राम नाम सत्य है
राम नाम सत्य है
રામ નામ સત્ય છે.
જેમને આજ સુધી કોઈ દિવસ ઈશ્વરનું નામ લેવાનો અવસર નહીં આવ્યો હોય એમણે પણ એમના જીવન દરમ્યાન ‘राम नाम सत्य है’, એ શબ્દો સાંભળ્યા તો હશે જ. એમણે પોતે 'રામ' નું નામ નહીં લીધું હોય તો પણ કદીક ઘરની ખુલ્લી બારીમાંથી, બહાર રસ્તા પરથી જતી સ્મશાનયાત્રામાં લયબદ્ધ બોલાતા શબ્દોનો અવાજ જરૂર એમના કાન સુધી પંહોંચ્યો હશે. એ ઉપરાંત જેઓ ભાવુક છે, જેઓ ભાવ-ભક્તિમાં ડૂબેલા છે, તેઓના મનમાંથી ઈશ્વરનું નામ એટલી બધી વખત બોલાતું રહેતું હશે કેઆ શબ્દોનો ગૂઢાર્થ આપોઆપ એમના જીવન વ્યવહારમાં વણાઈ ગયો હોવાનું ઘણાઓએ અનુભવ્યું હશે
શ્રદ્ધાળુઓ જયારે ઈશ્વર-પૂજા અથવા પ્રાર્થના કરવા બેસતા હશે ત્યારે કોઈ ગાયત્રી મંત્રના જાપ કરતું હશે, તો કોઈ "શ્રી કૃષ્ણ શરણં મમ" ની માળા કરતું હશે, કોઈ 'ૐ નમો:શિવાય' ના જાપ કરતું હશે,કોઈ હવેલીના ભજનો ગાતું હશે, અથવા એમના વહાલા શ્રીનાથજીબાવાની સેવા કરતું હશે, કોઈ રાધા-સ્વામીને યાદ કરતું હશે, કોઈ હનુમાનજીના પાઠ અથવા હનુમાન ચાલીસા વાંચતું હશે, કોઈ "શ્રી રામચંદ્ર કૃપાળુ મન" ગાતું હશે, કોઈ શ્રી ગણેશજીની પૂજા કરતું હશે તો કોઈ માતાજીની આરાધના કરતું હશે. આમ અલગ, અલગ લોકો પોતાના પ્રિય ઈશ્વરના સ્વરૂપને ભજતાં હશે છતાં, ઈશ્વરના જે અવતારને 'પૂર્ણ પુરુષોત્તમ" અવતાર કહેવાયો છે, એ સર્વ કળા સંપન્ન શ્રી કૃષ્ણ ભગવાને એમના અર્જુન સાથેના ગીતા સંદેશમાં આપણને સહુને સમજાવી દીધું છે કે “જે ભક્તો અન્ય સ્વરૂપમાં શ્રદ્ધા રાખીને એ સ્વરૂપોને ભજે છે, તેઓ અનાયાસે તો એમના દ્વારા મારી (અર્થાત પરમેશ્વરની) જ પૂજા કરે છે:”
येऽप्यन्य देवता भक्ताय जन्ते श्रद्धयाऽन्विताः।
तेऽपिमामेवकौन्तेययजन्त्यविधिपूर्वकम्।।9.23।।
"राम नाम सत्य है" એ માત્ર ૪ ટૂંકા શબ્દોથી બનેલું નાનું વાક્ય છે. છતાં એમાં રહેલો આધ્યાત્મિક સંદેશ બહુ જ ગૂઢ અને ઊંડો છે. અહીં 'રામ' એટલે માત્ર રામચંદ્ર ભગવાનની વાત નથી. જયારે, જયારે વાતચીતમાં અથવા લખાણમાં 'રામ', 'કૃષ્ણ', 'શંકર' અથવા ઈશ્વરના બીજા કોઈ સ્વરૂપની વાત આવે છે ત્યારે સર્વ શક્તિમાન, સર્વત્ર પ્રવર્તી રહેલા અને ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવતા પરમ પરમાત્માને અનુલક્ષીને બધાં સંબોધનો થતાં હોય છે.
