યશોદા આજે પણ જીવે છે
આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છે. આપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ છીએ કે કૃષ્ણ આપણી આસપાસ જ ક્યાંક છે. કેટલાં ય જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યા, કેટલી ય મૂર્તિઓના પગે માથું ટેકવી, ફળ, ફૂલ, દૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા. પણ હજી આપણને એ મળ્યો નથી. છતાં શ્રદ્ધાથી આપણે એમ માનીએ છીએ અને કહીએ છીએ કે "કૃષ્ણ અહીં જ છે."યુગો, યુગોથી સમસ્ત સૃષ્ટિના સર્જનહારને આપણે શોધતા રહ્યા હોવાને કારણે દરેક જન્મમાં એ એક 'સંસ્કારજન્ય' શોધ બની ચુકી છે.
જ્યાંસુધી આપણે ચાલતા નહોતા થયા, સમજતા અને બોલતા નહોતા થયા ત્યાં સુધી આપણી 'મા' જ આપણી દુનિયા હતી. આપણા નાનકડા ખોળિયામાં રહેલા આત્માએ આપણી 'મા'ની અંદર જ કૃષ્ણનો અનુભવ કર્યો હોવો જોઈએ. જેવી રીતે ઈશ્વરના સાન્નિધ્યમાં જીવ પોતાને સલામત અને કોઈ પણ પ્રકારના હાનિ-ભયથી સુરક્ષિત અનુભવે છે એ જ રીતે નાનું બાળક 'મા'ની અંદર પોતાના સંરક્ષણનું કવચ અનુભવતુંહોય છે. કોરી પાટી લઈને પૃથ્વીપર જન્મ લેતું પ્રત્યેક બાળક ઈશ્વરનો જ અંશ હોય છે. પણ મોટું થતાં, થતાં આસ્તે આસ્તે સમજતું થાય અને પૂર્વજન્મોનાં સંસ્કારોપર આધારિત પોતાના વ્યક્તિત્વમાં ગોઠવાતું જાય તેમ ઈશ્વરથી થોડું, થોડું દૂર થતું જાય છે. આવી જ પ્રક્રિયા મુજબ મોટા અને સમજતા થવાની સાથે અને નવા લોકોના પરિચયમાં આવતાં 'મા'થી પણથોડું, થોડું દૂર થતું જાય છે.
આપણને સહુને વિધાતાએ આપણેમાટે નિર્ધારિત કરેલા લેખ લઈને જ આ ધરતીપર મોકલ્યા છે. આ લેખમુજબ જેનું જયારે જે ધરતીસાથે લેણું હોય છે ત્યાં જવું પડે છે. આ પ્રથા આજકાલની નથી. રામરાજ્યથી, અથવા કદાચ એથી ય પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા છે. ભગવાન રામચંદ્રએ ૧૪ વર્ષોનો વનવાસ વેઠ્યો હતો. ખુદ ભગવાન શ્રી કૃષ્ણને, પોતે ગોકુળમાં સહુને વહાલા હોવા છતાં મા યશોદાની, નંદબાબાની, ગોપીઓની અને ગાયમાતાઓની વિરહ-વ્યથાની ઉપરવટ જઈને મથુરા જવું પડ્યું હતું. પોતાના પ્રાણથી પણ પ્યારા પુત્રને ગોકુળ છોડીને જતો અટકાવવા મા યશોદાના વણથંભ્યા પ્રયત્નો અને નારાજગીથી ઈતિહાસ પરિચિત છે. છેવટ સુધી પોતાની નારાજગી અને વિરોધ જતાવવાનું યશોદાજીએ છોડ્યું નહોતું. શ્રીકૃષ્ણએ તો પોતાના લખાયેલા લેખને સાકાર કરવા અને પોતાનું અવતારકાર્ય સંપન્ન કરવા આ ધરતીપર જન્મ લીધો હતો. અંતે એમણે ગોકુળ છોડ્યું, નંદબાબા ઉપરાંત ગોપીઓ, ગાયો, ગ્વાલબાળોને છોડ્યા. મા યશોદાને છોડી, એટલું જ નહીં પોતાની પ્રાણ-પ્રિય બાળસખા રાધાજીને પણ છોડ્યાં.
