મળ્યો નિચોડ આપણા જન્મોનો
આપણે
"સોમવારે જન્મ્યા.
મંગળવારે મોટા થયા.
બુધવારે ભણી પરવાર્યા.
ગુરુવારે કમાયા, પરણ્યા.
શુક્રવારે, ભોગવ્યું, માણ્યું..
શનિવારે બાળકો પરણાવ્યા.
રવિવારે મરી ગયા.”
વચ્ચે ગાયબ રહ્યા
ફરી પાછા,
આપણે
"સોમવારે જન્મ્યા.
મંગળવારે મોટા થયા.
બુધવારે ભણી પરવાર્યા.
ગુરુવારે કમાયા, પરણ્યા.
શુક્રવારે, ભોગવ્યું, માણ્યું..
શનિવારે બાળકો પરણાવ્યા.
રવિવારે મરી ગયા.”
રવી, અથવા સોમ, તો કદીક ગુરુ અથવા શુક્ર, આમ જ આપણે અહીં આવતા રહ્યા,
આગળ-પાછળના આવા જ કોઈ ક્રમમાં જીવતા રહ્યા,
શરીરથી વિખુટા, મર્યા પછી થતા રહ્યા, અને ફરી પાછા આવતા રહ્યા.
શરીરોની આ આવન-જાવન, અને એ બે વચ્ચે દેહ વગરના અજ્ઞાતવાસ,
લોપ-અલોપના આ ખેલ યુગોથી આપણે ખેલતા રહ્યા અને થાકતા રહ્યા.
થાકીને થોભ્યા, ત્યારે થયું: "લાવ, જરા જીવનનો મકસદ શોધીએ !"
પછી ફેરવ્યા કઈંક કેટલાં પાનાં, ઇતિહાસના, પુરાણોના, તત્ત્વજ્ઞાનના;
વળી તપાસ્યા જીવન ફકીરો, બાદશાહો-સાધુ-સંતોના.
સાંભળ્યાં પ્રવચનો અને સત્સંગો, જ્ઞાન-શિબિરોમાં જઈ જીવન-તથ્યોને જાણ્યા.
યોગાસનો, પ્રાણાયમ, યોગ, ભક્તિ, જ્ઞાન, કર્મ-અકર્મ, વિકર્મ, કર્મ-સન્યાસ,
જે ઈશ્વરે સમજાવેલા ગીતામાં, તેમાંના થોડાક અનુભવ્યા, થોડા જાણ્યા.
એક બહુ લાંબો સમય વિતાવ્યો જીવનનો –
આ બધું વાંચવામાં, સમજવામાં, અંદર ઉતારવામાં અને જીવનનું મહાત્મ્ય સમજવામાં.
ત્યારે થયું કે જીવનને જોઈ લઈએ અલગ, અલગ આત્માઓની આંખો વડેથી.
તેઓ જે કહી ગયા તે સમજી લઈએ તો કદાચ જાણી શકીએ, કેવું છે ‘આપણું’ જીવન?
સોમ થી રવી - એ માત્ર ૭ દિવસનો ગાળો!
પછી ભલે હોય પ્રત્યેક દિવસ ૧૨ વર્ષો લાંબો!
જેથી વ્યક્તિગત જીવનકાળ થાય ૮૦-૮૪ વર્ષો લાંબો.
તો ય આપણી શ્રદ્ધાંજલિ કહેશે, કે 'અમુક વારે જન્મ્યા અને અમુક વારે મરી ગયા!'
પણ એ 'આવવા' અને 'જવા' વચ્ચે આપણે જે કર્યું એ ‘જીવન’ આપણી નજરે કઈંક આવું લાગ્યુ :
“જન્મ્યા. રડયા - છાના રહ્યા, ઘૂંટણિયા કર્યા, ચાલતાં શીખ્યા. બાલમંદિરમાં 'એકડો-બગો' શીખ્યા.
