मैं जीवनमे कुछ कर ना सका..

Jan 31, 2020 01:09 AM - Harish Panchal

1603


मैं जीवनमे कुछ कर ना सका..

 

जगमे अँधियारा छाया था,

मैं ज्वाला ले कर आया था

मैंने,जल कर दी आयु बिता

पर जगतीका दुःख हर ना सका,

मैं जीवनमे कुछ कर ना सका..

 

‘हिंदी’ માં લખાયેલી એક કવિતાની આ પંક્તિઓમાં જીવન માટે એક ગૂઢ અર્થ સમાયેલો છે. આ પંક્તિઓ જીવનનું તત્ત્વજ્ઞાન સમજાવવા ઉપરાંત જીવનના આધ્યાત્મિક ઉદ્દેશ તરફ પણ આપણું ધ્યાન દોરે છે. આ કારણથી ‘હદય-સ્પર્શ’ ની ‘આધ્યાત્મની કેડીએ’ (Spiritual Antidotes) ના નેજાં હેઠળ અહીં સમાવવામાં આવી છે. આ કવિતાના અસલ લેખક અંગે થોડી અસમંજસ પ્રવર્તે છે કારણકે દેશની આઝાદીની લડત વખતના એક બાહોશ અને સ્વાતંત્ર્ય સંગ્રામી લેખક સ્વ. શ્રી રામધારીસિંહ દિનકરે જન-મતને જાગૃત કરવા આ કવિતા લખી હતી. એ અરસામાં ‘દેશને આઝાદી અપાવવી’ એ એક મહાન ઉદ્દેશ હતો. સ્વતંત્રતા પૂર્વે ‘વિદ્રોહ કવિ’ અને આઝાદી પછી ‘રાષ્ટ્ર કવિ’ તરીકેનું સન્માન મેળવી ચૂકેલા આ કવિએ દેશમાં પ્રવર્તતા ‘અજ્ઞાન’ના અંધકારને દૂર કરી શકવાની અસમર્થતા માટે પોતાને ‘દોષી ગણાવીને પોતાના આક્રોશ અને ગમગીનીને  આ પંક્તિઓમાં ઉતાર્યાં છે.. રામધારીસિંહ દિનકર ૧૯૭૪ માં ગુજરી ગયા.આ જ કવિતા સાથે જાણીતા કવિ શ્રી હરિવંશરાય બચ્ચનનું નામ પણ જોડાયલું છે. તેઓ પણ એક ઊંચી કક્ષાના કવિ હતા. એમણે પણ પોતાના  પ્રભાવશાળી  જીવનકાળ દરમ્યાન ઘણી ખ્યાતિ મેળવી હતી. એમનો સ્વર્ગવાસ ૨૦૦૩ માં થયો. પણ નાનપણમાં (૬૦ વર્ષો પહેલાં) મારા ‘कोविद’ ના અભ્યાસક્રમ દરમ્યાન જે પાઠ્ય પુસ્તકમાંથી આ કવિતા હું ભણ્યો હતો તે શ્રી રામધારીસિંહ દિનકરના નામ હેઠળ publish થયેલી હતી.

કવિની પ્રાથમિક ઓળખ પછી આપણે કવિતાની મુખ્ય ચર્ચાપર આવીએ. આ આખી કવિતાના ૩ ચરણ (stanzaછે. પણ એ ત્રણે ચરણની ચર્ચા માટે વધુ સમય જોઈએ. ત્રણે ચરણોમાં મુખ્ય એક જ ઉદ્દેશ  સમાયલો છે, એ ઉપરાંત કવિ જે સંદેશ આપવા ઈચ્છે છે તે પહેલા જ ચરણમાં બહુ સુંદર રીતે વણાયલો હોવાથી આપણે પહેલા જ ચરણની પંક્તિઓને સમજીશું.

