વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન
આપણને હાથ ઝાલીને લઇ જશે મોક્ષના દ્વારે
આ આયખું ગાળવા અહીં આવ્યા છીએ તો કંઈક કરતાં જઈએ,
વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન આપતા જઈએ,
કાર્યરત રહી, નીતિ, આત્મવિશ્વાસ અને શ્રધ્ધા સાથે જીવતાં જઈએ,
હતાશ અને હારેલાઓને ઊભા કરી માનવતાના પંથે મૂકતાં જઈએ.
“માત્ર જીવી જવા” ને બદલે દેશ, સમાજ, પરિવારો કાજે કંઈક કરતાં જઈએ.
ગઈકાલે જન્મ્યા, આજે જીવ્યા, કાલે વિદાય લઈશું ત્યારે સાથે શું લઇ જઈશું?
આ જીવનની પેલે પાર કોઈ રાહ જુએ છે આપણી, તે પૂછશે : “શું કરી આવ્યા?”
“માત્ર જીવી આવ્યા કે કંઈક ભાથું બાંધી લાવ્યા કે પછી ખાલી હાથે?”
પૂણ્યનું ખાતું હશે આપણું ખાલી, તો ભણ્યા હતા એ જ વર્ગમાં આપણે જઈશું પાછા,
પણ સાત્વિક, પૂણ્ય- કર્મોની ભરી હશે જો ઝોળી તો આત્માની ઊંચી શ્રેણીમાં કોઈક આવશે મૂકવા.
યુગોથી માનવ શરીરો બદલતાં રહીને અહીં આવતા રહ્યા તો ય સફર હજી ઘણી છે બાકી,
પસાર કરેલાં ચોર્યાસી લાખ જન્મોની ઝોળીમાં ઊભરાતા હશે પૂણ્યો ત્યારે “એ” ઊભો હશે હાથ ફેલાવી.
અને કહેતો હશે એ તારણહાર,”આવ વહાલા, મોક્ષ લેવામાં તેં કેટલી વાર લગાડી?”
છેલ્લે, પાસે આવીને એ કહેશે કાનમાં: “હું છું એ જ તું છે, તો કહી દે એક વાર, “અહમ બ્રહ્માસ્મિ”
હું જ મળ્યો ?
બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?
દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે. આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે. અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ ઊંચેથી નીકળતા હોય છે. “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”
આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ
એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.
આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.
આપણી સફરના કર્મ-બંધીઓને ઓળખીએ
ઘણી અટપટી છે આ સફર.
અગણિત લોકો જીવનમાં આવતા રહે છે,
આપણો રસ્તો ક્રોસ કરતા રહે છે
કોઈ મુસ્કરાતા જાય છે, કોઈ આંખો કાઢતા,
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
આત્માનો સાક્ષી ભાવ
આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા,
{{commentsModel.comment}}