આંતર વ્યથા – સ્મશાન બહારની શાંતિ - ત્રાહિમામ, ત્રાહિમામ !
પછી ઉન્નતિના શિખરો સુધીની સફર
હાઈવે શાંત થઇ ગયા છે. સ્કૂટરો, ઓટો-રીક્ષા, ગાડીઓ, બસો, મોટી ટ્રકો, સહીત ના વાહનોના અવાજ શમી ગયા છે.
મોટા ઉદ્યોગો, કારખાનાઓ, ગોડાઉનો, બસ ડેપો, એસ ટી સ્ટેન્ડ વાળા ધોરી માર્ગો પરનો ટ્રાફિક અદ્રશ્ય છે.
તાજી હરિયાળી, આરામ, શાંતિ આપતા બગીચાઓ, કોલેજો, શાળાઓ, અને પોતાના ઘર તરફ લઇ જતી શેરીઓ ખામોશ છે.
દુકાનો, મોટા મોલ, ઉપહાર ગૃહો, સિનેમા ગૃહો, નાટ્ય ગૃહો, નાની-મોટી દુકાનો ખાલી છે પણ બહાર પોલીસોનો કાફલો છે.
જે રસ્તાઓ અને ધોરી માર્ગો ઉપર પવન વેગે દોડી જતાં વાહનોની વણથંભી વણઝાર હતી તે એકાંતની ચાદર ઓઢીને સૂતા છે.
દર ૨-૩ મીનીટે માણસોના ટોળાઓ ભરીને દોડતી ટ્રેનો ખામોશ થઈને રેલવેના યાર્ડ માં શોકાતૂર અને મૌન થઈને ઊભી છે.
ટ્રેન, વાહન-વ્યહારથી જોડાયેલા દૂરના શહેરો એક-બીજાથી છેડો ફાડીને બેઠા છે; કોઈ એક શહેરથી બીજામાં જઈ શકતું નથી.
કીડીઓની જેમ ઊભરાતા લોકોને સમાવીને બેઠેલા શહેરોના રસ્તાઓ ખાલી, સૂમસામ છે, એમ્બુલન્સ અને પોલીસો સિવાય.
મોટા ફ્લેટો અને નાનકડી ખોલીઓમાં ખુલ્લી આંખો વડે ઘર-બંધીની લાંબી કેદમાં લોકો ઉદ્વેગના અગ્નિથી ઉકળી રહ્યા છે.
ખાવા-પીવાની, રોજ-વપરાશની વસ્તુઓના અભાવે, ઘણા ભૂખ્યા છે, બીમારો,વૃધ્ધ અને બાળકો ધૈર્ય ની કસોટી કરી રહ્યા છે.
દેશમાં ક્યાં ય રમખાણ નથી, યુદ્ધ નથી, વંટોળીયા નું તોફાન નથી, મારામારી નથી, પણ એક વણ –નિવારાયેલી મહામારી છે.
બીમાર દર્દીઓની નિરાશ માતાઓના નાજુક હૈયાંમાંથી, થાકેલા ડોકટરો ,નર્સોની આંખોમાંથી ઊઠતાં આંસુઓ વહે જાય છે.
જે માતા, પિતા, બાળકો, યુવાનો, પતિઓ અને પત્નીઓ મહામારીના ખપ્પરમાં હોમાયા છે એમની ફરિયાદો બહુ ઊંડી છે.
આ બધું જોવાતું નથી, સહેવાતું નથી, મંદિર સામે બેસીએ તો હૈયામાંથી ‘ઓમકાર,’ના ધ્વનિ ને બદલે ‘ત્રાહિમામ’ નીકળે છે.
નથી જોવાતું, નથી સહેવાતું એ મનોદશામાં ધૂંધવાયેલા અંતરમાં થી ઊઠતો જ્વાળામુખી ઊંડી આંતર-વ્યથા પ્રજ્વલિત કરે છે.
જેઓ સાજા છે, બીમારીમાંથી બહાર આવ્યા છે તેઓ આ યાતનાઓ ભોગવ્યા છતાં સ્મશાનની બહારની શાંતિ માં વિચરે છે.
પણ જેઓ આ મહામારી સામેના અવિનાશી યુધ્ધ માં હારી ગયા છે તેઓ સ્મશાનની ચિતાઓની જ્વાળામાં પોઢી ગયા છે.
હે ઈશ્વર, લાખો સંતપ્ત હૈયાંઓ આક્રંદ કરે છે, આવો કેર શા માટે? દુનિયાભરના દેશોની ધરતી ઉપર આવો વિનાશ શા માટે?
રાક્ષસી વૃત્તિ ધરાવતા કોઈ એક માત્ર લાલચુ વ્યક્તિની માનવતા હીન આકાંક્ષાને ફળીભૂત કરવા માટે આવો ભયંકર સંહાર ?
ભગવદ ગીતામાં જે ધર્મ, નીતિ, યોગ, જીવનના મૂલ્યો વગેરેનું જ્ઞાન આપીને તું ગયો એ પેલા રાક્ષસી સંહારક માટે નહોતું ?
દુનિયાની અર્થ-વ્યવસ્થાને ડામાડોળ કરીને દુનિયા ઉપર આધિપત્ય જમાવવાનું એનું નાપાક સ્વપ્ન તું ફળીભૂત કરવાનો છે ?
“परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्। धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।4.8।।
એક ‘સાધુ’ ના લક્ષણો ધરાવતા તારા જ એક દૂત – નરેન્દ્ર મોદીને તેં અમારો ઉધ્ધાર કરવા મોકલ્યો છે.
