉદ્દેશથી ઉત્સાહ પૂર્વક જીવતા જઈએ .
અસ્તુ.
હરીશ પંચાલ (‘હ્રિદય’ )
આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ
એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.
આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.
અમે કિનારે બેઠા,
તો’ય તરસ્યા
અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા
મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા
તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા
મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં
આપણે ઈશ્વરને કહેવું પડે કે “ભઈલા તું મારી આંગળી પકડજે” ?
એ પરમ કૃપાલુ ઈશ્વર આપણા કપરા સમયમાં પણ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે અને એક અથવા બીજી રીતે આગળ ચાલતા રહેવા માટે આપણને પ્રોત્સાહિત કરતો રહે છે. એની કૃપાથી જ આપણને જીવનનો અર્થ સમજાય છે અને આધ્યાત્મિક માર્ગે ચાલતાં રહેવાની પ્રેરણા મળે છે. એ પછી ભાવ-ભક્તિ, ધ્યાન અને જ્ઞાન મેળવવાની ખેવના મનમાં જાગે છે.
ઊંડી સમજ, ઠરેલતા, દીર્ઘ દ્રષ્ટિ, વિવેક, કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ કાઢવાની ક્ષમતા, જીવન પ્રત્યેનો ઉચ્ચ અભિગમ અને સાત્વિકતા જેવા ઊંચા ગુણો કેળવાયા હોય તો પણ ઈશ્વર આપણી સાથે જ ચાલી રહ્યો છે એવી શ્રધ્ધાનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. આધ્યાત્મિક સાગરનાં ઊંડા પાણીમાં આપણે પગ પલાળ્યા હોય તો સાત્વિક આત્માઓને ડૂબવાનો ભય રહેતો નથી.
‘ઈશ્વરનો ફોન આવ્યો’
અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટે, એની કાર્યક્ષમતા માટે; લોકોની સલામતી, કાયદા-કાનૂનની વ્યવસ્થા, અને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.
હું જ મળ્યો ?
બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?
દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે. આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે. અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ ઊંચેથી નીકળતા હોય છે. “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”
{{commentsModel.comment}}