નામાવલી માં થી  નામ-શેષ થઇ રહેલાં  નામો

Feb 16, 2024 07:48 PM - Harish Panchal - Hriday

1050


આપણી હાલની પેઢીના સમયમાં સમાજમાં ભાઈઓ, અને બહેનોના જે નામ પ્રચલિત છે એમનાથી આપણે એટલાં પરિચિત થઇ ગયા છીએ કે નહીં સાંભળેલા નામ કોઈ વાર કાન ઉપર પડે ત્યારે ખાસ કરીને હાલના યુવાન વર્ગને કુતુહલ થતું હોય છે. પણ દરેક સમયે સમાજમાં નાના, મોટા, આધેડ  વયના અને વૃદ્ધ - વડીલ વર્ગણા સભ્યો પણ હોય જ છે. આ વડીલો જ્યારે નાના હશે અને સમજતા પણ નહીં થયા હોય  ત્યારે એમના જે નામ હતાં તે એમના ફોઈબાએ અથવા એમના વડીલોએ પાડ્યાં હશે. આવા વૃદ્ધ થયેલા વડીલોના નામ જ્યારે હાલની પેઢીના નાના બાળકોના સાંભળવામાં આવે છે ત્યારે એમના ચહેરા ઉપરના ભાવ જોવા જેવા હોય છે. પ્રશ્નાર્થ સૂચવતી આંખો સાથે, કપાળમાં પડેલી કરચલીઓ,  ઊંચા થયેલાં ખભાઓ અને પ્રશ્નાર્થમાં બે હથેળીની ખુલેલી આંગળીઓ વાળી મુદ્રામાં તેઓ આપણને દેખાય છે. કારણકે એ વડીલોના નામ આ યુગમાંથી મહદ્દ અંશે અદ્રશ્ય થઇ ગયાં હોય છે. આવાં થોડાં નામો આપણે જોઈ જઈએ તો તરત મનમાં લાઈટ થશે:

મણીલાલ, નાથાલાલ, શંકરલાલ, શાંતિલાલ, કાંતિલાલ, હિરાલાલ, માણેકલાલ, જવાહરલાલ, મનસુખલાલ, ગાંડાલાલ, પોપટલાલ, ભીખુભાઈ, વિષ્ણુભાઈ, મહાવીરભાઈ વલ્લભભાઈ, કેશુભાઈ, ભગુભાઈ,  વજુભાઈ, ચંદુભાઈ, ચંપકભાઈ, રણછોડરાય, હસમુખરાય, વિઠ્ઠલરાય, નીલકંઠરાય, પ્રેમચંદ, લક્ષ્મીકાંત, જાનકીનાથ, લાલુ, કાળુ ...વગેરે. થોડાં મરાઠી નામ જોઈએ તો: સદાશિવ, ગણેશરાવ, રામચંદ્ર, આત્મારામ, સખારામ, ભાસ્કરરાવ, દામોદર, ધોંડુ, પાંડુ .. વગેરે.

અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.

આ સાથે વ્યવસ્થિત નામોને અપભ્રંશ કરીને બગાડવાની મનોવૃત્તિ અગાઉના વખતમાં પણ હતી અને આજના સમયમાં પણ જોવા મળે છે. નાથાલાલ ને બદલે નાથુ, માણેકલાલ ને બદલે માણેક, મનસુખ, ગાંડો, પોપટ, ભીખુ, ચંપક, વિઠ્ઠલ, વગેરે નો ઉપયોગ પીઠ પાછળ થતો જોવા મળે છે.

બહેનોના નામ જોઈએ તો : ગંગાબહેન, જમુનાબહેન, હરિગંગાબહેન, પાર્વતીબહેન, શાંતાબહેન, કાંતાબહેન, વિજયાબહેન, વિભાબહેન, મણીબહેન, ચંપાબહેન, ભીખીબહેન, રૂખીબહેન, વગેરે. મરાઠી બહેનોના નામ: અહલ્યા, વિજયા, મંજરી, વિમળા, છાયા, દામિની, ગૌરી, પાર્વતી, લક્ષ્મી, માલતી, શશી,  .. વગેરે. 

આ બધાં નામો હાલની નામાવાલી માં થી મહદ્દ અંશે નામ-શેષ થઇ ચૂક્યાં છે.