પાંચ પંક્તિઓ માંની છેલ્લી પંક્તિ, “मैं जीवनमे कुछ कर ना सका” કવિતાનું શીર્ષક છે અને કવિએ જે સંદેશ પહોંચાડવા આ કવિતા લખી છે એનો મુખ્ય સારાંશ છે. આપણે એક પછી એક, એ ક્રમ માં પંક્તિઓનો અર્થ સમજીએ.

जगमे अँधियारा छाया था”. અહીં આપણી અંદર અને આપણી આજુબાજુ અજ્ઞાનનો જે અંધકાર છવાયલો છે એની વાત છે. પ્રત્યેક વ્યક્તિના સમૂહ વડે સમાજ બને છે, અલગ, અલગ સમાજો મળીને શહેર, રાજ્યો અને દેશ બને છે. એટલે અહીં માત્ર એક વ્યક્તિની વાત નથી, પણ સમસ્ત સૃષ્ટિમાં વ્યાપેલા અંધકારની વાત છે. અને આ અજ્ઞાનમાં બધું જ આવી ગયું. આપણે દ્વેષભાવથી બીજાઓ સાથે જે વર્તન, જે વ્યવહાર કરીએ છીએ, જે ખોટાં કામ કરીએ છીએ, કામ, ક્રોધ, મોહ અને લોભ થી પ્રેરાઈને જે ખોટાં નિર્ણયો લઈએ છીએ અને એ નિર્ણયો પર આધારિત, નહીં કરવા જેવાં કામ કરીએ છીએ તે બધાંનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. સમસ્ત પૃથ્વી પરના લોકોના અજ્ઞાનને  સામુદાયિક સ્વરૂપમાં ‘વૈશ્વિક અજ્ઞાન’ તરીકે આપણે ઓળખી શકીએ. અરાજકતા, ખોટાં કાર્યો, ચોરી, લૂટફાટ જેવાં અનિષ્ટો આપણી આજુબાજુ અથવા આપણા જ દેશમાં થાય છે એવું નથી. સમગ્ર વિશ્વમાં આવી પરીસ્થિત પ્રવર્તે છે. (जगमे अँधियारा छाया था)

मैं ज्वाला ले कर आया था”. આ પંક્તિમાં આપણે મેળવેલા અનુભવો, સમજ, જ્ઞાન, અને એ સઘળાં વડે આપણે મેળવેલી સિદ્ધિ, આપણી અંદર જાગેલી વિચારશક્તિ, તર્કશક્તિ, નિર્ણાયક બુદ્ધિ અને દૂરંદેશી જેવાં મૂલ્યો વડે આપણે હાંસિલ કરેલું વ્યક્તિત્વ, અને એ ઊંચા વ્યક્તિત્વની ચિનગારીનો ઉલ્લેખ છે. દરેક જન્મમાં આપણા પૂર્વ જન્મોમાં સંચિત થયેલાં જ્ઞાન અને આપણા વ્યક્તિત્વની ગરિમા આપણી સાથે જ આવતાં હોય છે. આ જન્મમાં પણ આપણે જે અનુભવો લઈએ છીએ, જે સિધ્ધિઓ,  જે જ્ઞાન મેળવીએ છીએ, એ જ્ઞાન ઉપરાંત,  ભાવ, ભક્તિ, સાધના અને કર્મ-સન્યાસ દ્વારા મેળવેલું આત્મજ્ઞાન, અને આ સાત્વિક શક્તિ (energy of self) વડે પોષણ પામેલી આત્માની પોતાની ‘જ્યોત’ હોય છે. આ આત્મશક્તિ ઈશ્વરે આપણે માટે નક્કી કરી રાખેલા ઉદ્દેશ (mission)  ને જીવનમાં ફળીભૂત કરવામાં (implementation of that mission) આપણને પ્રેરિત કરતી રહે છે. આ આત્મશક્તિ માટે કવિ લખે છે કે “मैं ज्वाला ले कर आया था”. આપણા પોતાના ઉત્થાન માટે અને આપણી દ્વારા બીજાઓના ઉત્થાન (મનુષ્ય સેવા) માટે જે આવશ્યક હોય તે બધું આપણી અંદર ભરીને જ ઈશ્વરે આપણને આ ધરતીપર મોકલ્યા છે. અહીં ‘ज्वाला’ નો અર્થ માત્ર જ્વાળા અથવા flame નથી, પણ આત્મ-શક્તિ, અથવા  ‘self-energy’ પણ છે.

