ખોવાયેલી બેનડીની રાખડી
જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,
અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં
એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.
હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા
માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.
વાર તહેવારે એના ફોન આવે છે પણ એ નથી આવતી, એની યાદો આવે છે.
કદીક વ્હોટ્સ-એપ ઉપર એક-બે લાઈનો લખે છે અથવા ઈમોજી મોકલે છે.
પણ એ બધું ભૂતકાળના વિખરાયેલા આકાશમાં થીંગડા માર્યા જેવું લાગે છે.
એ એના ઘરમાં પતિદેવ સાથે સુખી હતી અને હું મારા ઘરમાં સુખી હતો પત્નીસાથે.
તો’ય જે બેનડી લોહીના ખેંચાણ વડે બંધાયેલી એક વેલ હતી એની લાગણીના ફૂલોમાં જે સુવાસ હતી
તે હવે દોરા-ધાગામાં થી બનાવેલ રાખડીમાં પરોવેલા પ્લાસ્ટીકના ફૂલોમાં આખું વર્ષ બાંધ્યા પછી પણ નહોતી મળતી.
વીતી રહેલા સમય સાથે ‘રક્ષા-બંધન’ દર વર્ષે આવે છે.
અને હું ઘરમાં એને ભાવતી મીઠાઈ લાવીને રાહ જોવું છું કે એ આવશે, રાખડી બાંધીને ગળે લગાવશે,
દિવસ આખો વીતીને રાત ઢળે છે પણ એ આવતી નથી ત્યારે સ્વર્ગમાંથી મારી પત્ની મને યાદ મોકલે છે
કે “હવે તમે સૂઈ જાઓ, તમારી બહેનના આત્માએ એના હાલના જન્મના ભાઈને રાખડી બાંધી દીધી છે”
અને આ જન્મ-મરણના ફેરાઓમાં ગુમાયેલા મારા સ્નેહીજનોને આંખોમાં આંસુઓ વડે મૌન અંજલી આપીને વિરમું છું.
ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ
માના ખોળા માંથી ઘરના ઓરડાઓમાં; ઘરથી શહેરના,
શહેરથી જીવનના; જીવનથી સ્મશાનના,
સ્મશાનથી પાછા બીજી મા ના ગર્ભમાં
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૨
જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ’?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.
રડ્યા ‘બેફામ’ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.
યશોદા આજે પણ જીવે છે
આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છે. આપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ છીએ કે કૃષ્ણ આપણી આસપાસ જ ક્યાંક છે. કેટલાં ય જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યા, કેટલી ય મૂર્તિઓના પગે માથું ટેકવી, ફળ, ફૂલ, દૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.
ચાલો, ભારત માતા બોલાવે છે...
આપણે ચાલીએ સાથે ચાલો,
હાથોમાં એકમેકના લઈને હાથો.
તોડવા બેડી ગુલામીની એક ‘સાચા’ ગાંધીએ ભેખ લીધેલો,
થયેલો ત્યારે દેશ આઝાદ જયારે મર્યા’તા કેટલાં ય સ્વરાજ-સૈનિકો.
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
{{commentsModel.comment}}