સહુ ઝંખે છે કંઈક

Feb 19, 2024 09:09 PM - Harish Panchal ('hriday')

743


સૂકાયેલાં ઝરણાં નદીને ઝંખે છે,

વિરાન નદીઓ સાગરને ઝંખે છે,

ઓટમાં ઉતેરેલો સાગર આકાશના પાણી ઝંખે છે,

સૂકાયેલાં ઝરણાંઓને નદી નથી મળતી,

વિરાન નદીઓને સાગર નથી મળતો,

ઉતેરેલાં સાગરને પ્રેમથી આકાશી વરસાદ નથી મળતો,

આથમતી સંધ્યાઓને સૂર્યનો પ્રકાશ નથી મળતો,

આશાભર્યા સાગર-ખેડુઓને સમુદ્રના ખજાનાના ઊંડાણ નથી મળતાં,

સંસાર-સાગરમાં હારીને થાકેલા તરવૈયાઓને કિનારા નથી મળતા.

જીવવું નહોતું જેમને, એ હતાશ મરજીવાઓને ડૂબવા વમળના ઊંડાણ નથી મળતાં.

અહીં સહુ ઝંખે છે કંઈક ને કંઈક, પણ જે મળે છે તે એવું જે કદી માંગ્યું નહોતું.

આ દુ:ખિયારી દુનિયામાં આવવું નહોતું, તો’ય મરી, મરીને પાછા આવવું પડ્યું.

दिल ढूंढता है सहारे सहारे

Feb 22, 2024 12:33 PM - Harish Panchal ('hriday')

ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે  

સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,

કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે

સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે

કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે  

760

Read more

મા તને પ્રણામ

Feb 22, 2024 12:22 PM - Harish Panchal ('hriday')

પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે

આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે

599

Read more

ચિંતાઓ આપણને બાળે,  પ્રાર્થનાઓ ચિંતાને બાળે.

Oct 06, 2019 10:44 PM - Harish Panchal

આપણા  ઘરનીઆપણા મકાનની,  શેરીનીશહેરનીરાજ્યનીદેશની અને આપણા હૈયાની બારીની બહાર નજર કરીને ધ્યાનથી જોઈએ તો જણાય છે કે ક્યાંક અને ક્યાંક અરાજકતાઅશાંતિઅજંપોઅસહિષ્ણુતા,નિરાશા અને મૂંઝવણો પ્રવર્તી રહી છે.

776

Read more

"થોડી ફરિયાદ કરી તો લઈએ!"

Oct 06, 2019 10:44 PM - Harish Panchal

ઝંખે છે

સૂકાયેલાં ઝરણાં નદીઓને,

વેરાન નદીઓ સાગરને,

ઉતરેલો સાગર ભીના વાદળોને.

737

Read more

 

આવો. જન્મો જનમ આપણે એક બીજાને શોધતા રહીએ ..

 

 

Feb 20, 2024 04:30 PM - Harish Panchal ('hriday')

વીતેલાં કંઈક જન્મો પહેલાં હતાં તમે અને હતાં અમે

વિસરાયેલી એ પહેચાનોની ઝાંખી કરવા જીવતા જઈએ ..   આવો આપણે

 

સંસારના લાંબા આ રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં  જોતા જઈએ

 

સામે મળે કોઈ હેતાળ હૈયાં, તેમાં એક-બીજાને શોધતાં રહીએ ..  આવો આપણે

 

 

તમને મારાથી કે મને તમથી ના છીનવે કોઈ, એ કાજે  એક-બીજાને અંદર મઢીને હૈયાંને  સીવી લઈએ  

 

કાયાના મકાનો કાચા પણ આતમના સંબંધોને જન્મો  જન્મ ગુંથેલા રાખે એવા ધાગે બાંધી દઈએ   ..આવો આપણે 

 

 

ઈશ્વરે રચેલા જન્મ-મરણ ના ફેરાઓમાં કોઈ આગળ તો કોઈ પાછળ, એવામાં હાથ છૂટે અને સંગાથ તૂટે ,તો પેલે પાર પહોંચી થોભજો સાથી, ફરી પાછા સાથે મળી, હાથમાં હાથ લઇ જન્મોની સહિયારી સફરે નીકળીશું આપણે 

 

894

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.