શ્રી કૃષ્ણ પોતાના સોનેરી બાળપણના મહામુલા સંબંધનોને ગોકુળ અને ગોકુળવાસીઓની હૈયાપેટીમાં છોડીને ગયા એ પછીની સઘળી કૃષ્ણ-લીલાઓ સમગ્ર વિશ્વએ કદી નહીં ભૂંસાય એવી શાહીથી ઈતિહાસમાં કંડારી છે. એટલે સુધી કે યાદવાસ્થળી પછી પગમાં બાણ વાગતાં એમણે સદેહે આ ધરતીપરથી વિદાય લીધી ત્યારથી તે આજસુધી કૃષ્ણને જનસમુદાય અને ભક્તોના હૈયામાં વિરાજમાન રાખ્યા છે. પણ કૃષ્ણએ ઘર છોડ્યું એ પછી મા યશોદાના લગી રે સમાચાર નથી. આદરણીય લેખક સ્વ. હરીન્દ્ર દવેની ઉત્તમ સાહિત્ય-કૃતિ"માધવ ક્યાં ય નથી મધુવનમાં"- જેવી સમાંતર શોધકથા લખવાનું કદીક કોઈને મન થાય તો એનું શીર્ષક "યશોદા ક્યાંય નથી આ જગમાં" એવું લખી શકાય? પણ કદાચ એમાં યશોદાજીના અનંત અસ્તિત્વને નકારવા જેવું લાગે! કારણકે ઈશ્વર અને એમના પ્રિય સ્નેહીજનોનો હિસાબ રાખવા જઈએ તો આપણે બહુ નાના, વામણા લાગીએ. એના કરતાં ચાલો, આપણે ખમૈયા કરીએ, થોડા ધીમા પડીએ અને શાંત ચિત્તે મા યશોદાને શોધીએ. ખુદ શ્રીકૃષ્ણએ પણ પોતાના માનવ-અવતાર દરમ્યાન આ ધરતીપર જ જીવન વિતાવ્યું હતું. આપણે પણ એ જ ધરતીપરની શેરીઓમાં ફરીને યશોદાને શોધીએ.
જીવનના માર્ગોપર ચાલતાં-વિહરતાં અનેક દિશાઓમાંથી કઈંક કેટલાં અવાજ સંભળાઈ રહ્યા છે.શેરીઓપરનાં ઘરોમાંથી કદીક નાનકડા, મુક્ત હાસ્યનો, તો ક્યાંક કુમળા રુદનનો અવાજ સંભળાતો લાગે છે. પાસે જઈને સાંભળીએ તો ખ્યાલ આવે છે કે કેટલી માતાઓ પોતાના નાનકાઓને પ્રેમથી ઉછેરી રહી છે. આ બધા નાનકા કાનાઓ પોતાની માતાઓને ઈશ્વરના ઐશ્વર્યની ઝાંખી કરાવી રહ્યા હોવાની પ્રતીતિ થાય છે. આ માત્ર અમુક મહોલ્લાઓની અથવા અમુક શહેરોની વાત નથી. સમગ્ર વિશ્વમાં પરાણે વહાલા લાગતા આ નાનકાઓ કૃષ્ણની પ્રતિકૃતિ માનવ હૈયામાં સ્થાપિત કરી રહ્યા હોવાનો અહેસાસ થાય છે.સમયના સતત વહી રહેલાં વહેણો સાથે એક વખતના નાના કાનાઓ મોટા થયા છે. મોટા ભાગના ઘરોમાંથી કાનાઓ મોટા થઈને 'આગળ ઉપરના 'વિકાસ અર્થે' દૂર જઈ રહયા છે. આ બધા જ કાનાઓની માતાઓ પોતાના લાડલા પુત્રોને દેશ-પરદેશ મોકલ્યા પછી એમનાથી દૂર બેઠી, બેઠી એમની ક્ષેમકુશળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતી સંભળાય છે. રોજ રાત્રે વિદેશથી પોતાના કાનાનો ફોન આવશે એની ચાહમાં બધાં કામ બાજુએ મૂકીને ફોનપાસે બેસી જાય છે. ક્યારે ફોનની ઘંટડી વાગે અને દીકરાનો અવાજ સંભળાય એની પ્રતીક્ષાની પળો પણ બહુ લાંબી લાગતી અનુભવે છે. કોઈક ઘરોમાં દીકરો બોલાવશે અને વિઝા મોકલશે એ આશામાં બેઠેલી કેટલીય માતાઓ ટપાલી-કુરિયરના આવવાની રાહ જોઈને બેઠેલી દેખાય છે.
