પ્રભુ તું બતાવ કોઈ રસ્તો નહીં તો મોકલ લેવાને કોઈ સંતો

Nov 04, 2019 11:17 PM - Harish Panchal

1553


પ્રભુ, ફરી એક વાર પૃથ્વી ઉપર હું આવ્યો છું અને હાથ રહ્યા છે ખાલી

કંઇક જન્મોથી ચાલતો રહ્યો છું, થાક્યો છું, તો ય સફર ઘણી છે બાકી

સાંભળજે તું  આ અરજી મારી

 

તું સત્ય શાશ્વત અને સનાતન હતો અને રહેશે, હું ક્ષણભંગુર, અસત્ત અને અવિચારી

ભટકી રહ્યો જન્મો-જન્મ થી, માત્ર જીવવા ખાતર જીવ્યો, બાંધી નહીં પૂણ્યોની કોઈ ગઠરી

ઝોળી સત્કર્મોની રહી છે ખાલી

 

તેં પક્ષી સર્જ્યાં, પ્રાણી સર્જ્યાં, માનવ સર્જ્યા, અને સર્જ્યા સાધુ સંતો

મેં સર્જી મોહ, લોભ અને સ્વાર્થની દુનિયા, કર્યાં છળ, કપટ અને કીધો અજંપો

મને સૂઝ્યો નહીં કોઈ રસ્તો

 

તેં ચિંધ્યા જ્ઞાન, ભક્તિ અને કર્મો, અને ઠેરવ્યાં કેટલાં ઊંચા ગીતાના એ મૂલ્યો

મેં લીધા ટૂંકા રસ્તા, કર્યા કંઇક ઊંધા-ચત્તા, લીધી સસ્તી કીર્તિ અને કીધાં ખોટાં કર્મો

આવ્યો સમય હવે સહેવાનો

 

 ધરતી એ રામની, જ્યાં ગોંસાઈ, રહીમ, કબીર અને સાંઈ થયા

આ ધરતી એ શ્યામ ની, જ્યાં નરસિંહ અને મીરાં ના પદો ગૂંજ્યા

કહે તેં એવા કેટલાં સંતો તાર્યા   

 

આ દેશની ઊંચી ધરતી, ઊંચા સંતો, અને તેં બાંધી ઊંચી મેડી તારા સંતોની રે

આજે કહે ક્યાં છે નરસિંહ, ક્યાં એનાં  કિર્તનીયાં, ક્યાં ગૂંજે છે મીરાંના ઘૂંઘરું રે

દે સરનામું મને એવા સંતોનું રે

 

હે ઈશ્વર, હું તને ના ભજું તો ભલે, પણ તું મને નહીં અપનાવે એ મને મંજૂર નથી

હું અજ્ઞાની, મારી ભક્તિ કાચી, કર્મો ખોટાં, હવે ઉગરવાની કોઈ આશ નથી.

તો ય મને ઉગરવાની લગની લાગી

 

તારામાં તેં સમાવી મીરાં, નરસિંહ ને રાસ-લીલા, ઉગારી અહલ્યા અને ઉગાર્યા સાધુ-સંતો

હું ભલે ખોટો, તો ય ‘તારો’, ઉગાર મને તું, અપનાવ મને તું, નહીં તો બતાવ એ  રસ્તો

જે લાવે તારે બારણે, ભલે વીતે લાખો જન્મો

 

આ જીવનમાં કોઈ સાર નથી, અને જીવવા ની કોઈ ચાહ નથી, ક્યાં છે સંતો, એની કોઈ ભાળ  નથી

સરનામું દે, નહીં તો મોકલ એવા સંતો જે મને લાવે તારે બારણે, પણ તને મળ્યા પહેલાં મરવું નથી

બીજા જન્મો પણ હવે લેવા નથી

 

 

મેં માંગ્યું, અને હું માંગીશ, ખબર છે તને, જનમ, જનમ થી મારા હાથ રહ્યા છે ખાલી

હું માંગું તો તું આપે, પણ બતાવ એવો રસ્તો કે હું ખામોશ થઇ જાઉં તો ય તું આપ્યા કરે

જેથી કંઈ મારે માંગવાનું જ ના રહે

કોઈ તો બતાવો મને મારું સરનામું !

Oct 06, 2019 10:34 PM - Harish Panchal

આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.

Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.

આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.

ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.

1296

Read more

હું જ મળ્યો ?

બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?

Nov 03, 2022 05:08 PM - Harish Panchal ('hriday')

દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં  પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે.  આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે.  અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ  ઊંચેથી નીકળતા હોય છે.  “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”

811

Read more

આત્માનો સાક્ષી ભાવ

Oct 06, 2019 10:35 PM - Harish Panchal

આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા,

1018

Read more

 

આપણે ઈશ્વરને કહેવું પડે કે “ભઈલા તું મારી આંગળી પકડજે” ?

 

 

Nov 03, 2022 05:02 PM - Harish Panchal (

એ પરમ કૃપાલુ ઈશ્વર આપણા કપરા સમયમાં પણ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે અને એક અથવા બીજી રીતે આગળ ચાલતા રહેવા માટે આપણને પ્રોત્સાહિત કરતો રહે છે. એની કૃપાથી જ આપણને જીવનનો અર્થ સમજાય છે અને આધ્યાત્મિક માર્ગે ચાલતાં રહેવાની પ્રેરણા મળે છે. એ પછી ભાવ-ભક્તિ, ધ્યાન અને જ્ઞાન મેળવવાની ખેવના મનમાં જાગે છે.

ઊંડી સમજ, ઠરેલતા, દીર્ઘ દ્રષ્ટિ, વિવેક, કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ કાઢવાની ક્ષમતા, જીવન પ્રત્યેનો ઉચ્ચ અભિગમ અને સાત્વિકતા જેવા ઊંચા ગુણો કેળવાયા હોય તો પણ ઈશ્વર આપણી સાથે જ ચાલી રહ્યો છે એવી  શ્રધ્ધાનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. આધ્યાત્મિક સાગરનાં ઊંડા પાણીમાં આપણે પગ પલાળ્યા હોય તો સાત્વિક આત્માઓને ડૂબવાનો ભય રહેતો નથી.

543

Read more

साजन के घर जाना है

Oct 06, 2019 10:37 PM - Harish Panchal

વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું  લખાણ हिंदी  ભાષામાંગેરુ રંગથીબહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.

730

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.