પોતાને અથવા પોતે જે જાતમાંથી આવે છે તે બીજાઓ  કરતાં વધુ ઊંચા છે એ બતાવવાના આડમ્બર માં બીજાઓને અને તેમના નામને નીચા પાડવાની મનોવૃત્તિ યુગો થી લોકોના વ્યક્તિત્વમાં ઊતરતી આવી છે. હકીકતમાં જાતિ અને વર્ણ પ્રથાનું વર્ગીકરણ ભગવદ ગીતામાં શ્રી ભગવાન કૃષ્ણ એ દરેકની વ્યવસાયિક પદ્ધતિ ઉપર કરાયું હોવાનું સમજાવ્યું છે. સોના-ચાંદી ના દાગીના બનાવવાના વ્યાવસાય  વાળી પ્રજાને સોની; લાકડા, લોખંડ ની વસ્તુઓ બનાવનાર લોકોને સુથાર અથવા લુહાર; વિદ્યા, પૂજા-પાઠ વગેરે પ્રવૃત્તિઓ ને લગતી સેવા પ્રદાન કરનારા બ્રાહ્મણો, તેમાં પણ ચારે વેદોના જાણકારને ‘ચતુર્વેદી’, ત્રણ વેદોના જાણકાર ‘ત્રિવેદી’ અને બે વેદોના જાણકારને ‘દ્વિવેદી’ જેવી અટક પરંપરાગત રીતે પ્રદાન કરવામાં આવતી હતી.   

જેમ જેમ વ્યક્તિઓમાં જ્ઞાન નો ઘટાડો થતો ગયો અને અહમ વધતું ગયું તેમ પોતાને ઊંચા બતાવવાની અને પોતાના સિવાય બાકીના બીજા બધાને નીચા પાડવાની મનોવૃત્તિનું જોર વધતું ગયું.  કોઈને અઢળક પૈસા અને મિલકતનું અભિમાન, કોઈને પોતાના જ્ઞાનનું અભિમાન, કોઈને પોતાના દેખાવનું અભિમાન, તો કોઈને ઊંચા હોદ્દા ઉપર હોવાનું અભિમાન. આ બધા ખોટા અભિમાનને કારણે સમાજમાં ઊંચ-નીચના ભેદ વધતા ગયા. આને કારણે અમુક જાત ઊંચી અને  બીજી જાત નીચી, આ અજ્ઞાન ભરી  માન્યતા મુજબ જાત સાથે જોડાયેલા નામ અને અટક વાળા વર્ગોને પણ ઊંચા અને નીચા સમજવામાં આવ્યા. હકીકતમાં, જે વ્યક્તિ મન થી શુદ્ધ હોય, જેના કર્મો ઊંચા હોય, જેમના સંસ્ક્કાર ઉમદા હોય, જે માનવ-સેવામાં જ ઈશ્વરની પૂજા સમજતા હોય,  જેમના મનમાં ઉચ્ચ-નીચ ના ભેદ ના હોય, સુખ-દુ:ખમાં જેમને સમાનતા હોય  એવા જ લોકો સાચા અર્થમાં ‘ઊંચાઈ’ ના અધિકારી હોય છે. બાકી નામ અને જાતિ નું મહત્વ માત્ર આ શરીર છે ત્યાં સુધી જ ટકતું હોય છે. પણ જ્યાં અજ્ઞાન નો અને અહમ નો અતિરેક હોય ત્યાં જીવનના આધ્યાત્મિક મૂલ્યો બુદ્ધિથી સમજાતાં નથી હોતાં અને મનમાં ઉતરતા નથી હોતાં.

અહીં નામાવલીમાં નામ-શેષ થઇ રહેલા નામોની વાત ચાલે છે. નામો માં પણ ઉચ્ચ-નીચ ની મનોવૃત્તિ નું  એક નાનકડું પણ સીધું-સાદું ઉદાહરણ જોઈએ. નામો વડે પણ કોઈને નીચા દેખાડવા હોય તો ભાઈઓમાં ‘ગાંડાલાલ’ અથવા ‘પોપટલાલ’ અને બહેનોમાં ‘મણિબહેન અને ‘ચંપાબહેન’ નું ઉપનામ કટાક્ષમાં કોઈને નીચા પાડવા અથવા નીચા દેખાડવા માટે વાપરવામાં આવે છે.

 આગળ વધી રહેલા સમય સાથે આપણે આધુનિક થતા ગયા છીએ. આ modernization ના  પરિવર્તનમાં આપણે નવા, નવા નામો શોધીને બાળકોનું નામકરણ કરતા આવ્યા છીએ, બીજાઓ કરતાં આપણા બાળકનું નામ કઇંક વિવિધતા ભર્યું હોવું જોઈએ એવી માન્યતા મોટે ભાગે મગજમાં ઘર કરી ગયેલી દેખાય છે. આ મુજબ સાંભળવામાં જે નામ સારું, જે નામ સાંભળનારા ને impress કરું જાય એવું નામ રાખવું જોઈએ. અને આવી માન્યતા મુજબ જે નામ રાખવામાં આવે છે એનો શું અર્થ થાય છે એની એમને પણ ખબર નથી હોતી.  

પહેલાં ના વખતમાં લોકોમાં સાદગી હતી, માયાભાવ રહેતો. પહેલાં નામ પછી કુટુંબ ની પરંપરાગત રીતે ચાલતી આવેલી ધંધાકીય પ્રણાલી દર્શાવતી અટક (surname) જોડાતી. તે સમયમાં અપાતાં નામો અર્થપૂર્ણ રહેતાં. શબ્દકોશમાં પણ એ નામો નો અર્થ જોઈ શકાતો અને સમજી શકાતો. બાળકનો જન્મ કયા સમયે થયો, કયા ચોઘડીયામાં થયો એના આધાર ઉપર બાળકની જન્મ-કુંડળી બનતી. હવે સમય બદલાયો છે. પ્રારબ્ધ કરતાં પુરુષાર્થનું મહત્વ વધુ છે એવું જ્ઞાન લોકોના મગજમાં બેસતું થયું છે. આ કારણથી આધુનિક નામોમાં યથાર્થતા જોવી કે પછી એમની આલોચના કરતાં રહેવું એ વ્યક્તિગત વિશ્લેષણ ઉપર નિર્ભર રહેશે. ત્યારે નામોનો કોઈ અર્થ હશે કે નહીં અથવા સમજી શકાશે કે નહીં એ તો સમય આવતાં જ ખબર પડી શકશે. કદી ય નહીં સાંભળેલા અને કોઈ જ અર્થ નહીં ધરાવતા નામો ને આવકારવા આપણે આપણા મન મોટાં રાખતાં શીખવું પડશે.  આપણી ઊંચાઈને ત્યારે આપણે એ સ્તર ઉપર લઇ જવી પડશે જ્યાં પહોચીને આપણે ગર્વથી એમ કહી શકીશું કે:

“નામ મારું નહીં સમજાય, અર્થ ભલે ના સમજાય તો નહીં સારતા અશ્રુઓ,

ખોલીને જોઈ લેજો કીતાબ મારી જિંદગીની, એ જાણવા “કેવાં હતાં મારાં કર્મો”

ખોવાયેલી બેનડીની રાખડી

Feb 16, 2024 12:24 PM - હરીશ પંચાલ 'હૃદય'

જેની સાથે નાનપણથી હસતા-રમતા, લડતા-ઝઘડતા, કજીયો કરતા,

અમે એક જ છત્ર હેઠળ બાળપણના લાગણીમય વર્ષો વિતાવ્યાં હતાં

એ બેનડીએ હવે ‘પારકાને પોતાના કરીને’ ઘણે દૂર એનું ઘર માંડ્યું છે.

હવે એ ઝઘડા, કિત્તા-બુચ્ચા, બોલાચાલી અને રિસામણા-મનામણા

માત્ર જૂની યાદોની ગલીઓમાં ખોવાઈ ગયેલાં સ્મરણોની કડી બની ચૂકી છે.

208

Read more

હવે તેઓ રહ્યા નથી

અમે એમને વળાવ્યા પણ નથી

Feb 16, 2024 01:46 PM - Harish Panchal ('hriday')

હવે તેઓ રહ્યા નથી.

સદેહે અહીં, હાજર નથી.

શહેરથી, અટપટા લોકોના સમાજથી, પહેલેથી જ અમે દૂર હતા .

તેઓ આધ્યાત્મ માર્ગના યાત્રી હતા.

હું એમની પાછળ હતી. તેઓ મારા ગુરુ હતા.

સમાજથી દૂર હોવા છતાં તેઓ સાચા જનસેવક હતા.

નીતિ અને આધ્યાત્મના માર્ગે દુ:ખી જનોની સેવા કરતા.

કોરોનાની આ મહામારીમાં કેટલાં ય ને હોસ્પીટલમાં મૂકી આવતા.

541

Read more

સુખની પાછળ અમે કેટલું ભમ્યા?

Feb 16, 2024 08:14 PM - Harish Panchal

આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએસંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો?  બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?

1040

Read more

દિવસો જુદાઈના જાય છે

Feb 16, 2024 08:21 PM - Harish Panchal

જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,

પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં. 

શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને  સમજાવી ન શક્યા,

માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.

926

Read more

આંતર વ્યથા – સ્મશાન બહારની શાંતિ  - ત્રાહિમામ, ત્રાહિમામ !

પછી ઉન્નતિના શિખરો સુધીની સફર

Feb 16, 2024 06:59 PM - Harish Panchal ('hriday')

દુકાનો, મોટા મોલ, ઉપહાર ગૃહો, સિનેમા ગૃહો, નાટ્ય ગૃહો, નાની-મોટી દુકાનો ખાલી છે પણ બહાર પોલીસોનો કાફલો છે.

જે રસ્તાઓ અને ધોરી માર્ગો ઉપર પવન વેગે દોડી જતાં વાહનોની વણથંભી વણઝાર હતી તે એકાંતની ચાદર ઓઢીને સૂતા છે.

દર ૨-૩ મીનીટે માણસોના ટોળાઓ ભરીને  દોડતી ટ્રેનો ખામોશ થઈને રેલવેના યાર્ડ માં શોકાતૂર અને મૌન થઈને ઊભી છે.

ટ્રેન, વાહન-વ્યહારથી  જોડાયેલા દૂરના શહેરો એક-બીજાથી છેડો ફાડીને બેઠા છે; કોઈ એક શહેરથી બીજામાં જઈ શકતું નથી.  

989

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.