મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
આપણે જન્મ્યા. એ પહેલાં કે એ પછી આપણા ભાઈઓ-બહેનો જન્મેલા.
આપણા પહેલાં આપણા માતા-પિતા જન્મ્યા હતાં અને એમના ભાઈઓ- બહેનો,
એમના પણ પહેલાં એમના માતા-પિતા, એમના ભાઈઓ-બહેનો
એમના પહેલાં એમના,
વળી એમની પણ પહેલાં એમનાં,
એ પહેલાં એમનાં માતા-પિતા અને ભાઈઓ બહેનો,
આમ પહેલાં, પહેલાં કરતાં, કરતાં આપણે ૧૦-૧૫ પેઢીઓ પાછળ પહોંચ્યાં.
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
ત્યાં લાગણી હતી, ત્યાં પ્રેમ હતો, સહુને એક-બીજાની ચિંતા હતી,
પ્રફૂલ્લિત એમના મન હતાં, સ્મિત ફરકતા ચહેરા હતા, ઉદારતાથી ભરેલા દૂંદાળા પેટ હતાં
એ ૩-૪ પેઢીઓ અને એમના પિતરાઇઓની ૩-૪ પેઢીઓ સાથે મળતી તો મોટાં ગામ સર્જાતા.
તો પછી શું થયું? આજની તારીખમાં જોઈએ તો એ ગામો દેખાતાં કેમ બંધ થયાં?
એ બધી પેઢીઓ અને એમના પરિવારો શાને વેર-વિખેર થઇ ગયા?
એ મોટા ઘરો ખાલી થઈને કેમ ભૂતિયા આવાસો બની ગયા
એવાં કેવાં વાવાઝોડા આવ્યાં, કેવી સુનામીઓ આવી કે પેઢીઓ, કુટુંબો દૂર-દૂર થઇ ગયાં?
મોટા, મોટા ઘરો ક્યાં ગયા? મોટા ઘરોને બદલે હવે નાની ચાલીના ઓરડાઓમાં માત્ર એક જ પેઢી સમાણી?
પરિવારોમાં ઝઘડા, કજિયા-કંકાસ, અબોલા, અણગમો, અરાજકતા, વેર-ઝેર ક્યાંથી આવ્યાં?
એ મોટા, મોટા ઘરોમાં વચ્ચે દિવાલો ચણાઈ ગઈ, રસોડાં અલગ થયાં, ઘરના ભાગલા પડ્યા,
એક-બીજાના મ્હોં જોવાના બંધ થયાં. વ્યવહારો બંધ થયા અને વેર-આદાવેર જન્મ્યા.
જ્યાં સાથે રહેતી ચાર પેઢીઓમાં લાગણી અને પ્રેમના સૂર નીકળતા ત્યાં લડવા-ઝઘડવાના અવાજો ગાજવા લાગ્યા.
સહુને માલ-મિલકત, પૈસા અને બાપ-દાદાની જાગીર જોઈતી હતી પણ વડીલોને કોઈ રાખવા તૈયાર નહોતું.
વડીલોના પણ ભાગલા પડ્યા. એક મહિનો બાપા એક દીકરાને ત્યાં તો માં બીજાને ઘરે. એવી ફેર-બદલી ચાલી.
એક વખત ‘કોર્ટ’ નું કોઈએ નામ સાંભળ્યું નહોતું ત્યાં કોર્ટોમાં ફરિયાદોની ફાઈલો અને વકીલોની ભીડ જામી.
કોર્ટે ચૂકાદો આપ્યો: “તમે સામ-સામા બેસીને આપસમાં ફેંસલો કરો.”
એ પછી ફેંસલાઓ થવા લાગ્યા અને સમાધાન થવા લાગ્યું.
એ સમાધાનો નો ચૂકાદો કંઇક આવો હતો”
“મારું-તારું સહિયારું અને તારામાં મારો ભાગ” !
મામલો પાછો કોર્ટમાં પહોંચ્યો અને સામસામા કેસ થયા.
આ લખાય છે ત્યાં સુધી તારીખો પર તારીખો પડ્યા કરે છે..
તો ચાલો, આપણે કેસો પાછા ખેંચીએ અને એક-બીજા સાથે સંધી કરી લઈએ
આવો આપણે સહુ પાછા એક થઈને સમાધાન કરીએ: “નહીં મારું, નહીં તારું , પણ જે છે તે બધું સહિયારું”
મળ્યો નિચોડ આપણા જન્મોનો
રવી, અથવા સોમ, તો કદીક ગુરુ અથવા શુક્ર, આમ જ આપણે અહીં આવતા રહ્યા,
આગળ-પાછળના આવા જ કોઈ ક્રમમાં જીવતા રહ્યા,
શરીરથી વિખુટા, મર્યા પછી થતા રહ્યા, અને ફરી પાછા આવતા રહ્યા.
શરીરોની આ આવન-જાવન, અને એ બે વચ્ચે દેહ વગરના અજ્ઞાતવાસ,
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
યશોદા આજે પણ જીવે છે
આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છે. આપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ છીએ કે કૃષ્ણ આપણી આસપાસ જ ક્યાંક છે. કેટલાં ય જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યા, કેટલી ય મૂર્તિઓના પગે માથું ટેકવી, ફળ, ફૂલ, દૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૨
જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ’?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.
રડ્યા ‘બેફામ’ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.
જીવનના આ રસ્તાઓ ....
જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.
પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?
ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,
તો ક્યારેક થોડું હસી લેવાનું.
{{commentsModel.comment}}