दिल ढूंढता है सहारे सहारे
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
પોતાનું કોઈ ખોવાઈ ગયું, કોઈ તરછોડી ગયું હોવાથી રડે છે
કોઈ આ દુનિયા છોડી ગયું હોવાથી રડે છે
કોઈ ICU માં છે, કોઈ ક્વોરીનટાઈનમાં તો કોઈ morg માં.
દૂર કમાવા ગયેલા સ્નેહીઓમાં ના કોઈ દુનિયા છોડી ગયા છે
વાહનો બંધ છે, ટ્રેનો બંધ છે અને હવાઈ સફર બંધ છે
જેઓ જ્યાં હતાં, ત્યાં સ્થગિત છે, કુટુંબો વેર-વિખેર છે
નોકરીઓ ગઈ છે, પૈસા ખલાસ છે, ખાવાના ફાંફા છે
કોઈ વિઘ્ન-સંતોષી દેશે ભયાનક મહામારીને જન્મ આપ્યો છે
સરકારે સહુને બચાવવા ‘લોક-ડાઉન’ જાહેર કર્યું છે
પણ એથી સંજોગો knock down થઇ ગયા છે
Mall બંધ છે, દુકાનો બંધ છે, ગાડીઓ બંધ છે, સિનેમા બંધ છે
TV , Internet, Youtube, Games માત્ર સહારો છે.
આપણી જેમ બીજા કોઈને પણ ફરિયાદ છે,
આવો મન હળવું કરવા આપણે પણ ફરિયાદ કરીએ:
“दिल ढूंढता है सहारे सहारे “
જીવનનો મર્મ
આપણે આ પૃથ્વી ઉપર જન્મ લઈ છીએ અને અહીં જ દેહ છોડીને વિદાય લઈએ છીએ. આવન અને જાવન - આ બે બિંદુઓ વચ્ચેની નાનકડી સફર એ આપણી જિંદગી. આપણે આ પૃથ્વીપર આવેલા ત્યારે ખાલી હાથે આવેલા.
જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી
પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી
કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી
જનારા તો ચાલી જાય છે છતાં ...
જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું છે.
ઋતુઓ આવે અને જાય
વસંત, ગ્રીષ્મ, વર્ષ, શરદ, હેમન્ત અને શિશિર
દર બે-ત્રણ મહિને પ્રકૃતિ બદલે ઋતુઓના ચીર,
ચઢતી, પડતી, આશા, નિરાશા, સુખ અને દુ;ખ જેવી
"થોડી ફરિયાદ કરી તો લઈએ!"
ઝંખે છે
સૂકાયેલાં ઝરણાં નદીઓને,
વેરાન નદીઓ સાગરને,
ઉતરેલો સાગર ભીના વાદળોને.
{{commentsModel.comment}}