સમજતા નહોતા થાય ત્યાં સુધી 'ડાહ્યા' હતા. પછી સમજ આવી, એની સાથે બીજું પણ ઘણું આવ્યું.
શાળા-કોલેજમાં ભણ્યા - જ્ઞાન આવ્યું. કમાતા થયા - પૈસા આવ્યા. પરણ્યા - જવાબદારી આવી.
બાળકો થયા - સુખ આવ્યું. વધુ અભ્યાસઅર્થે વિદેશ ગયા - જ્ઞાન વધ્યું, માન વધ્યું.
નોકરી-ધંધામાં મોટી તરક્કી થઈ - અભિમાન આવ્યું. બંગલો - ગાડી આવ્યા - પ્રતિષ્ઠા આવી.
રોજગાર વધ્યો - લાલચ વધી + જરૂરિયાત વધી - ઊંધા - ચત્તા કરવાની દુર્મતિ આવી.
લક્ષ્મી જેટલી આવતી ગઈ, ખોટાં કામો કરવાની હિમ્મત આવતી ગઈ. કમાતા ગયા - ભરતા ગયા.
ભરવા માટે બીજાઓનું છીનવતા ગયા. ૩-૪ પેઢીઓ બેસીને ખાય એટલું જમા કરતા ગયા.
કુટુંબ, સંબંધો, પ્રેમ, લાગણી સાત્ત્વિકતા, નીતિ જેવા શબ્દો જીવનની કિતાબમાંથી ભૂસાતા ગયા.
હૈયામાંથી ઋજુતા ગઈ - રુક્ષતા આવી, લાગણી ગઈ - માંગણી આવી. સાદગી ગઈ - માંદગી આવી.
પછી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આવી. ICU માંથી સ્મશાનમાં લાવી. અને આમ પુરી થઈ જિંદગી!”
આ થઈ વાત આપણા જીવનની. હવે બીજા આત્માઓએ જીવનને કેવી રીતે નિહાળ્યું એ આપણે જોઈએ.
સંત કબીર:
કબીર જન્મથી હિન્દુ હતા કે મુસ્લિમ એ અંગેના વાદ-વિવાદો વર્ષો સુધી ચાલતા રહ્યા. મૂર્તિ-પૂજા, કર્મકાણ્ડ વગેરેના વિરોધી, પણ રામ અને રહીમ - બેઉમાં શ્રદ્ધા ધરાવતા અને આખાબોલા સંત હતા. નાના પણ મુદ્દાસરના દોહામાં જીવનને સ્પર્શતી વાતો સંબંધિત ઊંડો સંદેશ પહોંચાડવાની કળા તેઓ ધરાવતા હતા. એમના દોહાઓમાં જીવનને આધ્યાત્મિક તત્વસાથે સાંકળતી કડી એવી સલુકાઈથી અને સાહજીકતાથી તેઓ કહી દેતા કે સમજશક્તિના દરવાજા સાંભળતાંની અથવા વાંચતાંની વારમાં જ ખુલી જાય. એમની નીચેની આ કૃતિ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના ગાઢ ઐક્યની માત્ર ઝાંખી જ નથી કરાવતી, પણ ઈશ્વરપાસે જઈશું ત્યારે કેવા પ્રકારની તૈયારી કરીને જવાનું છે એની સમજણ પૂરી પાડે છે:
“कर ले श्रृंगार, चतुर अलबेली, साजन के घर जाना होगा
नहा ले धो ले शीश गूँथा ले, साजन के घर जाना होगा
ઈશ્વરને જાણવાના, પામવાના માર્ગ ઉપર યાત્રા શરુ કરી ચૂકેલા સાધકોએ પોતાની જાતને આ પવિત્ર સફરને અનુરૂપ તૈયાર કરવી પડતી હોય છે. “नहा ले धो ले शीश गूँथा ले” – એ શબ્દોમાં 'તૈયાર થઈને જવાનું' કહ્યું છે, તે: મન-વિચારોની શુદ્ધિ, આત્માની પવિત્રતા, વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુત્વ, આ બધા અને વેદાંતમાં સમજાવેલા મુજબના ગુણો કેળવીને, જીવનશૈલીમાં ઉતારીને સાધનાને માર્ગે આગળ વધવાનું હોય છે - એ અંગે વાત કરી છે. આ એક બહુ લાંબી સફર છે, જેને માટે કવિ પ્રિતમદાસ કહી ગયા કે "હરીનો મારગ છે શૂરાનો, કાયરનું નહિ કામ જો ને!"