પણ દરેક કાનાએ પોતાના લખાયેલા લેખ ફળીભૂત કરવા જન્મ લીધો છે. આ યુગમાં ઘણા પરદેશના શહેરો 'મથુરા' બન્યા છે. વિદેશી યુનિવર્સીટીઓમાંથી Multi-National Companies –MNC કંપનીઓમાંથી ઘણા એજન્ટો 'અક્રૂર' બનીને આપણા અગણિત 'કૃષ્ણો'ને 'મથુરા' લઈ જઈ રહ્યા છે. સ્વદેશના મોટા ભાગના શહેરોમાંથી અસંખ્ય 'કાના'ઓ પોતાના 'ગોકુળ’ને છોડીને પરદેશોના'મથુરા'માં સ્થાયી થયા છે. પોતાના કુટુંબને પરાયા દેશના પ્રતિકૂળ સંજોગો વચ્ચે આજીવિકા મેળવીને સ્થાયી કરવું એ જ એમને માટે અવતારકાર્ય બની રહ્યું છે. પરદેશોના મથુરામાં ગયેલો પ્રત્યેક કાનો પોતાના આ અવતારકાર્યને સાકાર કરવામાં એટલો વ્યસ્ત છે કે સ્વદેશના ગોકુળમાં પાછળ છોડી આવ્યો હતો તે નંદબાબાને અને મા યશોદાનેમાટે સમય ફાળવવામાં મુશ્કેલી અનુભવે છે.
વર્ષો વીતતાં જાય છે. કાનાને ત્યાં બાળકો મોટા થતાં જાય છે. આવક-જાવકના ત્રાજવાને સમતોલ રાખવા પત્નીએ પણ નોકરી કરવી પડે છે. પતિ-પત્ની, બેઊ બહાર હોય ત્યારે ઘરમાં નાના બાળકોનું કોણ ધ્યાન રાખે? ઘરમાં કોઈ પોતાનું હોય તો ઘર પણ સચવાય અને બાળકો પણ સચવાય. પરદેશમાં સ્થાઈ થયેલા કાનાઓને ત્યારે મા 'યશોદા' યાદ આવે છે. "મને જન્મ આપ્યા પછી અમે આટલા મોટા થયા ત્યાં સુધી અમારું બધું મા યશોદાએ જ તો કર્યું છે." એ વિચાર મનમાં પ્રબળ થાય છે. થોડા વખત પછી સ્વદેશમાં બેઠેલી મા યશોદાને પરદેશના 'મથુરા' જવાના વિઝા મળે છે. એ પછી કેટલાય સમયથી બેગ તૈયાર કરીને બેઠેલી આવી કઈંક કેટલી યશોદાઓ પોતાના ગોકુળ છોડીને દીકરા-દીકરી અને એમના બાળકોની સેવામાં સાત સમુદ્ર દૂર પહોંચી જાય છે. ત્યાર બાદ ગોકુળમાં એકલા રહી ગયેલ નંદબાબા ત્યાં રહીને શું કરે? તેઓને પણ મથુરા જવું પડે છે. વર્ષોથી આવાં કઈંક કેટલાં ગોકુળો આસ્તે, આસ્તે ખાલી થતાં જાય છે.
આવા જ એક ગોકુળની શેરીઓમાં આપણે યશોદાને શોધી રહયા છીએ. યશોદા પોતે ગોકુળમાં જ જન્મી હોવાનું સાંભળ્યું હતું. ઈતિહાસમાં વાંચેલું ઘણું બધું પાછળ છૂટી ગયેલી સ્મૃતિઓની શરીઓમાં અટવાઈ ગયું છે. નાનકડા કાનાઓને જન્મ આપનાર માતાઓ યશોદા હતી કે દેવકીઓ એ ભૂલાઈ ગયું છે, અથવા એ વાતનું મહત્ત્વ કાનાઓના મોટા થયા પછી ઓસરી ચૂકયું છે. દેવકીઓ કદાચ ત્યાગ - બલિદાન આપવા કાજે જ જન્મી હોય એવી ઝાંખી લોકવાયકાઓમાંથી ઊઠી હોવાનો આભાસ થાય છે. માનજીવનમાં પાલનહાર માનું વિશેષ મહત્ત્વ રહયું હોવાને કારણે યશોદાઓ યાદ આવે છે અને દેવકીઓ ભૂલાતી જાય છે. - ભૂલાઈ ગયી છે.
ગોકુળો ખાલી થતાં જાય છે. હવે અહીં અસલના દૂધ, દહીં માખણની રેલમછેલ નથી. કાનાઓની 'મસ્તી' તો છે, પણ એમાંથી નિર્દોષતા અદ્રશ્ય થઈ ગઈ છે. ગોપીઓ આજે પણ 'કાના'ઓને શોધી રહી છે. પણ એમના પ્રેમમાંથી 'આરાધ્ય ભાવ ' લુપ્ત થઈ રહ્યો છે. 'કાના' અને 'ગોપી'નો પરસ્પરનો પ્રેમ આધ્યાત્મિકને બદલે દુષિત થતો ચાલો છે. ઈશ્વરની આ સૃષ્ટિને જીવંત અને કાર્યવંત રાખવાની શૃંખલાને જાળવી રાખવા 'કાના'ઓ હજી જન્મતા રહ્યા છે. એમણે આ પૃથ્વીપર અવતરિત કરવા નંદબાબાઓ અને યશોદાઓ પહલેથી જ મોજુદ છે. પણ અફસોસ, હવે માત્ર ‘કાના'ઓની મહિમાના ગુણગાન છે; નંદબાબાના પ્રભાવ ઓસરતા જાય છે અને યશોદાઓ ભૂલાતી જાય છે.
