ચાલો, ભારત માતા બોલાવે છે...
આપણે ચાલીએ સાથે ચાલો,
હાથોમાં એકમેકના લઈને હાથો.
તોડવા બેડી ગુલામીની એક ‘સાચા’ ગાંધીએ ભેખ લીધેલો,
થયેલો ત્યારે દેશ આઝાદ જયારે મર્યા’તા કેટલાં ય સ્વરાજ-સૈનિકો.
પછી આવી અને સમી ગઈ કેટલી, પણ ટકી ગઈ એક સરકાર, ખોટા ગાંધીઓ અને મોટા ગોટાળાઓ,
ખોવાઈ ગયા તેઓ ભીડમાં, જેમને હૈયે હતાં દેશના અને પ્રજાના હિતો, હવે કોણ બચ્યું છે, બતાવો.
ચૂંટણી આવશે અને કોઈના મોઢેથી ટપકશે લાળો,
કોણ પૂછે છે દેશને, સહુને ચઢ્યો છે ‘ખુરશી’નો નશો
થોભો જરીક, ખુરશી જોઈએ જેમને, ભૂતકાળ એમનો તપાસો,
વેચવા નીકળ્યા છે દેશને જેઓ, ઉખેડીને દૂર એમને ફેંકો.
જાગો હવે, જાગો મિત્રો, છે કોને હૈયે હિત દેશનું, એ ચકાસો,
ભૂતકાળમાં જેમણે ભર્યા ખીસાંઓ, સખ્તાઈથી દૂર એમને ભગાવો.
વિશ્વમાં માત્ર છેલ્લા ૪ વર્ષોમાં ખીણમાંથી દેશને જેણે ટોચ પર આણ્યો,
સહુ એક થઈને એને કરવા ‘તખ્ત-નશીન’ લગાવો એક ગગનચૂંબી નારો.
લડખડાતી બહુમતી નહીં, ‘સંપૂર્ણ’ એવી જીત અપાવો,
પછડાઈ પડે સહુ હિતવિરોધી, અને અમે ‘ગર્જના’ કરી શકીએ: “આ દેશ અમારો !”
આવો, ત્યાં સુધી આપણે કોઈ સત્ય-પ્રેમી ‘ગુરુ દત્ત’ ને શોધતા જઈએ, યાદ કરતા જઈએ, અને ગાતા જઈએ:
“ये इलेक्शनके खोटे प्यादों को हटाओ, ये ‘नोटों-पर-वोटों’ के बाजारों को हटाओ
ये बिकते हुए नुमाइन्दो को हटाओ, जिन्हें नाज़ है हिन्द पर वो कहाँ है? कहाँ है? ..”
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમનગીનીઓ શાને ?
ભાગ ૧
એક ઉમદા ગઝલકારને એમની વિદાય પછી “હૃદય-સ્પર્શ” દ્વારા અપાયેલી આ શ્રધ્ધાંજલિ હૃદય-સ્પર્શી હોવા છતાં લાંબી હોઈને આ આખી કૃતિ બધું મળીને ૪ ભાગમાં આપ સહુ સમક્ષ રજુ થઇ રહી છે. આજથી શરુ કરીને બીજા ત્રણ દિવસોમાં આ શ્રુંખલા સમાપ્ત થશે. દરેક યુગમાં મહાન કલાકારો પૃથ્વી ઉપર અવતરતા રહે છે. એમના જીવનકાળ દરમ્યાન કળા ની, સાહિત્યની, માનવતાની સેવા કરીને તેઓ વિદાય લે છે. પણ એમના ઊંચા કર્મો દ્વારા એમણે પ્રસારેલી સેવાની સુગંધ અને પ્રગટાવેલી મશાલના અજવાળાં વર્ષો સુધી માનવ હૈયાંને પ્રકાશિત કરતાં રહે છે.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ 3
બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.
મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,
કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.
મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૪
મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,
કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”
જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!
બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .
{{commentsModel.comment}}