અંગ્રેજીમાં જેમને‘Omnipotent, Omniscient and Omnipresent God’ –એવાં સર્વોચ્ચ ઓળખાણકારક વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છેતે દૈવી શક્તિની આપણે અહીં વાત કરીએ છીએ. આ દુનિયા છોડીને કોઈ જીવ પરમધામ સિધાવે છે અને પ્રયાણ કરી ચુકેલો આત્મા અચેતન, સ્થૂળ દેહને પાછળ છોડી જાય છે ત્યારે એ નિર્જિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા જઈ રહેલા સગાં-સંબંધીઓ “रामनामसत्यहै” ના મહામૂલા શબ્દોનો પુનરુચ્ચાર કરતાં, કરતાં 'અર્થી'ની નનામીને સ્મશાને લઈ જાય છે. સાંસારિક સમજ મુજબ ‘જીવનયાત્રા’ એ શરીરની યાત્રા હોવાની માન્યતા પ્રવર્તે છે, પણ હકીકતમાં એ યાત્રા 'આત્મા' ની છે. 'આત્મા' એ મૂળમાં ઈશ્વરનો ('પરમાત્મા' નો, અર્થાત પરમ આત્માનો) અંશ છે. એના થકી જ આ જીવન છે, એના થકી જ આપણા શરીરના શ્વોચ્છશ્વાસ ચાલે છે. એ આત્માને આ જીવનકાળ દરમ્યાન ચીંધવામાં આવેલા ઉદ્દેશોને ફળીભૂત કરવા અને સોંપાયેલા કાર્યોને કાર્યવંત કરવા ઈશ્વરે આપણનેઆ શરીર આપ્યું છે. આ રીતે શરીર એ આત્માનો 'રથ' છે અને આત્મા એ રથનો ચલાવનાર 'રથી' છે.એના સંચાલન મુજબ જ શરીરને વર્તવુંપડતું હોય છે. જયારે આ મુખ્ય ચાલક ('રથી') છોડી જાય છે ત્યારે રથી વગરનો શરીરનો જે રથ પાછળ છૂટી જાય છે તે 'અ-રથી' (સાંભળવામાં 'અર્થી') કહેવાય છે. આ કારણથી નનામીનું બીજું નામ 'અર્થી' (અ- રથી) પણ છે.
અહીં નનામીની વાત આવી છે તો એ પણ સમજી લઈએ કે એ શબ્દ કેવી રીતે ઉદ્ભવ્યો હશે! નનામી એટલે 'ન-નામી'. અર્થાત જેને નામ નથી તે, નામ વગરનું. આખી જિંદગી લોકોએ આપણને જે નામથી ઓળખ્યા, જે નામથી બોલાવ્યા તે એ નામ હતું જે આપણા જન્મ પછી આપણને આપવામાં આવ્યું હતું. એ નામ હકીકતમાં આપણા શરીરને આપવામાં આવ્યું હતું. આ જીવનકાળ દરમ્યાન બંધાયેલ સંબંધો પણ આ શરીરને કારણે જ હતા. હવે આત્મા છોડી ગયા પછી જયારે અગ્નિસંસ્કારમાં એ શરીર ભસ્મીભૂત અને અસ્તિત્વહીન થઈ ગયું હશે ત્યારે એ નામનું પણ અસ્તિત્વ કઈ રીતે ચાલુ રહી શકે? પ્રકૃતિના જે પાંચ તત્વમાંથી શરીર બંધાયું હતું એ જ પાંચ તત્વોમાં મળી ગયા પછી એ ભસ્મીભૂત થયેલા શરીરનું નામો નિશાન પણ રહેવાનું નથી. આ કારણથી આત્મા વગરના મૃતદેહને 'નનામી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
વેદાંતમાં આધ્યાત્મિક જ્ઞાનની સર્વોચ્ચ ઊંચાઈ પર પંહોંચ્યાં પછી ઈશ્વરની ઓળખ અને ‘Self-Realisation’ ની સ્થિતિની અનુભૂતિ કરાવવા માટે ચાર 'મહા વાક્યો' ચાર ઉપનિષદોમાંથી લેવાયા છે. આ મહાજ્ઞાન લબ્ધ થયા પછી 'બ્રહ્મ' કોણ છે એનો જયારે સાક્ષાત્કાર થાય છે એ પછી સાધકને માટે આ જીવનમાં કઈં જ મેળવવાનું અથવા પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. અદ્વૈત વેદાંતના જ્ઞાન - માર્ગે આ ચાર મહાવાક્યોને પચાવીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો અને એ રીતે 'આત્મોદ્ધાર' (‘Self-Realisation’) દ્વારા જીવનના સર્વોચ્ચ ઉદ્દેશને હાંસિલ કરવો એ આધ્યાત્મિક માર્ગની પરમ સિદ્ધિ માનવામાં આવીછે. ઈશ્વરનો સાક્ષાત્કાર થવો, એ બહારથી ઈશ્વરનો આપણામાં આવિર્ભાવ થવો એવો અર્થ નથી. પણ આપણામાં જે આત્મા વિરાજમાન છે તેના ઉપરથી અજ્ઞાનના આવરણો દૂર થયા પછી આપણો એ આત્મા અને 'ઈશ્વર તત્વ' એક જ છે એની અનુભૂતિ થવી. એ અનુભૂતિનો પ્રકાશ અંત:કરણમાં ઉદ્ભવવો એ આત્માની સર્વોચ્ચ સ્થિતિ, તે: ‘अहम् ब्रह्मास्मि’. આ મહા વાક્ય સાંભળવામાં ભલે સામાન્ય લાગતું હોય અને ‘अहम् ब्रह्मास्मि’ ની સ્થિતિ ભલે થોડી ભક્તિ દ્વારા સહેલાઈથી મેળવી શકાય એવી લાગતી હોય (જે માત્ર એક ભ્રમણા હોઈ શકે), પણ ૮૪ લાખ જન્મોના ફેરામાંથી પસાર થયા પછી જ સાક્ષાત્કારની (Self Relasation) ની આ સ્થિતિએ પહોંચી શકવાની સિધ્ધિ પ્રાપ્ત થતી હોય છે.
