ચિંતાઓ આપણને બાળે, પ્રાર્થનાઓ ચિંતાને બાળે.
ચિંતાઓ આપણને બાળે, પ્રાર્થનાઓ ચિંતાને બાળે.
આપણા ઘરની, આપણા મકાનની, શેરીની, શહેરની, રાજ્યની, દેશની અને આપણા હૈયાની બારીની બહાર નજર કરીને ધ્યાનથી જોઈએ તો જણાય છે કે ક્યાંક અને ક્યાંક અરાજકતા, અશાંતિ, અજંપો, અસહિષ્ણુતા,નિરાશા અને મૂંઝવણો પ્રવર્તી રહી છે. TV પર સમાચારો જોવાથી, અથવા રોજિંદા અખબારોમાં છપાતા સમાચારો વાંચ્યા પછી મનમાં ચિંતાના વાદળો જામતાં હોવાનો અહેસાસ થાય છે. જેમના મન પ્રાર્થનાઓની શક્તિવડે સિંચાયેલાં હોય છે તેઓ શાંત અને ધીર-ગંભીર હોય તેથી તેમના મનમાં ગડમથલ થવાની શક્યતા ઓછી હોય છે. પણ સમાજનો એક બહોળા સમુદાય સતત ચિંતામાં જીવી રહેલો જણાય છે. અને દુનિયામાં જે બધું બની રહ્યું છે તે હકીકતમાં ચિંતા ઉપજાવે એવું છે પણ ખરું. આવી પરિસ્થિતિના નિરાકરણ માટે આપણે સહુ અંત;કરણમાંથી ઉઠતી પ્રાર્થનાઓને વહેતી મૂકીએ તો સમયના પ્રવાહમાં ચિંતાઓ ઉપજાવતા પરિબળો નબળાં પડતાં જશે. આપણા ઉપનિષદોમાં ગૂંથાયેલી પ્રાર્થનાઓમાં આવી અદભૂત શક્તિ સમાયેલી છે. આવી પ્રાર્થનાઓ જયારે બહોળા સમુદાયના હૈયાંમાંથી ઊઠે છે ત્યારે એમાંથી પ્રસરતાં આંદોલનો - vibrations ઐશ્વરીય શક્તિના પ્રમાણની અનુભૂતિ કરાવતાં હોય છે.
ચાલો, આપણે પણ આવા જ એક શાંતિપાઠને આપણી રોજિંદી દિનચર્યામાં પ્રાર્થના રૂપે ગૂંથીને નિયમિત રીતે આપણા હૈયામાંથી વહેતી મૂકીએ:
ॐ सर्वे भवन्तु सुखिनः
सर्व- े सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा-कश्चिद्दुः- खभाग्भवेत्-।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
અને જેમની ભાષા ગુજરાતી, હિન્દી અથવા સંસ્કૃત નથી, એમને સમજવાની સરળતા માટે:
Om, May All become Happy,
May All be Free from Illness.
May All See what is Auspicious,
May no one Suffer.
Om Peace, Peace, Peace.
જવું’તું જન્મથી ધ્યેય સુધી, પણ ..
જન્મ્યા પહેલાં જવા ધાર્યું’તું નાકની દાંડીએ જન્મથી ધ્યેય સુધી
પણ જીવનના રસ્તાઓ પર વિખરી હતી શેરીઓ અને ગલીઓ કેટલી બધી
કોઈ સીધી, કોઈ ત્રાંસી, સામ-સામી, ‘એક-માર્ગી’તો કોઈ વાંકી-ચૂકી
જીવનના આ રસ્તાઓને છોડીને જઈશું ત્યારે..
જીવનના જે રસ્તાઓપર આપણે આખી જિંદગી ચાલતા રહેલા,
એના એક મુકામ ઉપર આપણી સફર પૂરી થશે.
એ પછી પણ એ રસ્તાઓ આગળ વધતા જ રહશે.
ત્યારે આપણે નહીં, આપણા બાળકો એમના પર ચાલતા હશે.
જનારા તો ચાલી જાય છે છતાં ...
જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું છે.
दिल ढूंढता है सहारे सहारे
ઓટલા, શેરીઓ, ચૌરાહા, રસ્તાઓ ખામોશ છે
સર્વત્ર અશાંતિ છે, સહુ હૈયાના ઓરડાઓમાં ગમગીની સૂતી છે,
કંઇક કેટલાં મનના ઊંડાણમાં નિસાસાનો નિવાસ છે
સહુના હોઠે ફરિયાદ છે, કેટલીય આંખોમાં આંસૂ છે
કોઈ પી જાય છે, કોઈ રડી લે છે. કોઈ સંઘરી રાખે છે
અમારી પાર્થના સાંભળ મા શમ્ભુ રાણી
મા, અમે સહુ આ ધરતી ઉપર આવીને દુનિયાના રંગોમાં અટવાઈ ગયા છીએ. ધન, સામગ્રી, સુખ, સાહેબી, વોટ્સ-અપ , ફેસબૂક, ઇસ્ટાગ્રામ, લિન્ક્ડ-ઇન, ટ્વીટર , વગેરે માં ખોવાઈને ભૂલા પડી ગયા છીએ. સવારે, બ્રહ્મ મુહુર્ત માં વહેલા નથી ઉઠી શકાતું. છાપું વાંચવામાં, વોટ્સ-અપ ઉપર સહુને “શુભ દિવસ” ના સંદેશા મોકલવામાં તમારી માળા કરવાનો સમય નથી રહેતો.
{{commentsModel.comment}}