"થોડી ફરિયાદ કરી તો લઈએ!"
"થોડી ફરિયાદ કરી તો લઈએ!"
ઝંખે છે
સૂકાયેલાં ઝરણાં નદીઓને,
વેરાન નદીઓ સાગરને,
ઉતરેલો સાગર ભીના વાદળોને.
પણ નથી મળતાં
ઉતરેલા સાગરને નીર-ભર્યા વાદળો,
વેરાન નદીઓને સાગરના મોજાંઓ,
સૂકાયેલાં ઝરણાંઓને સ્નેહભરી નદીઓ.
આમ પણ
લાગણી ઝંખતાં હૈયાંઓને સ્નેહ ક્યાં મળે છે?
ડૂબવા જનારાઓને સાગરના ઊંડાણ ક્યાં મળે છે?,
સંસાર-સાગરમાં તરીને થાકેલાઓને કિનારા ક્યાં મળે છે?.
છતાં
જગતના ઉદય અને પ્રલય વચ્ચે, નદી, નાળા, અને સાગરો ઘૂંઘવ્યા કરે છે,
ચાલુ રહેલી જન્મ-મરણની ઘટમાળ યુગો, યુગોથી બસ ચાલ્યા જ કરે છે.
આપણે પ્રાર્થના કરતા રહીએ, તો ય ઈશ્વરને કરવું હોય તે કર્યા જ કરે છે.
વર્ષો પહેલાં
કહી ગયેલા કેટલા ય ફકીરો:
"यहाँ किसीको मुक्कमल जहाँ नहीं मिलता " *
તો ય થયું, "થોડી ફરિયાદ કરી તો લઈએ !"
(* ઉર્દુ ભાષામાં मुक्कमल એટલે સંપૂર્ણ, complete; *जहाँ એટલે દુનિયા, જગત)
આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..
વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે
વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ .. આવો આપણે
સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં જોતા જઈએ
સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ .. આવો આપણે
તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે એક-બીજાને અંદર મઢીને હૈયાંને સીવી લઈએ
કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ ..આવો આપણે
ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે
‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !
એક મહાન આત્માએ લીધી વિદાય.
એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.
દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.
એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.
મા તને પ્રણામ
પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે
આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે
અમે ઘણા ઊંચે ગયા પણ
હૈયાના ઊંડાણમાં જોયું તો
નીચે જ હતા અમે.
બહુ ભણ્યા, ડીગ્રીઓ લીધી પણ જીવનના મૂલ્યોને ભૂલ્યા અમે.
બહુ કમાયા, કરોડો માં રમ્યા, તો ય કદી હાથ ઝાલ્યો નહીં કોઈનો
ઈશ્વરને બહુ ભજ્યા, દાન ઘણા કર્યા પણ ‘હરી’ હૈયે વસ્યો નહીં કદી ય.
બાળકોના ઊજવળ ભાવી અર્થે વિદેશ ગયા પણ નહીં ત્યાંનાં કે અહીંનાં રહ્યા અમે.
સહુ ઝંખે છે કંઈક
સૂકાયેલાં ઝરણાં નદીને ઝંખે છે,
વિરાન નદીઓ સાગરને ઝંખે છે,
ઓટમાં ઉતેરેલો સાગર આકાશના પાણી ઝંખે છે,
{{commentsModel.comment}}