"रामनामसत्यहै" એના મહાત્મ્યને સમજવા અહીં વેદાંતના મહાવાક્યોની ચર્ચા આવશ્યક નહોતી. પણ જે રીતે એ ચાર મહા વાક્યો 'આત્મજ્ઞાન' ની પરમ ઊંચાઈએ પહોંચ્યા હોવાની અનુભૂતિ સાધકને કરાવે છે, એ જ રીતે "रामनामसत्यहै" એ ઉક્તિ ઈશ્વરી તત્વ શું છે અને આપણા જીવન સાથે કેવી રીતે સંકળાયેલું છે એની ઊંડી સમજના બીજ આપણા અંત:કરણમાં વાવે છે. સંસારના રસ્તાઓ ઉપર ચાલતા હોઈએ ત્યારે ભોગવવાના ભોગો યાદ આવે છે, પણ સ્મશાનમાં વૈરાગ્યભાવની અનુભૂતિ થાય છે.
“આપણે સમજતા થયા એ પછી આપણી પોતાની 'free will’ મુક્તપણે આપણા વિચારો, કર્મો, વાણી-વિલાસ અને ભોગવિલાસ, આચરવાને રસ્તે લઈ જતી હોવાનું આપણે અનુભવ્યું છે. એવા રસ્તાઓ ઉપર ચાલીને આપણા જીવનની મુસાફરી આપણે કરતા આવ્યા છીએ.આપણા આત્માને જે શરીર-રૂપી રથે આ જન્મની સફર કરાવેલી તેનો છેલ્લો મુકામ અહીં, સ્મશાનના થોડા સમયના વિરામ પછી નામશેષ થઈ જશે. સ્મશાનમાં જે અરથીને લઈને આવ્યા છીએ એનો આત્મા-વિહીન દેહ ચિતા ઉપર ભસ્મીભૂત થઈ રહ્યો છે. એ જીવ પણ જીવનના આવા જ રસ્તાઓપર ચાલીને અહીં સુધી પંહોંચ્યો હશે. એક દિવસ આપણે પણ જીવનના એ રસ્તાઓપર ચાલીને આ જ મુકામ ઉપર પહોંચીશું જ્યાં આત્મા-વિહીન સ્થિતિમાં આપણો દેહ પણ ચિતા ઉપર હશે અને આપણે આ દુનિયામાં નહીં હોઈએ.“
આપણી આંખ સામે ઉઠી રહેલી અગ્નિની જ્વાળાઓના પ્રકાશમાં ઉદ્ભવતી વૈરાગ્ય ભાવનામાંથી જાગતા વિચારો ત્યારે આપણને કદાચ એ પ્રશ્ન પણ પૂછી શકે કે “જીવનનો આ જ અંત હોય તો માનવજન્મનો અમૂલ્ય અવસર મળ્યો હતો એમાં આપણે શું કર્યું?" વૈરાગ્યની આ મનોસ્થિતિમાં આપણને એ જ્ઞાન લાધે છે કે “આ દુનિયામાં 'ઈશ્વર' જ માત્ર એક અટલ સત્ય છે, એના સિવાય બાકીનું બધું જ મિથ્યા છે.”
આ દુનિયામાં ‘એક માત્ર ઈશ્વર જ સત્ય છે’ એ અનુભૂતિ આપણને સંસારના લોભામણા રસ્તાઓપર સાચવીને ‘આગમચેતી પૂર્વક’ ચાલતા રહેવાનો સંદેશ પણ આપે છે. ચાલો, આધ્યમિકતાની આ કેડી ઉપર ચાલતાં, ચાલતાં આપણે પણ આ ઉક્તિના ગૂઢાર્થને, એની પાછળ છુપાયેલા સંદેશાઓને સમજીએ:
· આ સંસારમાં માત્ર ઈશ્વર જ સત્ય છે, એ જ નિરંતર, અજર અને અમર છે. એના સિવાય બધું જ સીમિત, અને નાશવંત છે.
· 'સત્ય'ને જાણવું, 'સત્ય'ને પામવું એ જ જીવનનો અંતિમ ઉદ્દેશ છે. 'ઈશ્વરી તત્વ' અથવા 'ઈશ્વર જ સત્ય છે'. એના સિવાય બાકીનું બધું 'અસાર' છે અથવા 'અસત' છે.