દરેક જન્મ પછી જેની પાસે જ પાછા જવાનું છે, મન વારે,વારે જેની પાસે જવા ઝંખે, એ 'સાજન’ જ હોઈ શકે! ૫૦૦૦ વર્ષો પહેલાંના આપણા પૂર્વજન્મોને તપાસી જોઈએ તો આપણે 'ગોપ' અથવા 'ગોપી' જ હોવા જોઈએ! એ નાતે આપણા સહુનો સાજન, પણ ઈશ્વર જ હોઈ શકે!
“मिट्टी उढ़ावन, मिट्टी बिछावन, मिट्टी ही सिरहाना होगा
कहत कबीर, सुन मोरी सजनी, वहाँ से फिर नहीं आना होगा ।“
પ્રકૃતિના પાંચ તત્વોમાંથી જ આપણું શરીર ઘડાયેલું છે. એ શરીર વિલીન થયા પછીની યાત્રા તો આત્માની' જ છે. ત્યારે આપણા એ પાંચ તત્વોને પણ પ્રકૃતિને સુપ્રત કરીને જ આગળ વધવાનું છે. અને મળેલા આ માનવજન્મોમાં માનવ સેવા અને કર્મ-સન્યાસ ના આચરણ દ્વારા એવી રીતે જીવતા જવાનું છે કે જન્મ-મરણની ઘટમાળમાં પાછા આવવું ન પડે. (वहाँ से फिर नहीं आना होगा).
હવે એક સંસારીનું દ્રષ્ટાંત જોઈએ:
બહાદુરશાહ ઝફર મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ થઈ ગયો. (૧૭૭૫-૧૮૬૨). એનો રાજ્યકાળ ૧૮૩૭ થી ૧૮૫૭ સુધી રહ્યો. પરોપકારી અને પ્રજા-પ્રેમી હોવા ઉપરાંત એ એક 'સૂફી પીર' અને કવિ પણ હતો. અંગ્રેજોના ૧૮૫૭ ના બળવા પછી પોતાની પ્રજાની સુરક્ષા અને પોતાની સલ્તનતનો મોભો જાળવી રાખવામાં અસફળ રહ્યો. અંગ્રેજ હકુમત સામે બળવો કરવાના અને બીજા આરોપોમાં એની સામે કરેલા કોર્ટ કેસમાં સજા થયેલી. એ મુજબ ૧૮૫૮માં એને રંગૂન - બર્મા માં દેશનિકાલ કરવામાં આવેલો. ૧૮૬૨માં માંદગી બાદ એનું મૃત્યુ થયેલું. પણ જિંદગીના છેલ્લા ૪ વર્ષો એણે બહુ કઠિનાઈ અને દુ:ખમા ગાળેલા. પોતાની માતૃભૂમિથી દૂર થઈ જવાનું દુ:ખ અને વૃદ્ધાવસ્થાની હાડમારીઓની હૈયામાંથી ઉઠતી ફરિયાદ, અનુભવી શકાય એવા હૃદયદ્રાવક શબ્દોમાં એની કવિતામાંથી વહેતી. બહુ જ લોકપ્રિય થયેલી એની એક ગઝલ હતી: “लगता नहीं है जी मेरा उजड़े दयार में ….”
