साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું. એ એટલું અર્થપૂર્ણ હતું કે વાંચતાંની વારમાં એવી પ્રતીતિ થઈ જાણે એના સંપૂર્ણ તત્ત્વાર્થ સાથે એ મારા હૈયામાં ઊંડું ઉતરી ગયું હોય! સાંઝની આરતીનો સમય થઈ ગયો હોવાથી "પછી કાગળ ઉપર ટપકાવી લઈશ" એ વિચારે મેં માત્ર ૨-૩ વખત મનમાં વાગોળી લીધેલું, જેને પછીથી પણ અમલમાં નહોતો મૂકી શક્યો. છતાં, મારા સ્મૃતિપટની દિવાલપર પ્રસ્થાપિત થઈ ગયું ગયું હતું, કેમ જાણે કાયમી સ્યાહીથી લખાઈ ગયું હોય !
ત્યારે એના શબ્દોપરથી એવું અનુમાન કરેલું કે વર્ષો પહેલાં મીરાં અથવા કબીર જેવા કોઈ ઊંચા સંત આ સંદેશ આપી ગયા હોવા જોઈએ. થોડાં વર્ષો પછી સાહિત્યના અગાધ સાગરમાં થોડી ડૂબકીઓ માર્યા પછી તારણ મળેલું કે આ પંક્તિઓ સંત કબીરે આપણને આપેલા ઘણા આધ્યાત્મિક સંદેશાઓમાંની એક રત્નકણિકા હતી. એમના શબ્દોનો અર્થ સમજવો બહુ કઠિન નથી. પણ એમાં જે ગૂઢ અર્થ છુપાયેલો છે એને ખ્યાલમાં રાખતાં 'શબ્દાર્થ'’- પ્રયોગ કરતાં 'તત્ત્વાર્થ' શબ્દનો પ્રયોગ વધુ ઉચિત લાગે છે. આ લખાણ હતું:
कर ले श्रृंगार चतुर अलबेली,
साजन के घर जाना होगा !
नहा ले, धो ले, शीश गूंथा ले,
वहां से फिर ना आना होगा.
हर की पेढी તરફ જતાં એ રસ્તો સાંકડો થઈને એક નાની ગલી અથવા 'પોળ' માં પરિવર્તિત થઈ જતો હતો. એ કારણે આ સ્થાનકે આવતાં-જતાં લોકોની ભીડ પણ સારી એવી રહેતી. આ લખાણને વાંચવા માટે હું ત્યાં થોડી વાર ઊભો રહેલો. મને બરાબર યાદ છે, ત્યારે ઘણા લોકો હું કોઈ 'વિદેશી પર્યટક' હોઉં એવી નજર મારાપર નાખીને, ભીડમાં એક બીજાને અથડાઈને જઈ રહ્યા હતા.
મારે માટે આ નાનકડું લખાણ ગૂઢ, અર્થપૂર્ણ અને 'માનવજીવનના ઉદ્દેશને ઉજાગર કરતી રત્નકણિકા' જેવું હતું. જયારે મારી આજુબાજુથી પસાર થઈ રહેલા લોકોના ચહેરા ઉપર દિવાલપર લખેલી, કોઈ શૃંગારના પ્રસાધનની અથવા માથામાં નાખવાના 'હેર ઓઇલ' ની જાહેરખબર હોય એવી છાપ ઉભરતી હતી.
અસલના સમયના સંતોના સંદેશ ટૂંકા હતા, પણ અંત:કરણમાં સુસુપ્ત રહેલ આત્માની પહેચાન કરાવી દે એવા અમૂલ્ય હતા. આ ચાર પંક્તિઓમાં ઉપનિષદોનો, વેદાંતનો અને ભગવદ ગીતાનો નિચોડ સમાવી લીધો હોય એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી.આવો, આપણે પણ રત્નકણિકાની આ પંક્તિઓને જીવનમાં વાગોળતાં જઈએ.
મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?
સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છે, નાના બાળકોને એમની મા ઊઠાડે છે, જીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છે, જયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.
ખોવાયેલી બેનડીની રાખડી
જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,
અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં
એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.
હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા
માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.
અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર
જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.
જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.
માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૨
જીવાડે પ્રેમથી એવું તો કોઈ ક્યાં મળે, ‘બેફામ’?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતા.
રડ્યા ‘બેફામ’ સહુ મારા મરણ ઉપર એ જ કારણથી.
હતો મારો જ એ અવસર, ને મારી હાજરી નહોતી.
{{commentsModel.comment}}