પણ ચાલો, આપણે આપણી શોધ ચાલુ રાખીએ. કોઈક ઘરોમાંથી સૂરીલા હાલરડાંઓના સૂર વહી રહ્યા છે, કોઈક પોતાના નાનકાને નવડાવી-ધોવડાવીને તૈયાર કરી રહી છે. કોઈક, ઘરોમાં રમવામાં મશગૂલ, ખાવાનું બાજુએ મૂકીને આમતેમ દોડી જતા નાનકડા 'કાના'ઓની પાછળ, એને ખવડાવવા હાથમાં કોળીઓ લઈને પાછળ, પાછળ ફરી રહેલી માની 'ખાઈ લે બેટા' જેવી પ્રેમાળ વિનંતીઓ સંભળાઈ રહી છે. કોઈક મા ખભાપર નાનું દફ્તર લઈને, હાથમાં નાનકડી આંગળીઓ પકડીને નાનકાને શાળામાં મૂકવા જઈ રહી છે. થાકીને રસ્તાની વચ્ચોવચ ઊભા રહી ગયેલા અને આગળ એક પગલું પણ નહીં ભરવાની હઠ લઈ ચૂકેલા કોઈક કાનાને એની મા પ્રેમથી ઊંચકી લઈ એને વહાલથી ખભાઉપર લઈ જતી દેખાય છે. નાના, નાના ઝઘડાથી, અથવા પડી ગયા પછી લાગેલા નજીવા ઘાવથી અથવા પોતાઈ કોઈ વસ્તુ બીજાએ લઈ લીધાના નાનકડાં દુ:ખોથી રડતા 'કાના'ઓને પ્રેમથી બચી કરીને છાતીએ લગાડીને શાંત કરતી માતાઓ કેટલીય શેરીઓમાં અને ઘરોમાં જોવા મળે છે. હવે આપણે કેમ માનીએ કે 'યશોદા ક્યાંય નથી આ જગમાં?' પ્રત્યેક ઘરમાં યશોદા જીવે છે.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ હંમેશને માટે ગોકુળ છોડીને મથુરા ગયેલા ત્યારે એમણે મા યશોદાને વચન આપેલું: "હું જ્યાં પણ હોઈશ, જ્યાં પણ મારું નામ બોલાશે ત્યાં મા યશોદાનું નામ અનંતકાળ સુધી મારી સાથે જોડાયેલું રહેશે." પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અવતરિત થયેલ પરમ બ્રહ્મનું આ વચન હતું. 'બ્રહ્મવચન' મિથ્યા તો ન જ થાય! આ મુજબ યશોદા દરેક યુગમાં 'મા'ના સ્વરૂપમાં અવતરતી રહી છે.
આવો, આપણે પણ આપણી યશોદાને આંતરમનથી વંદન કરીએ. જે યશોદાઓ દેહ ત્યજીને પરલોકે, શ્રીકૃષ્ણના ધામમાં સિધાવી છે એમને આદર - પ્રેમથી શ્રદ્ધાંજલિ આપીએ. આપણા સહુની અંદર 'આત્મા'રૂપે વિરાજેલા 'કાના'ની 'મા' ના રૂપમાં દેહે અને વિદેહે યશોદા આજે પણ જીવે છે, અને "यावत चंद्र दिवा करौ" - અનંતકાળ સુધી એ આપણી આસપાસ વિહરતી રહીને આપણને એના વાત્સલ્યની વર્ષામાં ભીંજવતી રહેશે.
યશોદા અહીં જ છે, યશોદા ત્યાં પણ છે, યશોદા સર્વત્ર છે.
યશોદા આજે પણ જીવે છે, એ અનાદિ કાળમાં પણ જીવિત રહેશે.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ 3
બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.
મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,
કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.
જાગો! સાંભળો! કોઈ આપણને પોકારી રહ્યું છે,
મનમાં ઘવાયેલી લાગણીઓ, સહન કરેલા અત્યાચારો જાણે બળવો પોકારી રહ્યા છે. મૌન ચિત્કારો જોર શોરથી પોકારી રહ્યા હોવાનો અહેસાસ થાય છે: “और नहीं, बस और नहीं, गमके प्याले और नहीं..” અને ત્યારે અંદરથી એક અવાજ ઉભરતો સંભળાય છે:
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
ખોવાયેલી બેનડીની રાખડી
જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,
અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં
એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.
હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા
માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.
{{commentsModel.comment}}