· જે આ ધરતીપર જન્મ લઈને આવ્યા છે તે જવાના જ છે.
· જીવનકાળ દરમ્યાન જીવાત્માએ કરેલા ભૌતિક સુખ, સાધનો અને સંપત્તિના સંગ્રહમાંથી કઈં સાથે નથી આવતું. ઈશ્વરનું નામ, એની પૂજા, પ્રાર્થના, સાધના, મનુષ્ય સેવા, અને પરોપકાર જેવા સત્સંગના જે કાર્યો કર્યા હશે તેના પુણ્યો જ સાથે આવશે.
· પૂર્વ જન્મોમાં આપણે કરેલા કર્મોનું ભોગાતન કરવા આપણે આ જન્મ લીધો છે. માત્ર આજન્મમાં જ નહીં પણ હવે પછીના જન્મોમાં પણ એવાં સત્કર્મો કરતાં જવાનું છે જે આપણને જન્મ-મરણના ફેરાઓમાંથી વહેલી મુક્તિ અપાવે.
· સત્કર્મો ઉપરાંત ઈશ્વરના આશીર્વાદ આપણી સાથે હશે તો જ આપણે આ ઉદ્દેશ પાર પાડીને સાત્વિક્તાનાં માર્ગે આગળ વધી શકીશું.
· ત્યારે પણ ઈશ્વરની કરુણા આપણા જીવનના રસ્તાઓપર આપણી સાથે જ ચાલતી હશે, જેની અનુભૂતિ આપણા પ્રત્યક્ષ જીવનમાં આપણે અનુભવતાં હોઈશું.
· અને ત્યારે આપણને સ્મશાને પહોંચાડવા આવેલાઓની સાથે આપણે પણ ઈશ્વરનો મહિમા ગાતાં, ગાતાં વિદાય લેતા હોઈશું:
"रामनामसत्यहै", "रामनामसत्यहै", "रामनामसत्यहै"
આપણે ઈશ્વરને કહેવું પડે કે “ભઈલા તું મારી આંગળી પકડજે” ?
એ પરમ કૃપાલુ ઈશ્વર આપણા કપરા સમયમાં પણ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે અને એક અથવા બીજી રીતે આગળ ચાલતા રહેવા માટે આપણને પ્રોત્સાહિત કરતો રહે છે. એની કૃપાથી જ આપણને જીવનનો અર્થ સમજાય છે અને આધ્યાત્મિક માર્ગે ચાલતાં રહેવાની પ્રેરણા મળે છે. એ પછી ભાવ-ભક્તિ, ધ્યાન અને જ્ઞાન મેળવવાની ખેવના મનમાં જાગે છે.
ઊંડી સમજ, ઠરેલતા, દીર્ઘ દ્રષ્ટિ, વિવેક, કઠિન પરિસ્થિતિઓ વચ્ચે માર્ગ કાઢવાની ક્ષમતા, જીવન પ્રત્યેનો ઉચ્ચ અભિગમ અને સાત્વિકતા જેવા ઊંચા ગુણો કેળવાયા હોય તો પણ ઈશ્વર આપણી સાથે જ ચાલી રહ્યો છે એવી શ્રધ્ધાનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. આધ્યાત્મિક સાગરનાં ઊંડા પાણીમાં આપણે પગ પલાળ્યા હોય તો સાત્વિક આત્માઓને ડૂબવાનો ભય રહેતો નથી.
અમે કિનારે બેઠા,
તો’ય તરસ્યા
અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા
મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા
તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા
મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં
આવો આ શુભ દશેરાએ આપણા વહાલા માતાજીને વિદાય કરીએ
એમના ધામમાં, ફક્ત એક વર્ષ માટે.
આધ્યાત્મિકતાના ઊંડાણના અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને જોઈએ તો ખ્યાલ આવી શકે કે મા જગદંબે, દુર્ગા મા, કાલિકા મા અને માતાજીના સઘળા સ્વરૂપો એ એક જ અખંડ ઈશ્વરીય શક્તિના અલગ, અલગ રૂપ છે. ઈશ્વર માતૃ સ્વરૂપે પણ છે અને એ જ નિરાકાર, બ્રહ્મ, સર્વોચ્ચ શક્તિ પિતા સ્વરૂપે પણ છે.
પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.
પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,
અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી
અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,
બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.
દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી રહી,
આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી.
‘ઈશ્વરનો ફોન આવ્યો’
અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટે, એની કાર્યક્ષમતા માટે; લોકોની સલામતી, કાયદા-કાનૂનની વ્યવસ્થા, અને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.
{{commentsModel.comment}}