मैंने,जल कर दी मैंने आयु बिता આ પંક્તિને સહેલાઇથી સમજવા માટે ગુજરાતીમાં પ્રચલિત એક મુહાવારાનો સંદર્ભ આપવો યોગ્ય રહેશે. “આખું આયખું વીતી ગયું પણ કંઇ કર્યું નહીં, માત્ર ચરી ખાધું,” આપણે સમજતા થયા બાદ જે વયે આપણી જવાબદારી સમજતા થઈએ છીએ એ પછી રચનાત્મક દિશામાં કંઇક કરી શકીએ તો આપણા જ નહીં પણ સમાજના, દેશના ઉત્થાનમાં પણ યોગદાન આપી શકવાની ક્ષમતા કેળવી શકીએ છીએ. બીજાઓના જીવન ઘડતરમાં પણ કોઈ રીતે ફાળો આપી શકીએ, તો આપણું જીવન કંઇક અંશે સાર્થક થયેલું મહેસૂસ કરી શકીએ. પણ જે જીવનમાં ‘કંઇક કરી છૂટવાની’ ચિનગારી ઝબૂકી જ નથી એનું આખું જીવન ‘કોરી પાટી’ જેવું વીતી જાય છે. ‘માત્ર પોતાના જ માટે જીવન જીવી જનારાઓ’ માટે  એમ કહી શકાય કે “मैंने,जल कर दी आयु बिता”.  

पर जगतीका दुःख हर ना सका”. અહીં ‘जगती’ નો અર્થ છે ‘દુનિયા, જગત. દુનિયાના ગમે તે દેશમાં, ખૂણામાં જઈએ, સર્વત્ર દુઃખ છે, અંધકાર છે. અજ્ઞાનનો અંધકાર, દૂષણોનો અંધકાર, ખોટી રૂઢીઓનો અંધકાર. આપણે બધા કેટલાંય જન્મોથી આ બધા અંધકારોમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યા છીએ. આપણે જયારે સમાજમાં અને આપણી આજુબાજુ જાગૃતિ લાવવા પહેલાં આપણી અંદરનો અંધકાર દૂર કરી શકીએ ત્યાર પછી જ બીજાઓનું માર્ગદર્શન કરવાની દિશા શોધી શકીએ છીએ અને એમનો અંધકાર દૂર કરી શકીએ છીએ.  જ્યાં સુધી આપણે આ અંધકારને દૂર કરી નથી શકતા, ત્યાં સુધી આપણને પણ આ જ પંક્તિ લાગુ પડતી રહેશે કે “.जगतीका दुःख हर ना सका”.

मैं जीवन में कुछ कर न सका” જીવનને કિનારે આવીને પોતાના જ જીવનનું વિહંગાવલોકન કર્યા પછી અંતરના ઊંડાણમાં ઉદ્ભવેલો પસ્તાવો આ ‘શિર્ષક’ પંક્તિમાં વણાયેલો છે. મનુષ્ય જન્મ એ બીજી કોઈ પણ યોનીઓમાં શક્ય હોય એ સર્વે કરતાં ઉત્તમ જન્મ છે, જે માટે આપણે સહુ ઈશ્વરના આભારી છીએ. સ્વતંત્ર વિચાર-શક્તિ, વિશ્લેષણ-શક્તિ, નિર્ણાયક-શક્તિ, કાર્યક્ષમતા, જીવનનાં મૂલ્યોને સમજીને આચરણ કરવાની વિવેકબુદ્ધિ, અને આ બધા ગુણો અને સિદ્ધિઓનો ઉપયોગ કરીને મન શુદ્ધ કરીને ઉત્તરોત્તર આત્માની ઊંચાઈ સાધતા જવું એ જ આપણા માટે નિર્મિત થયેલ જીવન સફરનો માર્ગ છે. આખી જિંદગી આ રસ્તાઓપર ચાલ્યા પછી પણ જીવનની સંધ્યાકાળે આપણને એ અહેસાસ થાય કે, “આપણે જીવનમાં કંઇ કરી ના શક્યા અને આયખું એળે ગયું, ત્યારે એ પસ્તાવાના અગ્નિને ઠારવા આપણે બીજો જન્મ જ માંગવો પડે.

