કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ 3

Feb 16, 2024 05:26 PM - Harish Panchal ('hriday')

668


દુ:ખ નથી ‘બેફામ એનું કે મરણ આવી ઊભું,

દુ:ખ  ફક્ત એ છે કે આ જિંદગી ઓછી પડી.

 

બધું હારી ગયાનું દુ:ખ નહીં તો કેમ ભૂલાશે?

દિલાસા જેટલી પણ જીત દેતા જાઓ તો સારું .

 

તારા વિના જે દિવસો વિતાવ્યા છે મેં અહીં

તું હોત તો એ મારા જમાના બની જતે.

 

આ લાગણી અને અશ્રુ જો મળતે મર્યા પ્રથમ,

‘બેફામ, જીવવાના બહાના મળી જતે.

 

છે એક જ દુ:ખ કે મિત્રોએ મને રડવા નથી દીધો,

મિટાવ્યો છે મને, તો હસતો રાખીને મિટાવ્યો છે.

 

બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,

જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.

 

મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,

કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.

 

મરણ કહેવાય છે ‘બેફામ’ એ વૈરાગ સાચો છે

જગત સામે જોતાં નથી, જગત ત્યાગી જનારાઓ.

 

એમણે મારા જખમને કોતર્યા તો નહીં હશે?

એમના નાખ કેમ રંગેલા મને દેખાય છે ?

 

પ્રેમની હદ તો એણે સ્વીકારી  હતી,

બંધ દરવાજા હતા કિન્તુ ખુલ્લી બારી હતી.

 

એટલે તો આ જગતનાં ચેન પણ લાગ્યાં ખરાબ,

જે મળી તારા તરફથી એ પીડા સારી હતી.

 

આપણી વચ્ચે ચણાઈ ગઈ હતી દીવાલ, જે,

મેં પછી તારી છબીથી એને શણગારી હતી.

 

જો કે હું જીવન ‘બેફામ હારીને જતો હતો,

તે  છતાં લીકોની કાંધે મારી અસવારી હતી.

 

રહી ગયો છું હું અંધકારમાં ફક્ત એથી ,

કે મારે જીવવું હતું પારકા ઉજાસ વિના.

 

કફન કોઈને અકારણ નથી મળ્યું, ‘બેફામ’,

જગતમાં જન્મ્યા હતા એ બધા લિબાસ વિના.

 

છે ખુદા સહુનો, અને એથી એ સંતાઈ ગયો,

ડર હતો એને કે એની વહેંચણી કરીશું અમે.

 

ઓ ખોતરનાર, તારી યાદ તાજી રાખવા માટે,

જખમ પરથી મરેલી ચામડી મેં પણ ઉખેડી છે.

 

(દુ:ખ નથી ‘બેફામ એનું કે મરણ આવી ઊભું,

દુ:ખ  ફક્ત એ છે કે આ જિંદગી ઓછી પડી.

 

બધું હારી ગયાનું દુ:ખ નહીં તો કેમ ભૂલાશે?

દિલાસા જેટલી પણ જીત દેતા જાઓ તો સારું .

 

તારા વિના જે દિવસો વિતાવ્યા છે મેં અહીં

તું હોત તો એ મારા જમાના બની જતે.

 

આ લાગણી અને અશ્રુ જો મળતે મર્યા પ્રથમ,

‘બેફામ, જીવવાના બહાના મળી જતે.

 

છે એક જ દુ:ખ કે મિત્રોએ મને રડવા નથી દીધો,

મિટાવ્યો છે મને, તો હસતો રાખીને મિટાવ્યો છે.

 

બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,

જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.

 

મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,

કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.

 

મરણ કહેવાય છે ‘બેફામ’ એ વૈરાગ સાચો છે

જગત સામે જોતાં નથી, જગત ત્યાગી જનારાઓ.

 

એમણે મારા જખમને કોતર્યા તો નહીં હશે?

એમના નાખ કેમ રંગેલા મને દેખાય છે ?

 

પ્રેમની હદ તો એણે સ્વીકારી  હતી,

બંધ દરવાજા હતા કિન્તુ ખુલ્લી બારી હતી.

 

એટલે તો આ જગતનાં ચેન પણ લાગ્યાં ખરાબ,

જે મળી તારા તરફથી એ પીડા સારી હતી.

 

આપણી વચ્ચે ચણાઈ ગઈ હતી દીવાલ, જે,

મેં પછી તારી છબીથી એને શણગારી હતી.

 

જો કે હું જીવન ‘બેફામ હારીને જતો હતો,

તે  છતાં લીકોની કાંધે મારી અસવારી હતી.

 

રહી ગયો છું હું અંધકારમાં ફક્ત એથી ,

કે મારે જીવવું હતું પારકા ઉજાસ વિના.

 

કફન કોઈને અકારણ નથી મળ્યું, ‘બેફામ’,

જગતમાં જન્મ્યા હતા એ બધા લિબાસ વિના.

 

છે ખુદા સહુનો, અને એથી એ સંતાઈ ગયો,

ડર હતો એને કે એની વહેંચણી કરીશું અમે.

 

ઓ ખોતરનાર, તારી યાદ તાજી રાખવા માટે,

જખમ પરથી મરેલી ચામડી મેં પણ ઉખેડી છે.

 

(કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ 3 સમાપ્ત )

     

મારું – તારું સહીયારું

તારામાં મારો ભાગ

Sep 25, 2021 12:19 AM - હરીશ પંચાલ – ‘હૃદય’

હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા  અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,

આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,

દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.

ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.

એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.

ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.

ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.

એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.

481

Read more

સુખની પાછળ અમે કેટલું ભમ્યા?

Feb 16, 2024 08:14 PM - Harish Panchal

આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએસંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો?  બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?

1040

Read more

કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?

ગઝલોમાંથી નીતરે  છે ગમગીનીઓ શાને ?

ભાગ ૪

Feb 16, 2024 05:23 PM - Harish Panchal ('hriday')

મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,

કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”

 

જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!

બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .

923

Read more

આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?

Feb 17, 2024 06:02 PM - Harish Panchal

સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છેનાના બાળકોને એમની મા ઊઠાડે છેજીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છેજયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા  ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.

955

Read more

અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર

Feb 16, 2024 09:00 PM - Harish Panchal

જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.

જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.

માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.

918

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.