અમે કિનારે બેઠા,
તો’ય તરસ્યા
કંઇક કેટલાં જન્મોની નદીઓ તરીને અમે હવે કિનારે બેઠા
જન્મો જનમની થકાવટ હતી, કંઇક મેળવવાની પ્યાસ હતી
અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા
મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા
તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા
મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં
નદીઓની તાજી જન્મેલી માછલીઓએ પૂછ્યા કર્યું: “જીવન શું છે?”
અને અમે કહેતા રહ્યાં: “જન્મીને મરવું, મરીને જન્મતા રહેવું એ જ જીવન છે”.
અગણિત જન્મો પછી કોઈએ કહ્યું: “આજ સુધીના તમારા બધાં જન્મો નકામા
ન જાણ્યો પ્રભુને, નહીં ભાવ-ભક્તિ, ના મેળવ્યું કોઈ જ્ઞાન, નહીં સારાં કર્મો કર્યાં,
હવે જાઓ પાછા, જ્યાં મળે નિચોડ જીવનનો, જન્મો એવાં ઊંડા પાણીઓમાં,
અને હવે અમે આવ્યા પાછાં જીવનની સફરની આધ્યાત્મિક ઊંડાઈના સાગરમાં
ચાલો જીવનનો નિચોડ મેળવવા નીચેની web-link ઉપર click કરીએ.
http://www.hriday-sparsh.com/module/data/view/15
પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.
પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,
અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી
અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,
બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.
દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી રહી,
આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી.
राम नाम सत्य है
રામ નામ સત્ય છે.
આ દુનિયામાં ‘એક માત્ર ઈશ્વર જ સત્ય છે’ એ અનુભૂતિ આપણને સંસારના લોભામણા રસ્તાઓપર સાચવીને ‘આગમચેતી પૂર્વક’ ચાલતા રહેવાનો સંદેશ પણ આપે છે. ચાલો, આધ્યમિકતાની આ કેડી ઉપરચાલતાં, ચાલતાં આપણે પણ મનમાં ઉચ્ચારતા રહીએ: “राम नाम सत्य है” આ ઉક્તિના ગૂઢાર્થને, એની પાછળ છુપાયેલા સંદેશાઓને સમજતાં રહીએ
હું જ મળ્યો ?
બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?
દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે. આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે. અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ ઊંચેથી નીકળતા હોય છે. “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”
કોઈ તો બતાવો મને મારું સરનામું !
આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.
Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.
આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.
ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.
આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ
એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.
આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.
{{commentsModel.comment}}