જેવી રીતે મહાભારતમાં સમસ્ત માનવ જાતિ સુધી જીવનનો સંદેશ પહોંચાડવા શ્રી કૃષ્ણે અર્જુનને પૃથ્વી પરના માનવ સમુદાયના પ્રતિનિધિના રૂપમાં ગીતાનો સંદેશ આપ્યો હતો, એ જ રીતે, દેશની આઝાદીની લડાઈમાં જન જાગૃતિ માટે યોગદાન આપવામાં રહેલી તૃટી માટેની જવ્બદારી કવિએ પોતાના જ શિરે લીધી છે : “मैं जीवनमे कुछ कर ना सका...” છતાં, આ કવિતાનો મૂળભૂત ઉદ્દેશ આત્માની સફર સાથે વણાયેલો છે. આપણા જીવનની મુસાફરીમાં જે મુકામ ઉપર આપણે છીએ ત્યાંથી ‘મોક્ષ’ મેળવવાના મુકામ સુધી કલ્પી નહીં શકાય એટલાં જન્મોની સફરમાંથી પસાર થવાનું છે, ઘણું બધું હાંસિલ કરવાનું છે. અત્યાર સુધી જે પ્રગતિ સાધી છે તે મોક્ષ સુધી પહોંચાડવા માટે પર્યાપ્ત નથી. તેથી આપણે પણ એમ કહી શકીએ કે “मैं जीवनमे कुछ कर ना सका...”

કોઈ તો બતાવો મને મારું સરનામું !

Oct 06, 2019 10:34 PM - Harish Panchal

આ દુનિયામાં દાખલ થઈએ ત્યારે Birth Certificate કઢાવવા માટે સરનામું જોઈએ.

Day Care, બાલમંદિર, શાળા અથવા કોલેજમાં admissionમાટે સરનામું જોઈએ.

આપણે રેશન કાર્ડ કઢાવવો હોય તો સરનામું જોઈએ.

ગેસનુંcylinder જોઈતું હોય તો સરનામું જોઈએ.

1296

Read more

હું જ મળ્યો ?

બધી તકલીફો હમેશાં મારે જ ભાગે શા માટે ?

Nov 03, 2022 05:08 PM - Harish Panchal ('hriday')