“लगता नहीं है जी मेरा उजड़े दयार में
किस की बनी है आलम-ए-ना-पायेदार में
बुलबुल को बाग़बां से न सैय्याद से गिला
क़िस्मत में क़ैद थी लिखी फ़सल-ए-बहार में
उम्र-ए-दराज़ माँग के लाये थे चार दिन
दो आरज़ू में कट गये, दो इंतज़ार में
कह दो इन हसरतों से कहीं और जा बसें
इतनी जगह कहाँ है दिल-ए-दाग़दार में
है कितना बदनसीब ज़फ़र दफ़्न के लिये
दो गज़ ज़मीन भी न मिली कू-ए-यार में
दिन ज़िंदगीके ख़त्म हुए , शाम आ गई,
फैलाके पाँव सोयेंगे कुंजे मज़ारमे
આ ગઝલ ઉર્દુ ભાષામાં લખાઈ હોવાથી અને સમજવામાં સરળતા રહે એ હેતુથી નીચે અંગ્રેજીમાં અનુવાદ સાથે પાછી રજુ કરું છું. અનુવાદ public domain માં સંગ્રહિત સાહિત્ય મુજબ જ છે.
Lagta Nahin Hai Dil Mera Ujde Dayar Mein
Kiski Bani Hai Aalam-e-Napaidar Mein
My heart finds no connect with this barren land
Has anyone felt fulfilled in this ephemeral world
Bulbul ko baghban se na sayyaad se gila
Kismat mein kayd thi likhi fasle-bahaar mein
Nightingale resents neither the gardener nor the hunter
Imprisonment is written in its fate in the peak of spring
Kehdo In Hasraton Se Kahin Aur Ja Basen
Itni Jagah Kahan Hai Dil-e-Daagdaar Mein
Tell these unfulfilled longings to go reside elsewhere
Where is the space for them in this besmirched heart
Umr-e-Daraz Mang Ke Laye The Chaar Din
Do Aarzoo Mein Kat Gaye Do Intezaar Mein
I asked for a long life and received four days
Two passed away in desiring, two in waiting.
Din zindagi ke khatm hue shaam aa gayi
phaila ke paanv soyenge koonje mazaar mein
The days of life are gone, now is its evening
Fully stretched out will be to sleep in my tomb
Itna Hai Badnaseeb “Zafar” Dafn Ke Liye
Do Gaz Zameen Bhi Na Mili Koo-e-Yaar Mein
How unfortunate is "Zafar"! That for his final resting place,
Was not his in his beloved land, even two yards of space.
બીજા એક ઐતહાસિક પાત્ર નું દ્રષ્ટાંત : સિકંદર
પોતાની કુનેહ, યુદ્ધ-કૌશલ્ય, વ્યૂહાત્મક કળા, આત્મવિશ્વાસ રાજકીય સૂઝ અને બાહુબળ વાપરીને કઈંક કેટલાં યુદ્ધો જીતીને, રાજ્યોને હરાવીને, અઢળક સંપત્તિ લૂંટીને દુનિયાના દેશોમાં સિકંદરે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. એણે પણ પોતાના મૃત્યુ પહેલાં ઘોષણા કરેલી કે એના મર્યા પછી એની સ્મશાનયાત્રા નીકળે ત્યારે માર્ગ ઉપર એણે લૂટેલી સંપત્તિ વેરવામાં આવે, અને લોકો જોઈ શકે એ પ્રમાણે એના બેઉ ખાલી હાથ ખૂલ્લા રાખવામાં આવે જેથી લોકો જોઈ શકે કે આખી જિંદગી યુદ્ધ કરવામાં ગાળીને, બીજા રાજ્યો ઉપર ચઢાઈ કરીને એમને જીતી લઈને, મેળવેલી ખ્યાતિ અને જમા કરેલી અઢળક સંપત્તિ, આમાંથી કઈં જ સાથે નથી આવવાનું. આ ડહાપણ એને સૂઝેલું ત્યારે તો એના જીવનની સંધ્યા નજીક આવી ચૂકી હતી.
