જીવનનો મર્મ
આપણે આ પૃથ્વી ઉપર જન્મ લઈ છીએ અને અહીં જ દેહ છોડીને વિદાય લઈએ છીએ. આવન અને જાવન - આ બે બિંદુઓ વચ્ચેની નાનકડી સફર એ આપણી જિંદગી. આપણે આ પૃથ્વીપર આવેલા ત્યારે ખાલી હાથે આવેલા. જયારે જઈશું ત્યારે પણ ખાલી હાથે, સાથે કઈં પણ લીધા વગર. જીવનના આ બે છેડાઓ વચ્ચેની યાત્રા દરમ્યાન શરીર, મન, બુદ્ધિ ના ઘડતર અને વિકાસ માટે અને બીજાં બધાં કાર્યો માટે જે પણ જરૂરી હતું એ બધાંની વ્યવસ્થા ઈશ્વર જ કરતો રહ્યો છે. જે ૨ ખાલી હાથ લઈને આપણે આવેલા, એમણે આ એક ટૂંકા જીવનને ભરી દેવા માટે કેટલાં અગણિત 'ઊંધા-ચત્તાં' કર્યાં, અને એ કરવા માટે મન અને બુધ્ધિને કેટલાં દુષિત કર્યાં! એ બધું કરીને જે પણ કઈં મેળવ્યું એમાંથી આપણે જતી વખતે શું સાથે લઈ જઈ શકીશું? 'કઈં જ નહીં'. તો પછી આખી જિંદગી દરમ્યાન કરેલી હૈયાં-હોળી, માર-ફાડ, કાવા-દાવામાંથી આપણે શું મેળવ્યું? અંત:કરણના ઊંડાણમાં ઉતરીને પૂછીએ તો અંદરથી ઉઠતો અવાજ એમ કહેતો સંભળાશે કે: "આ જન્મ-મરણની ઘટમાળમાં તેં થોડા વધુ જન્મો ઉમેર્યા !"
તેઓ આજે ક્યાં હશે? ..
આપણી સફર જયારે શરુ કરેલી આપણે, ત્યારે કેટલાં ય સ્નેહીઓને સાથે લઈને નીકળેલા?
એમાંથી આપણે કેટલાંય ને બેઠા કરવા આપણા હાથ આપેલા, કેટલાંઓએ આપણને બેઠા કરેલા?
કેટલાંયઓને વચનો આપેલા, કેટલાં લોકોએ આપણને વચનો આપેલા,
કર્યાં શ્રાદ્ધ અમે પિતૃઓના, પણ
અર્પણ અમારાં ઓછા પડ્યાં,
તર્પણ અમારાં ઓછા પડ્યાં.
પિતૃઓનું મહત્વ સમજાય છે ત્યારે આપણે એ સમયમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ જ્યાં સંસાર શરુ કરવાની ઉત્કન્ઠા, પોતાના મકાનમાં ઘર માંડવાની અભિલાષા, કામણગારી કાયાના કૌતૂકોની કુતુહલતા, નાનાકાઓને જન્મ આપીને નવી જવાબદારીઓ લેવાની ધગશ, અને આ બધા સ્થાનકોમાં ઠરેઠામ થયા પછી પોતાના પાછલા જીવનની સુરક્ષાની તૈયારીમાં ગુંથાઈ જવાની, બંધાઈ જવાની જવાબદારીમાં આપણે સહુ બહુ જ ઊંડા ઉતરી ગયા હોઈએ છીએ. એટલાં ઊંડાં કે આપણા પિતૃઓ હયાત હોય તો માત્ર એમની હયાતીની નોંધ જ આપણે લઇ શકતા હોઈએ છીએ. એ સિવાય વડીલોની શારીરિક, માનસિક, ભાવનાત્મક, જરૂરિયાતો સંતોષાયા વગરની રહી જતી હોય છે, એ ક્ષતિ પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી. પિતૃઓ જેમ જેમ વૃધ્ધત્વ તરફ પ્રયાણ કરતાં જાય તેમ વધુ અને વધુ શિથીલ અને શક્તિહીન એમના શરીર થતાં જાય છે; મન બાળક જેવું અધીરું થતું જાય છે.
“जसं जीवन तसं नाव” .. “तुज़को चलना होगा”
તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!
અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.
ખોળિયા વગરના હૈયાં - અને નામ વગરના સંબંધો
કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,
આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.
दिल ढूंढता है सहारे सहारे
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
{{commentsModel.comment}}