પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.

May 18, 2020 03:38 PM - Harish Panchal ('hriday')

821


પ્યાસી હતી હું જન્મો-જનમની, દરેક જન્મે એ પ્યાસ વધતી રહી,

અર્થ, કામ, માયા, અને મોહ મેળવવાની આશાઓ વધતી રહી.

 

પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,

અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી

 

અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,

બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.

 

વટાવ્યાં કંઇક કેટલાં ઝરણાં અને ઓળંગી કેટલી ય નદી,

ભવસાગર કેટલા જન્મોના તરી ગઈ, પ્યાસ તો ય નહીં બુઝી.

 

દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી  રહી,

આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી.

 

જન્મોથી હે પ્રભુ, તેં આપ્યા કર્યું જીવન અને હું બેકદર થઈને બધું લેતી જ રહી,

તું ‘પરમાત્મા, હું ‘માત્ર આત્મા, નહીં ઓળખી શકી, મારી મસ્તીમાં જ જીવતી રહી.

 

કરાવ્યાં આભૂષણો, સજતી રહી શણગાર  દેહના, જિંદગી એમ જ વહેતી રહી,

જડાવ્યા પત્થરો બુદ્ધિની ફર્શ ઉપર કંઇક, તો ય દર જન્મે હું લપસતી રહી.

 

હતાં અજવાળાં આતમના આ કોડીયે, તારા જ પૂરેલા તેલનાં,

દીવો શોધવા તો ય જન્મો જનમથી અંધારે હું  ભટકતી રહી.

 

સાંભળી કથાઓ કંઇક કેટલી, કરાવ્યા યજ્ઞો અને મંદિરો- સત્સંગોમાં  હું ફરતી રહી,

‘મુક્તિ ની ચાહ અંતરમાં ઉઠતી રહી, પણ બે-ધ્યાન હું, જનમ-મરણના ફેરા ફરતી રહી.  

 

હે  તારણહાર, આજે તારા બારણાં ઠોકીને હું આવી છું, સ્વીકાર મને, જેમ તેં મીરાંને સમાવેલી તારામાં,

હું થાકીને હારી છું, ચોર્યાસી લાખ યોનીઓની વણથંભી યાત્રા લાગે એવી જાણે મૂક્યું માથું ખાંડણીયામાં.

 

એક વાર મને લે તારા ખોળામાં પ્રભુ, તારી કરુણાનો હાથ મૂક મારા માથે, અને પછી હું સૂઈ જાઉં કાયમ માટે ,

માફ કર કર્મો મારા, નહીં તો મિટાવી દે પારબ્ધ-કર્મોની પોથીના પાનાં  જેથી બળી જાય મારાં કર્મો મારી સાથે .

 

જે જીવન જિવાયાં માત્ર પોતા માટે એ સઘળાં વ્યર્થ, આપે હવે અવતાર તો સંતનો દેજે, જે જીવે બીજાને કાજે

હોય નહીં મોહ-માયા ને વાસના, ખોળિયું એવું દેજે, માત્ર જ્ઞાન, ભક્તિ અને કર્મ-સન્યાસના ઓરડા હોય, અને જેમાં ‘તું’ વિરાજે.  

 

 

હરીશ પંચાલ (‘હૃદય’)

આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની

Apr 04, 2020 05:41 PM - Harish Panchal ('hriday')

પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:

1151

Read more

કોઈ તો બતાવો મને મારું સરનામું !

Oct 06, 2019 10:34 PM - Harish Panchal

આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.

Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.

આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.

ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.

1297

Read more

આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ

એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.

Oct 04, 2022 10:05 PM - હરીશ પંચાલ 'હૃદય'

આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.

180

Read more

ઈશ્વરનો ફોન આવ્યો

Oct 06, 2019 10:37 PM - Harish Panchal

અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે  છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટેએની કાર્યક્ષમતા માટેલોકોની સલામતીકાયદા-કાનૂનની વ્યવસ્થાઅને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.

757

Read more

साजन के घर जाना है

Oct 06, 2019 10:37 PM - Harish Panchal

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.

731

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.