હવે આપણે આવીએ છીએ એ મુકામ ઉપર જ્યાં પહોંચવા માટે શરુઆતમાં આપણા 'સોમ થી રવિવાર સુધીની જીવનચર્યા' આરંભી હતી. આ છે:
જીવનનો નિચોડ:
· સતત વહેતા રહેતા સમયના વહેણો યુગોથી વહેતાં રહ્યા છે. સમય કોઈને માટે થોભતો નથી.
· યુગોથી શરુ થયેલા એવા અને અને જેનો બીજો છેડો જ નથી એવા અનંત સમયની લંબાઈની સરખામણીમાં આપણા એક જન્મની સફર,જોઈ પણ નહીં શકાય એવા એક બિંદુ જેટલી છે. આપણો જીવનકાળ આપણને ભલે લાંબો લાગતો હોય પણ બ્રહ્માંડના સમયની સરખામણીમાં માત્ર 'સોમ થી રવિ" જેટલો, અથવા બહાદુરશાહ ઝફરની ગઝલના 'चार दिन' જેટલો જ લાંબો નીવડે છે. આખી જિંદગી ક્યાં વહી જાય છે એ જીવનની સંધ્યાએ જ ખ્યાલ આવે છે.
· જે 'ઈશ્વરને' આપણે અસંખ્ય જન્મોથી શોધી રહ્યા છીએ તે આપણી અંદર જ વિરાજમાન છે અને સર્વ-વ્યાપક છે. (सोऽहं અથવા सोहम)
· પ્રત્યેક જીવના પ્રત્યેક જન્મનો અંતિમ ઉદેશ ઈશ્વરને સમજવાનો, એમની સાથે એકાકાર થવાનો, અને આત્માના સ્તરે આપણે ઈશ્વરથી અલગ નથી ('अहम् ब्रह्मास्मि '), એ સમજાવવાનો છે.
· હકીકતમાં આ મહા-ઉદ્દેશને આવિર્ભાવ કરવા, દરેક જીવે અગણિત જન્મો લેવા પડે છે, જેને સરળ ભાષામાં '૮૪ લાખ યોનીઓમાંથી પસાર થવાની અથવા જન્મ-મરણની ઘટમાળમાંથી પસાર થવાની’ પ્રક્રિયા તરીકે સમજાવવામાં આવે છે.
· આપણે 'ઈશ્વર તત્ત્વ'ને ઓળખી શકીએ અને સમજી શકીએ એ માટે ખુદ ઈશ્વરે એમની જ માર્ગદર્શિકા - ભગવદ ગીતામાં "મને કેવી રીતે ઓળખવો" એની વિગતવાર અને સંપૂર્ણ સમજ માનવજાતને સરળ ભાષામાં સમજાવી દીધી છે.
· 'જીવનનું અંતિમ સત્ય હું છું" એવા સર્વોપરી અધિકારથી ગર્જના કરનાર ઈશ્વરે પોતાની ઓળખાણ જાહેર કરી દીધી, એટલું જ નહિ, પણ "सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज; अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।" એમ કહીને એમના ફરમાનની નીચે પોતાની મહોર મારીનેસહી-સિક્કા પણ કરી દીધા! કેમ જાણે સમસ્ત દુનિયામાં “I AM That I AM” ની આકાશવાણી થઈ હોય!
· 'બીજાં બધા સંશયો, પર્યાયોને બાજુએ મૂકીને માત્ર એમના જ શરણમાં જવાનો' આગ્રહ પણ કરી દીધો. કારણ કે જન્મ-મરણની ઘટમાળમાંથી માત્ર તેઓ જ મુક્તિના માર્ગે દોરી જવાની શક્તિ ધરાવે છે.