દુનિયાની ઉત્પત્તિ થઇ હશે ત્યારથી ગણી નહીં શકાય એટલા લોકોએ આ પ્રશ્ન અનેક વખત પૂછ્યો હશે. હાલના વર્તમાનમાં  પૂછાતો રહ્યો છે અને અને આવનારા ભવિષ્યમાં પણ અગણ્ય લોકો મારફતે પૂછાતો રહેશે. જ્યારે પણ પોતાના જીવનમાં લોકો કોઈ તકલીફમાં આવે, સાંસારિક, સામાજિક, શારીરિક, માનસિક અથવા આર્થિક મુંજવણમાં મૂકાય, અથવા સહન નહીં થઇ શકે એવા સંજોગોમાં આવી પડે ત્યારે આપોઆપ જ અ પ્રશ્ન હૈયામાંથી નીકળીને સીધો મનમાં અને મનમાંથી નીકળીને જીભ ઉપર થઈને હોઠોની બહાર સરી પડતો હોય છે.  આ પ્રશ્નમાં અને જે રીતે આ પ્રશ્ન પૂછાય છે એમાં અકળામણ અને ગુસ્સાની પોકાર સાંભળવામાં આવતી હોય છે.  અમુક લોકોની ફરિયાદમાં એટલો ગુસ્સો હોય છે કે ભૂલે ચૂકે ઈશ્વર સામે આવી જાય તો એનું આવી જ બન્યું ! આજુબાજુ આવી ફરિયાદ સાંભળનારાઓની સંખ્યા થોડી વધુ હોય તો ફરિયાદના સૂર પણ  ઊંચેથી નીકળતા હોય છે.  “બધી મુસીબતો મારા ઉપર જ શાને આવે છે?” “મેં કોનું શું બગાડ્યું છે કે કાયમ હું જ મળું છું?”

811

Read more

વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન

આપણને હાથ ઝાલીને લઇ જશે મોક્ષના દ્વારે  

Nov 03, 2022 05:10 PM - Harish Panchal ('hriday')

“માત્ર જીવી જવા” ને બદલે દેશ, સમાજ, પરિવારો કાજે કંઈક કરતાં જઈએ.

ગઈકાલે જન્મ્યા, આજે જીવ્યા, કાલે વિદાય લઈશું ત્યારે સાથે શું લઇ જઈશું?

આ જીવનની પેલે પાર કોઈ રાહ જુએ છે આપણી, તે પૂછશે : “શું કરી આવ્યા?”

“માત્ર જીવી આવ્યા કે કંઈક ભાથું બાંધી લાવ્યા કે પછી ખાલી હાથે?

578

Read more

राम नाम सत्य है 

Nov 03, 2022 05:03 PM - Harish Panchal

જેમને આજ સુધી કોઈ દિવસ ઈશ્વરનું નામ લેવાનો અવસર નહીં આવ્યો હોય એમણે પણ એમના જીવન દરમ્યાન राम नाम सत्य है’,  શબ્દો સાંભળ્યા તો હશે એમણે પોતે 'રામનું નામ નહીં લીધું હોય તો પણ કદીક ઘરની ખુલ્લી બારીમાંથી, બહાર રસ્તા પરથી જતી સ્મશાનયાત્રામાં લયબદ્ધ બોલાતા શબ્દોનો અવાજ જરૂર એમના કાન સુધી પંહોંચ્યો હશે.

321

Read more

આપણે કોણ ?

Nov 03, 2022 05:13 PM - Harish Panchal ('hriday')

આપણી આજુબાજુ પોતાના શરીરો લઈને જે આત્માઓ ચાલી રહ્યા છે તે સઘળા પૂર્વ જન્મોમાં પણ આપણી નજીક હતા.

તેઓ આપણા જ જીવનના રસ્તાઓ ઉપર ચાલી રહ્યા હોવા છતાં એ આત્માઓને આપણે આજે ઓળખતા નથી.

કોઈ જીવનમાં આપણને ઉપર ઉઠાવવા આવે છે, કોઈ પહેલાંના હિસાબ ચૂકવવા તો કોઈ ભલું કરીને ભૂલી જવા.

આપણા, એમના, અને આ સઘળા આત્માઓ એક જ પરમાત્માના અંશો છીએ; એક જ પ્રકાશ વડે ચેતનામય છીએ.

છતાં પણ  દરેક જીવનમાં આપણે શા કારણથી એક-બીજા પ્રત્યે રાગ-દ્વેષ, ચાહત-તિરસ્કાર, લગાવ-ઈર્ષ્યા રાખીએ છીએ ?

આપણે કોણ છીએ? આપણા સિવાયના બીજા બધા જ રાહબરો કોણ છે જે પૂર્વ જન્મોમાં પણ આપણી સાથે ચાલ્યા હતા?

998

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.