આપણી સફરના કર્મ-બંધીઓને ઓળખીએ
ઘણી અટપટી છે આ સફર.
અગણિત લોકો જીવનમાં આવતા રહે છે,
આપણો રસ્તો ક્રોસ કરતા રહે છે
કોઈ મુસ્કરાતા જાય છે, કોઈ આંખો કાઢતા,
કોઈ સામેથી વખાણ કરતા, કોઈ પાછળથી બુરાઈ કરતા,
કોઈ સાચો પ્રેમ કરતા, કોઈ પ્રેમનો આભાસ કરાવતા,
કોઈ હસતા રહેતા, કોઈ હસાવતા રહેતા,
કોઈ ખુદ રડીને રડાવતા, કોઈ કઠોરતાથી રડાવતા,
કોઈ આપવા કાજે તો કોઈ લેવા માટે,
કોઈ ઉપકાર કરવા તો કોઈ ઉપકાર બતાવવા,
કોઈ ઉપર ઉઠાવવા તો કોઈ ઊંચાઈએથી નીચે પાડવા,
કોઈ પોતાને ‘ઊંચા’ બતાવવા, તો કોઈ બીજાઓને હલકા પાડવા,
કોઈ લેવા આવે છે, તો કોઈ આપવા આવે છે,
કોઈને લાગણીની તરસ છે તો કોઈને મોટાઈ અને વખાણની,
આ સહુ, જેમાં ખુદ આપણે પણ સામેલ છીએ, તે સહુ ’કર્મ’ કરી રહ્યા છે.
પણ સર્વે ‘કર્મ-બંધીઓ’ ‘કર્મ’ ના મર્મ થી અજ્ઞાત છે. ગીતા સહુએ વાંચી નથી.
ચાલો આપણે સહુ ભગવદ ગીતાને ખોલીને વાંચતાં જઈએ વાંચીને જીવતા જઈએ.
‘નિયત’, ‘સકામ’, ‘નિષ્કામ, ‘અકર્મ’, ‘નિષેધ’ ‘સંચિત’ અને ‘પ્રારબ્ધ’ કર્મો
શું છે અને કયાં છે એ સમજીને યોગ્ય રસ્તાઓ ઉપર ચાલતા રહીએ.
અડધી સફરે પહોંચીએ ત્યાં સુધી ‘કર્મ-સન્યાસ’ પણ શીખી લઇને જીવતાં જઈએ.
જેથી આ રસ્તાઓ ઉપર ફરી, ફરીને આવવું ના પડે..
આવો, આદિ શંકરાચાર્યના ‘ભજ ગોવિન્દમ’ ની પંક્તિઓનો આત્મસાદ કરી લઈએ:
“पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्।
“इह संसारे बहुदुस्तारे, कृपयाऽपारे पाहि मुरारे”
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
તેં ચિંધ્યા જ્ઞાન, ભક્તિ અને કર્મો, અને ઠેરવ્યાં કેટલાં ઊંચા ગીતાના એ મૂલ્યો
મેં લીધા ટૂંકા રસ્તા, કર્યા કંઇક ઊંધા-ચત્તા, લીધી સસ્તી કીર્તિ અને કીધાં ખોટાં કર્મો
આવ્યો સમય હવે સહેવાનો
કોઈ તો બતાવો મને મારું સરનામું !
આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.
Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.
આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.
ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.
‘ઈશ્વરનો ફોન આવ્યો’
અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટે, એની કાર્યક્ષમતા માટે; લોકોની સલામતી, કાયદા-કાનૂનની વ્યવસ્થા, અને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.
પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.
પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,
અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી
અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,
બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.
દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી રહી,
આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી.
{{commentsModel.comment}}