· પણ જે રીતે ઉપર “જન્મ્યા. રડયા - છાના રહ્યા, ………અને આમ પુરી થઈ જિંદગી!” એ પૅરેગ્રાફમાં આપણા સહુની જીવનચર્યાનું પ્રતિબિંબ જોવા મળ્યું અને બહાદુરશાહ ઝફર એની ગઝલમાં લખી ગયા: “उम्र-ए-दराज़ माँग के लाये थे चार दिन, दो आरज़ू में कट गये, दो इंतज़ार में” એ જોતાં હાલની પરિસ્થિતિ એવી લાગે છે કે આપણા અંતિમ ઉદ્દેશસુધી પહોંચવા આપણને ૮૪ લાખ જન્મો પણ કદાચ ઓછા પડે!
કેટલાં ય વર્ષોથી આપણે બધા ગુરુને શોધી રહ્યા છીએ જે આપણી આંગળી પકડીને ચાલે અને આપણને ભગવાનના ઘર સુધી મૂકી જાય. આપણે તો ખોવાયેલા જ છીએ, પણ પણ કદીક એવું લાગે છે કે મોટા ભાગના ગુરુઓ ખુદ પોતે જ ઈશ્વને શોધી રહ્યા છે, અથવા આપણી જેમ જ રસ્તામાં ભૂલા પડી ગયા છે.અર્જુનની બરાબરી કરી શકે એવા એકલવ્યને પણ કોઈ ગુરુ નહોતા. આપણા સમયમાં આપણે પણ 'એકલવ્ય' બની શકીએ તો કેવું? તરલા દલાલના પુસ્તકો વાંચીને લોકો રસોઈ કરતાં શીખી શકે છે. ગાડી રિપેર કરવાની ગાઈડ વાંચીને ઘણા પોતાની ગાડી રિપેર કરી શકે છે. અમેરિકામાં લગભગ બધા જ વિષયોપર ‘Guide For Dummies’ મળતી હોય છે, જે વાંચીને લોકો ‘Do it Yourself’ – મુજબ, પોતાની મેળે કમ્પ્યુટર બનાવતા,રીપેર કરતા શીખ્યા છે, ડ્રોન જેવા નાના વિમાન બનાવતાં શીખ્યા છે. અને આપણે પોતે કર્યા પછી મળેલું જ્ઞાન 'પુસ્તકિયા જ્ઞાન' જ્ઞાન કરતાં ઘણું ઊંચું હોય છે.
‘Guide For Dummies’ અને ‘Do it Yourself’ જેવી ગાઈડો થોડાં વર્ષો પહેલાં જ લખાયેલી અને બજારમાં આવેલી. જયારે ભગવાને કહેલી અને ગણપતિબાપાએ લખેલી ભગવદ ગીતા આજથી લગભગ ૫૦૦૦ વર્ષો પહેલાં આધ્યાત્મ ક્ષેત્રમાં અને સાધુ-સંતોના હૈયામાં સ્થાન પામી ચૂકી હતી.
ઈશ્વરે એવી પણ કોઈ શરતો નથી મૂકી કે "મારા સુધી પહોંચવા તમારે ઉપનિષદો, વેદો, પુરાણો અને વેદાંતનો અભ્યાસ કરવો પડશે. અંત;કરણથી મારી ભક્તિ કરતા રહીને (ભક્તિયોગ) અને કર્મ-સન્યાસ ની કેડીએ ચાલીને (કર્મયોગ) તમે મારા સુધી પહોંચી શકશો, એ પછીનું જ્ઞાન હું તમને આપીશ. વાલ્મિકી, સુરદાસ, તુલસીદાસ, રામ-કૃષ્ણ પરમહંસ, નરસિંહ, મીરાં, કબીર, રમણ મહર્ષિ, એ બધા સંતોમાંથી કોઈ વેદો, વેદાંત અથવા ઉપનિષદોનો અભ્યાસ કરવા નહોતું ગયું. છતાં મારો સાક્ષાત્કાર થયા પછી એમને પરમ જ્ઞાન લાધ્યું હતું. જ્ઞાન પહેલાં આવે તો અહંકાર જાગતો હોય છે. જ્યારે ભક્તિના સાગરમાં ડૂબકી લગાવો તો જળ-કમળવત તરતા રહી શકશો.” એમણે એટલી છૂટ પણ આપી છે કે "તમે નિયત કર્મ કરતાં રહો, એ સઘળા કર્મો મને અર્પણ કરતા જાઓ, કરેલાં કર્મોમાંથી તમારા 'હું' ને કાઢી નાખો, તો 'કર્મ-સન્યાસ' ના ખાતામાં હું પોતે તમારું નામ લખી દઈશ. તમે મંદિરમાં જઈને મારી મૂર્તિઓ સામે સમય કાઢવાને બદલે માંદા, ગરીબ, અસહાય લોકોની સેવા કરો તો એ બધી સેવા મને મળી ગઈ છે એની રસીદ પણ તમારા ખાતામાં જમા કરી દઈશ. મારી પાછળ સોના-ચાંદીના ઘરેણાં, લાખો રૂપિયાની પાદુકા, મુગટો વગેરે ચઢાવવા કરતાં જેઓ ગરીબીમાં સબડી રહ્યા છે, જેમને પોતાનું જીવન ચલાવવાના ફાંફા છે, જેમના રોગોની સારવાર કરવાના પૈસા નથી, એવા લોકોને આર્થિક સહાય આપીને એમને પગભર કરો. મારી પાછળ ખર્ચેલી મિલકત મેં જ તમને આપેલી છે. મારે તમારા પૈસાનું શું કામ? અંત:કરણથી મને યાદ કરો, મારા મંત્રો દ્વારા મારી સાથે વાતો કરો, હું સાંભળીશ. રોજ થોડો સમય શાંત ચિત્તે, એકાગ્ર થઈને મને યાદ કરો - વિચારો, અશાંતિ, ક્રોધ, ચિંતાઓ વગેરેને થોડો સમય દરવાજાની બહાર મૂકીને મારી સાથે કડી સ્થાપિત કરો. (Establish a link with Me.) ધ્યાન–meditation દ્વારા આવેલા બધા જ incoming calls હું સ્વીકારું છું.”
“Whatsapp, FaceBook, અથવા e-mail માં મારો જવાબ તમને નહીં મળે પણ તમારા મનમાં આવેલી જાગૃતિ, તમારા વાણી, વિચાર, વ્યવહાર, ધંધા-રોજગાર વગેરેમાં થયેલી તરક્કી દ્વારા તમારા ભાવ, ભક્તિ, અને સુ-કર્મોના ફળોનું પ્રત્યક્ષ પ્રમાણ તમને મળી જશે. હું શબ્દોમાં જવાબ નથી આપતો, પણ મૌન આશીર્વાદ દ્વારા તમારી સાથે ચાલતો રહું છું.”
આપણા અને બીજાઓના જીવનમાં ઝાંકીને જોવાનું આપણે ચાલુ કરેલું પણ એ દરમ્યાન અનાયાસે થયેલા વિહંગાવલોકનમાં જાણે ઈશ્વરે જ 'જીવનનો નિચોડ' આપી દીધો હોય એવી અનુભૂતિ થઈ. ઈશ્વરને આપણે બોલાવ્યા પણ નહોતા. તો પણ કેવી સલૂકાઈથી જીવન અંગેનું ગૂઢ જ્ઞાન સમજાવી ગયા!
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
જાગો! સાંભળો! કોઈ આપણને પોકારી રહ્યું છે,
મનમાં ઘવાયેલી લાગણીઓ, સહન કરેલા અત્યાચારો જાણે બળવો પોકારી રહ્યા છે. મૌન ચિત્કારો જોર શોરથી પોકારી રહ્યા હોવાનો અહેસાસ થાય છે: “और नहीं, बस और नहीं, गमके प्याले और नहीं..” અને ત્યારે અંદરથી એક અવાજ ઉભરતો સંભળાય છે:
સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર
જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.
જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.
માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.
{{commentsModel.comment}}