એ પોતાની જાન ની બાજી લગાડીને, રાત-દિવસ એક કરીને, પોતાની કાળજી કર્યા વગર અમારે માટે જીવે છે.
તો એનો અને અમારો ઉધ્ધાર કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે તું એ ‘દુષ્કર્મી’નો નાશ નહીં કરવાનો?
ઉલટું આખી દુનિયામાંથી તેં એકાદ લાખ નિર્દોષ જીવોને ઘરો, હોસ્પિટલોમાંથી સ્મશાનમાં જવા દીધા !
જે નિર્દોષ આત્માઓ સ્મશાનમાં પોતાના દેહોને છોડી ગયા તેઓ આ મહામારીમાં ‘knock down’ થઇ ગયા.
હમે, જેઓ હજી હિંમત થી જીવીએ છીએ તે સહુ મોદીજીના ઈશ્વરીય નેતૃવમાં ‘lock down’ને વધાવીએ છીએ.
આ મહામારી ના દિવસો પણ ચાલી જશે, દુનિયામાં અને પ્રકૃતિમાં કોઈ પણ પરિસ્થિતિનું કાયમી અસ્તિત્વ નથી.
એ પછી આવનારા ભવિષ્યને આપણે સહુએ સાથે મળીને દુનિયાના સર્વોચ્ચ શિખરની ઊંચાઈએ પહોંચાડવાનું છે.
આપણા વિચારોની દિશા અને નિર્ણયો, યોગ્ય હોય, ધ્યેયને પહોંચવાની ચિનગારી હોય, નીતિમત્તતા ઊંચી હોય,
ઈશ્વરમાં શ્રધ્ધા હોય, મનમાં માનવ સહજ અનુકંપા હોય, વ્યવહારમાં કર્મયોગ અને ઝંખનામાં કર્મ-સન્યાસ.
તો પરિસ્થિતિઓનું વિહંગાવલોકન કરીને યોગ્ય વિશ્લેષણ કરીને કાર્યનીતિ નક્કી કર્યા પછી આચરવાની નવી સફર.
“સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને” ગાંધીજીએ અંગ્રેજોના વેપાર – વાણિજ્ય ની કમ્મર તોડી નાખેલી.
પરદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને, સત્યાગ્રહની નીતિ સાથે શાંતિપૂર્ણ યુદ્ધના આહ્વાન નું બ્યુગલ ફૂંકેલું.
એ પછી અંગ્રેજી શાસનના અંતનો આરંભ શરુ થયો અને આખરે આપણા દેશને સ્વતંત્રતા મળી.
હવે સમયની માંગ છે કે પરદેશી વસ્તુઓ ખરીદવાની બંધ કરીને એમની અર્થવ્યવસ્થાને નબળી પાડતા જઈએ.
મોદીજીની “Make in India” ની યોજનાને વધુ મજબૂત કરીને ઊંચાઈ ઉપર લઇ જવાનો સમય આવી ગયો છે.
આવો, આપણે એ દિશામાં વધુ સંશોધન કરીને ક્યાંથી શરુ કરવું, કઈ વસ્તુઓને પ્રાધાન્ય આપવું એ જાણીએ.
એ પછી સરકારના નિયમોની શૃંખલામાં રહીને, ધારા ધોરણો અને નિયમોની મર્યાદામાં રહીને આગળ વધીએ.
આપણા દેશને સ્વાવલંબી બનાવવાનો અને પ્રગતિની કેડી ઉપર હરણફાળથી ઊંચાઈ ઉપર લાવવાનો ધ્યેય રાખીએ.
આ જ કેડી ઉપર ચાલતાં ભવિષ્યની એક સવારે આપણા દેશને મહાસત્તાઓની હરોળમાં બેઠેલો આપણે જોઈ શકીશું.
હરીશ પંચાલ - 'હૃદય'
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ ૪
મર્યો તો પણ સફર જીવનની પૂરી ના થઇ, “બેફામ”,
કે હું અટક્યો તો ઊંચકી લઇ ગયા જનાઝાથી.”
જુઓ બેફામ અ મારું મરણ કેવું નિખાલસ છે!
બધાની આંખ સામે જ હું સંતાઈ જાઉં છું .
હવે તેઓ રહ્યા નથી
અમે એમને વળાવ્યા પણ નથી
હવે તેઓ રહ્યા નથી.
સદેહે અહીં, હાજર નથી.
શહેરથી, અટપટા લોકોના સમાજથી, પહેલેથી જ અમે દૂર હતા .
તેઓ આધ્યાત્મ માર્ગના યાત્રી હતા.
હું એમની પાછળ હતી. તેઓ મારા ગુરુ હતા.
સમાજથી દૂર હોવા છતાં તેઓ સાચા જનસેવક હતા.
નીતિ અને આધ્યાત્મના માર્ગે દુ:ખી જનોની સેવા કરતા.
કોરોનાની આ મહામારીમાં કેટલાં ય ને હોસ્પીટલમાં મૂકી આવતા.
જીવનના આ રસ્તાઓ ....
જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.
પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?
ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,
તો ક્યારેક થોડું હસી લેવાનું.
સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ
માના ખોળા માંથી ઘરના ઓરડાઓમાં; ઘરથી શહેરના,
શહેરથી જીવનના; જીવનથી સ્મશાનના,
સ્મશાનથી પાછા બીજી મા ના ગર્ભમાં
{{commentsModel.comment}}