જીવનના આ રસ્તાઓ ....
જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.
પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?
ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,
તો ક્યારેક થોડું હસી લેવાનું.
પણ ક્યાં ય આ રસ્તાઓ અટકશે એવાં કોઈ એંધાણ નથી જડતાં.
મુસાફરોના રૂપમાં આપણે હરેક જન્મમાં પૃથ્વી ઉપર આવીને આ રસ્તાઓ ઉપર ચાલતા રહ્યા છીએ,
એ કારણે આ રસ્તાઓ સાથે આપણો નાતો બહુ જન્મ, જન્મ જુનો રહ્યો છે.
કોઈક આ રસ્તાઓ ઉપર આવતાં જાય છે, તો આ જ રસ્તાઓ ઉપર ચાલતાં,ચાલતાં કોઈ જતાં જાય છે.
માર્ગમાં આવતાં વાંકા-ચૂકા, વળાંકોમાં ક્યાંક અટવાઈ ન જવાય એ કાળજી રાખીને ચાલતાં રહેવાનું છે.
અમે પણ ચાલતાં રહ્યાં, રાત અને દિવસની લંબાઈ વડે અમારી ઉમરને માપતાં રહ્યાં.
આગળ વહ્યે જતા રસ્તાઓ ઉપર પથરાયેલી આશાઓ હતી લાંબી, પણ શ્વાસોની યાત્રા ટૂંકી પડી.
રસ્તાઓ ચાલતા રહ્યા. જીવનના પરોઢિયે જન્મ લેતાં પથિકો આવતાં રહ્યા, ચાલતા રહ્યા અને જતા રહ્યા,
આદિ થી અંત સુધીની સફર હતી ટૂંકી, તો ય રસ્તાઓ આગળ ને આગળ વધતા રહ્યા.
જીવનથી લાંબા આ રસ્તાઓની કહાની ઘણાઓએ અનુભવી છે, સૂરોમાં વણવી છે. આવો જોઈએ અને અંતરમાં ઉતારીએ..
ખોવાયેલી બેનડીની રાખડી
જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,
અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં
એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.
હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા
માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૪
મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,
કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”
જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!
બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .
નામાવલી માં થી નામ-શેષ થઇ રહેલાં નામો
અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.
મારું – તારું સહીયારું
તારામાં મારો ભાગ
હવે આજે પાછળ ફરીને જોયું તો બાપ-દાદા, પરદાદા અને વડવાઓના મોટા, બહુ મોટા ઘરો હતા,
આગળ, પાછળ વાડીઓ અને બગીચાઓ હતા,
દૂર સુધી નજર નાખીએ તો કેટલી બધી જમીન હતી, ખેતરો હતાં, તળાવો અને નદીઓ હતી.
ઘરોમાં ગાયો-ભેંસો હતી, દૂધ, છાસની રેલમ છેલ હતી, માખણ ભરેલી હાંડીઓ હતી.
એ મોટા ઘરોમાં ૩-૪ પેઢીઓના પરિવાર એક સાથે રહેતા હતા.
ઘરમાં બહુ પૈસા નહોતા તો પણ ક્યારે ક્યાં ય કશાની કસર નહોતી.
ઘરોમાં ભલે મંદિરો નહોતાં, તો ય જૂની દીવાલો ઉપર ચિતેરેલા ગણપતિ બેસતા.
એમના કપાળ ઉપર રોજ નવા ચાંદલાના તિલક ચઢતાં.
સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
{{commentsModel.comment}}