તેઓ આજે ક્યાં હશે? ..
તેઓ આજે ક્યાં હશે? ..
આપણી સફર જયારે શરુ કરેલી આપણે, ત્યારે કેટલાં ય સ્નેહીઓને સાથે લઈને નીકળેલા?
એમાંથી આપણે કેટલાંય ને બેઠા કરવા આપણા હાથ આપેલા, કેટલાંઓએ આપણને બેઠા કરેલા?
કેટલાંયઓને વચનો આપેલા, કેટલાં લોકોએ આપણને વચનો આપેલા,
કદીક કોઈને આપણે ચાહેલા, કોઈએ આપણને ચાહેલા
એ બધા વહેતા સમયની સાથે ક્યાંય વહી ગયાં,
તેઓ બધા ક્યાં હશે?, જ્યાં હશે ત્યાં એમને એ વચનો, એ સ્નેહ, યાદ પણ હશે કે નહીં?
લાગણીઓની એ ક્ષણો યાદ હશે કે નહીં?
એ સહમાર્ગીઓ, એ રાહબરો, એ સમદુ:ખિયાઓ આજે ક્યાં હશે?
ચાલો, મંજરીના સૂરોમાં એમને યાદ કરી લઈએ...!
https://www.youtube.com/watch?v=i0sYZhPe2jY&list=RDi0XYKC2YQ9w&index=5
જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી
પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી
કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી
दिल ढूंढता है सहारे सहारे
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
મા તને પ્રણામ
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
ખોળિયા વગરના હૈયાં - અને નામ વગરના સંબંધો
કોઈક ક્યાંક મળ્યું હતું, કોણ હતું, શું નામ હતું એ ખબર નથી,
આંખો મળી હતી, ચહેરા વાંચ્યા હતાં પણ ઓળખાણ આપી નહોતી.
સહુ ઝંખે છે કંઈક
સૂકાયેલાં ઝરણાં નદીને ઝંખે છે,
વિરાન નદીઓ સાગરને ઝંખે છે,
ઓટમાં ઉતેરેલો સાગર આકાશના પાણી ઝંખે છે,
{{commentsModel.comment}}