‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !

Jun 01, 2019 09:00 PM - Harish Panchal

715


‘અટલ’ દેશ પ્રેમીની  વિદાય

કેટલી ભવ્ય, કેટલી ધન્ય !

 

એક મહાન આત્માએ લીધી વિદાય.

એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.

દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.

એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.

એમના હૈયાના ઊંડાણમાંથી ઉઠીને કવિતામાં વહેતી સંવેદનાની અનુભૂતિ હતી,

એ કવિતાની દરેક પંક્તિના પ્રત્યેક શબ્દમાં લલકાર હતો, પડકાર હતો, અનુકંપા હતી.

પોતાના દેશની રક્ષા, સ્વાયત્તતા, સન્માન માટે બહારના દેશોને ઉચ્ચારેલી ચેતવણી હતી,

સમગ્ર દેશની સત્તાનો દોર સંભાળવા છતાં વાણી, વિચાર, વ્યવહારમાં સત્તાનો મદ નહોતો,

વિપક્ષના જ નહીં, પરદેશના નેતાઓ પણ જેમની સરાહના કરતાં એવું સરળ વ્યક્તિત્વ હતું.

તેઓ આદરણીય હતા, પૂજનીય હતા, દૂધમાં ખાંડ ભળી જાય એવા મીઠા ‘બિહારી’ હતા.

એમના હૈયામાં ઘૂઘવતા સાગરમાં ઉઠતી ગર્જનાઓના મોજાંઓનો લય-બદ્ધ તાલ હતો.

એ લય-બદ્ધ તાલ સાથે સૂર પૂરાવતાં સ્પંદનો હતાં. કરુણા હતી, તો કઈંક વેદનાઓ હતી.

જેમની વિદાય પર માત્ર અશ્રુઓ જ નહીં પણ પ્રશંશા, સરાહના અને આરાધનાના સૂર વહે,

એવું ‘અટલ’ એમનું વ્યક્તિત્વ હતું, અર્થપૂર્ણ જીવન હતું, આદર્શ-વિહારી વર્તન હતું.

‘દેશની દાઝ’ હૈયે લગાડીને જેઓ જીવ્યા, એ ‘દાઝ’ની મશાલને સદા સર્વદા પ્રજ્વલિત હવે કોણ રાખશે?

ખોળિયા  વગરના હૈયાં -  અને નામ વગરના સંબંધો

Sep 09, 2023 05:52 PM - Harish Panchal - Hriday

કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,

આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.

1004

Read more

 

આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..

 

 

Feb 20, 2024 04:30 PM - Harish Panchal ('hriday')

વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે

વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ ..   આવો આપણે

 

સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં  જોતા જઈએ

 

સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ ..  આવો આપણે

 

 

તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે  એક-બીજાને અંદર મઢીને હૈયાંને  સીવી લઈએ  

 

કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો  જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ   ..આવો આપણે 

 

 

ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે 

 

894

Read more

ઋતુઓ આવે અને જાય

Oct 06, 2019 10:44 PM - Harish Panchal

વસંતગ્રીષ્મવર્ષશરદહેમન્ત અને શિશિર

દર બે-ત્રણ મહિને પ્રકૃતિ બદલે ઋતુઓના ચીર,

ચઢતીપડતીઆશાનિરાશાસુખ અને દુ;ખ જેવી

693

Read more

અમારી પાર્થના સાંભળ મા શમ્ભુ રાણી

Oct 06, 2019 10:40 PM - Harish Panchal

મા, અમે સહુ આ ધરતી ઉપર આવીને દુનિયાના રંગોમાં અટવાઈ ગયા છીએ. ધન, સામગ્રી, સુખ, સાહેબી, વોટ્સ-અપ , ફેસબૂક, ઇસ્ટાગ્રામ, લિન્ક્ડ-ઇન, ટ્વીટર , વગેરે માં  ખોવાઈને ભૂલા પડી ગયા છીએ. સવારે, બ્રહ્મ મુહુર્ત માં વહેલા નથી ઉઠી શકાતું. છાપું વાંચવામાં, વોટ્સ-અપ ઉપર સહુને શુભ દિવસ ના સંદેશા  મોકલવામાં તમારી માળા કરવાનો સમય નથી રહેતો.

702

Read more

જીવનનો મર્મ

Oct 06, 2019 10:42 PM - Harish Panchal

આપણે આ પૃથ્વી ઉપર જન્મ  લઈ છીએ અને અહીં જ દેહ  છોડીને વિદાય  લઈએ છીએ.  આવન  અને જાવન - આ બે બિંદુઓ વચ્ચેની નાનકડી સફર એ આપણી જિંદગી.  આપણે આ પૃથ્વીપર આવેલા ત્યારે ખાલી હાથે આવેલા.

703

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.